આવતીકાલે કાંકરિયા બુદ્ધ વિહાર ખાતે બૌદ્ધ સંસ્કારો અંગે કાર્યશાળા યોજાશે

બૌદ્ધ ધર્મ સ્વીકાર્ય પછી શું, ક્યા કાર્યો કરવા-ક્યા નહીં, તેને લઈને અનેક લોકો મૂંઝવણ અનુભવતા હોય છે, ત્યારે આવા તમામ પ્રશ્નોના ઉકેલ માટે મજૂરગામ સ્થિત કાંકરિયા બુદ્ધ વિહાર દ્વારા આવતીકાલે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. વાંચો સમગ્ર અહેવાલ.

આવતીકાલે કાંકરિયા બુદ્ધ વિહાર ખાતે બૌદ્ધ સંસ્કારો અંગે કાર્યશાળા યોજાશે

અમદાવાદના મજૂરગામ વિસ્તારમાં આવેલું કાંકરિયા બુદ્ધ વિહાર તેની સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. આવતીકાલે અહીં બૌદ્ધ સંસ્કારો વિશે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ભાગ લેશે. આ કાર્યશાળા બપોરે 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે, જેમાં બૌદ્ધ સંસ્કારો વિશે વિસ્તારથી સમજ આપવામાં આવશે.

આ કાર્યશાળા વિશે માહિતી આપતા કાંકરિયા બુદ્ધ વિહારના કાર્યકરો અમિત સોલંકી અને રમેશ બેન્કરે જણાવ્યું હતું કે, ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમી કે અન્ય કોઈ પણ સંસ્થા મારફત બુદ્ધ ધમ્મની દીક્ષા લીધી હોય તેમના લાભાર્થે બૌદ્ધ સંસ્કારોની જાણકારી માટે આ એક દિવસીય વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો છે. વર્ષ 2022-2023માં ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમી અને સહભાગી સંસ્થાઓ થકી બુદ્ધ ધમ્મ અંગીકાર કરેલ હોય તે પરીવારના સભ્યોએ ખાસ હાજર રહી બુદ્ધ ધમ્મ તથા બૌદ્ધ સંસ્કારોની જાણકારી મેળવે જેથી ઘરમાં આવતા સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ 'શું કરવું અને શું ના કરવું'  તેની મૂંઝવણ ના રહે. જેમની પાસે ‘મંગલ બોધિપથ’ પુસ્તક હોય તે સાથે લાવે જેથી સારી રીતે સમજી શકાય.

અમિત સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ તા. 24 ઓક્ટોબર 2023ને અશોક વિજયા દશમીએ કાંકરિયા બુદ્ધ વિહાર ખાતે જેમણે ધમ્મ દીક્ષા લીધી હોય અને જેમને કીટ તથા દીક્ષા પ્રમાણપત્ર ના મળેલ હોય તેવા પરિવારને આ કાર્યશાળામાં એક કીટ તથા દીક્ષાર્થી પ્રમાણપત્ર આપવામાં આવશે.

કાર્યશાળામાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાશે

હાલ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટે પગપેસારો કર્યો છે ત્યારે આ કાર્યશાળામાં કોરોનાની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવશે. તે માટે સાવચેતીના પગલા તરીકે કાર્યશાળામાં ભાગ લેનાર સૌને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરીને આવવા કહેવાયું છે. આ મામલે વધુ જાણકારી માટે રમેશ બેન્કર અને અમિત સોલંકીનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ પણ વાંચો : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.