બોટાદના બેલા ગામે 22 વીઘા સાંથણીની જમીન દલિતોને અપાવવા દલિત અધિકાર મંચ મેદાનમાં

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ બોટાદ જિલ્લાના બેલા ગામે 22 વીઘા જેટલી સાંથણીની જમીનનો પ્રત્યક્ષ કબ્જો પીડિત દલિત પરિવારને અપાવવા માટે મેદાનમાં ઉતરી છે. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં.

બોટાદના બેલા ગામે 22 વીઘા સાંથણીની જમીન દલિતોને અપાવવા દલિત અધિકાર મંચ મેદાનમાં

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ બોટાદ જિલ્લાના બેલા ગામે સ્થાનિક દલિતોને સાંથણીમાં ફાળવાયેલી જમીનોનો કબ્જો અપાવવા માટે મેદાનમાં ઉતરી છે. આ જમીન વર્ષો પહેલા દલિત પરિવારને સાંથણીમાં મળી હતી, પણ માથાભારે તત્વોએ તેના પર કબ્જો જમાવી દીધો હતો અને દલિત પરિવારના નામે જમીન હોવા છતાં તેમને તેમની જ જમીન પર કોઈ હક મળતો નહોતો. આ મામલો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ પાસે પહોંચ્યો હતો અને ટીમના સભ્યો પીડિત દલિત પરિવારને ન્યાય માટે મેદાનમાં ઉતર્યા હતા.

ગઈકાલે ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ નિમિત્તે એડવોકેટ સુબોધ કુમુદની આગેવાનીમાં RDAMની ટીમ બોટાદના કુંડળ ગામે પહોંચી હતી. જ્યાં તેમણે બરવાળા મામલતદારની મુલાકાત લીધી હતી અને પીડિત દલિત પરિવારોને તેમના હકની જમીનનો કબજો અપાવવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. એ દરમિયાન બરવાળા મામલતદાર દ્વારા તમામ ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં પીડિત દલિત પરિવારોને તેમની જમીનનો પ્રત્યક્ષ કબ્જો આગામી તા. 12 જાન્યુઆરી 2024 સુધીમાં સોંપવાન બાંહેધરી આપવામાં આવી હતી.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બોટાદના આગેવાન કિર્તીભાઈ ચાવડા અને તેમની ટીમ દ્વારા માથાભારે તત્વોએ દલિતોની જમીનો પર કબ્જો જમાવી લીધો હોય તે જમીનો તેના મૂળ માલિક એવા દલિતોને પરત અપાવીને શૌર્ય દિવસની ઉજવણી કરી હતી. દલિત અધિકાર મંચની આ ટીમમાં કમલેશ કટારીયા, ભાવનગરથી માવજીભાઈ સરવૈયા, અરવિંદભાઈ મકવાણા, નીરૂબેન, બોટાદ જિલ્લાની ટીમ અને સાણંદ તાલુકા ટીમ ઉપસ્થિત રહી હતી. આ આગેવાનોનું કહેવું છે કે, આગામી ૧૨ તારીખના રોજ જો મામલતદાર દ્વારા પીડિત દલિત પરિવારને જો તેમની જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેની અનોખી કામગીરી માટે જાણીતું છે. ફાયર બ્રાન્ડ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાની હેઠળની આ યુવા ટીમ ગુજરાતભરમાં જાતિવાદી માથાભારે તત્વોએ દલિતોની પડાવી લીધેલી જમીનોના કેસો હાથ પર લઈને પીડિત પરિવારોને જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અપાવવામાં અગ્રેસર ભૂમિકા ભજવે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ ટીમે દલિતોને તેમના હકની જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અપાવ્યો છે. આ ટીમમાં જિગ્નેશ મેવાણી ઉપરાંત યુવા એડવોકેટ સુબોધ કુમુદ અને તેમની યુવા ટીમનો મહત્વનો રોલ છે.

આ પણ વાંચો : Bhima Koregaon Battle - જ્યારે મુઠ્ઠીભર મહાર યોદ્ધાઓએ પેશ્વાની વિશાળ સેનાને પરાસ્ત કરેલી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.