જૂનાગઢ દલિત યુવકના અપરહણ મામલે 3 લોકોની ધરપકડ
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં હવે કાર્યવાહી કરાઈ છે.
જૂનાગઢમાં દલિત યુવાનના અપહરણ મામલે આખરે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે એ ડિવિઝન પોલીસે ૩ શખ્સોની ધરપકડ કરી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ સામે ફરિયાદ નોંધાઈ છે. ગણેશ સહિતના લોકોએ જૂનાગઢના એક દલિત યુવકનું રાત્રે અપહરણ કરીને તેને ગોંડલ સ્થિત પોતાના ઘરે ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. આ મામલે પોલીસ દ્વારા ૩ આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી ધરવામાં આવી છે.
ગોંડલાના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે ખુનના પ્રયાસનો ગુનો નોંધાયો છે. જૂનાગઢના કાળવા ચોક પાસે પૂરપાટ ઝડપે કાર ચલાવી દલિત યુવક પાસે બ્રેક મારવાને મુદ્દે બોલાચાલી થઈ હતી. એ પછી ગણેશ સહિતના તેના સાગરિતોએ યુવકનો ઘર સુધી પીછો કર્યો હતો અને મોડી રાત્રે તેનું અપહરણ કરી માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી ગોંધી રાખ્યો હતો. આ મામલે જૂનાગઢ છ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કાળવા ચોક પાસે ફાસ્ટ કાર ચલાવવાને લઈ કહેવામાં આવતા જયરાજસિંહના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. જેમાં જયરાજસિંહના પુત્ર ગણેશે સંજય સોલંકીને અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તેમજ ફરિયાદીએ ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. માત્ર કાર ધ્યાનથી ચલાવવાનું કહેતાં દલિત યુવાન પર પૂર્વ ધારાસભ્યનો દીકરો તૂટી પડ્યો હતો.
વધુમાં ફરિયાદીના જણાવ્યા મુજબ પાંચ સાત શખ્સો દ્વારા સંજય સોલંકીને બેફામ માર મારી અપશબ્દો પણ ઉચાર્યા હતાં, સાથો સાથ જાનથી મારી નાંખવાની ધમકીનો પણ આક્ષેપ કરાયો છે. ભોગ બનનાર સંજય સોલંકીએ જૂનાગઢ છ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુદ્દે પોલીસે આ.પી.સી કલમ ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૬૫, ૩૨૩,૫૦૪, ૫૦૬(૨) તથા આર્મ એક્ટ આધિન ગુનો નોંધ્યો છે. જો કે આ મામલે પોલીસ ગણેશને છાવરી રહી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. કેમ કે, એટ્રોસિટી જેવી ગંભીર કલમો અને અપહરણ જેવો ગુનો નોંધાયો હોવા છતાં ગણેશની ધરપકડ કરાઈ નથી.
આ પણ વાંચો: ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો