રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા જ ધુતારા એક્ટિવ, QR કોડથી પૈસા ઉઘરાવવાનું કૌભાંડ પકડાયું
બહુજન મહાનાયકોએ ધર્મને શા માટે સમાજ માટે ઘાતક ગણાવ્યો હતો તે હવે વંચિત સમાજ ધીરેધીરે સમજવા લાગ્યો છે. તાજું ઉદાહરણ રામ મંદિરનું છે. મંદિરનું ઉદ્ઘાટન બાકી છે પણ ધર્મના નામે ગમે તે કરો તે ચાલી જાય છે તે સમજી ગયેલા ઠગોએ હવે આધુનિક રસ્તો અપનાવી ધર્માંધ લોકોને ઠગવા માંડ્યા છે.

અયોધ્યામાં રામમંદિરના ઉદઘાટનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.22 જન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ યોજનાર છે. આ દરમિયાન રામ મંદિરના નામે દાન લેવામાં છેતરપિંડીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી દાન માંગવામાં આવી રહ્યું છે. સાયબર ગુનેગારો 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા, ઉત્તર પ્રદેશ' નામનું નકલી પેજ બનાવીને લોકો પાસેથી દાન માંગી રહ્યા છે. ગુનેગારો દાન એકત્રિત કરવા માટે સીધા જ QR કોડનો ઉપયોગ કરી રહ્યાં છે. વિશ્વ હિન્દુ પરિષદ(VHP)એ છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ નકલી પોસ્ટમાં QR કોડનો ફોટો શેર થયેલ છે. PhonePe એપનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો. આ પોસ્ટમાં રીસીવરનું નામ મનીષા નલ્લાબેલી દેખાઈ રહ્યું છે. True Caller નામની એપનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે તથા દાન માંગવા માટેનો નંબર શેર થયેલ છે. આ નંબર રાકેશ કુમાર પેન્સિલ કંપનીના નામે True caller એપમાં બતાવે છે.
વધૂમા જાણવા મળયું છે કે VHP અયોધ્યાના એક સભ્યએ આ સ્કેમર્સ સાથે મોબાઈલ પર વાતચીત કરી હતી. છેપરપિંડી કરનારે કહયું કે તે અયોધ્યાથી વાત કરે છે. શકય તેટલું દાન કરો તમારું નામ,નંબર ડાયરીમાં નોંધવામાં આવશે. જ્યારે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે ત્યારે તમને બધાને અયોધ્યા બોલાવવામાં આવશે. હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચેની લડાઈ વિશે વાત કરતા જણાવે છે કે મુસ્લિમો મંદિર બનાવવા દાન માંગતા નથી. અને તેથી જ તેઓ મંદિર માટે દાન એકત્રિત કરવાનું કામ કરી રહ્યા છે.
VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ 'X' પર પોસ્ટ કરી હતી કે "શ્રી રામ જન્મભૂમિ તીર્થે આ પ્રસંગ માટે ભંડોળ એકત્ર કરવાની કોઈ સંસ્થાને પરવાનગી આપી નથી." ગૃહ મંત્રાલય, દિલ્હી પોલીસ કમિશનર, ઉત્તર પ્રદેશના ડીજીપી, અને ઉત્તર પ્રદેશે આવા લોકો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચોઃ પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.