બોટાદ જિલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણના માં બૌદ્ધ ધર્મ નું ખાતું ખુલ્યું

બોટાદ જિલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણના માં બૌદ્ધ ધર્મ નું ખાતું ખુલ્યું
image credit - Paresh Bauddha, Botad

ગુજરાતમાં ધીરે ધીરે બૌદ્ધ ધર્મને સમજીને અપનાવતા લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. હાલ લગ્નની સિઝનમાં યુવા વર્ગ બૌદ્ધ વિધિથી લગ્ન કરવાને એક ટ્રેન્ડ તરીકે અપનાવી રહ્યો છે. આમ તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બૌદ્ધ ધર્મની સંખ્યા વત્તાઓછા પ્રમાણમાં હશે. પણ બોટાદ જિલ્લામાં જાતિગણનામાં પહેલીવાર બૌદ્ધ ધર્મનું ખાતું ખુલ્યું છે. મળતી વિગતો પ્રમાણે અહીં સરકારી ચોપડે જાતિ ગણનામાં બૌદ્ધ ધર્મનું ખાતું ખૂલ્યું છે.


ભારતીય બૌદ્ધ મહાસભાની બોટાદ જિલ્લા શાખા દ્વારા ગત તારીખ ૦૪/૦૬/૨૦૨૩ ના રોજ બંધારણીય ભવ્ય બૌદ્ધ ધમ્મ દિક્ષા (ધર્મ પરિવર્તન) કાર્યક્રમ "રાજગૃહ" બોટાદ ખાતે યોજાયેલ હતો. જેના અનુસંધાને બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ. ૨૨/૧૧/૨૦૨૩ ના રોજ ધર્મ પરિવર્તન માટે હુકમ કરવામાં આવેલ. ત્યારબાદ તારીખ.૨૯/૦૨/૨૦૨૪ ના રોજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા) બોટાદ દ્વારા બોટાદ જિલ્લામાં પ્રથમ લઘુમતી બૌદ્ધનું પ્રમાણપત્ર બોધિરાજ બૌદ્ધને આપવામાં આવ્યું છે. તેમની સાથે તેમના પરિવારે પણ પ્રથમ બૌદ્ધ ઘર્મનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. બૌધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ ભારતીય બૌદ્ધ મહાસભાના બોટાદ જિલ્લાના અધ્યક્ષ પણ છે.

અત્યાર સુધી બોટાદ જિલ્લામાં બૌદ્ધ કોલમમાં શૂન્ય લખાતું હતું
મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી બોટાદ જીલ્લો બૌદ્ધ ધર્મની કોલમમાં શૂન્ય હતો. પણ હવે બોટાદમાં સરકારના રજિસ્ટરે બૌદ્ધ ધર્મની સંખ્યા જોવા મળશે. બોટાદમાં જાતિ ગણનામાં બૌદ્ધ ધર્મની નોંધણીની શરૂઆત થઈ ગઈ છે. બોટાદ જિલ્લામાં આવનારા સમયમા બુદ્ધિષ્ટોની સંખ્યામાં વધારો થશે એવી માહિતી સ્થાનિક બુદ્ધિષ્ટ પરિવાર આપી રહ્યો છે.

આ પણ વાંચોઃ અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.