પંચમહાલમાં જાતિવાદે મર્યા પછી પણ પીછો ન છોડ્યો, મહિલાની અંતિમવિધિ માટે સ્મશાન ન મળતા ખેતરમાં અંતિમવિધિ કરવી પડી

કટ્ટર જાતિવાદી ગુજરાતમાં આભડછેટનો વધુ એક વરવો કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના ઘોઘંબામાં જાતિવાદીઓએ એક મહિલાના પરિવારને અંતિમવિધિ માટે સ્મશાનમાં ઘૂસવા ન દેતા ખેતરમાં અંતિમક્રિયા કરવી પડી.વાંચો સમગ્ર અહેવાલ

પંચમહાલમાં જાતિવાદે મર્યા પછી પણ પીછો ન છોડ્યો, મહિલાની અંતિમવિધિ માટે સ્મશાન ન મળતા ખેતરમાં અંતિમવિધિ કરવી પડી

કટ્ટર જાતિવાદી ગુજરાતમાં આભડછેટ અને જ્ઞાતિ-જાતિનું ઠાલું ગર્વ કઈ હદે કથિત સવર્ણોના લોહીમાં ભળી ગયું છે તેનું વધુ એક વરવું અને લાંછનરૂપ ઉદાહરણ પંચમહાલ જિલ્લામાં સામે આવ્યું છે. જ્યાં જાતિવાદીઓએ એક મહિલાને મર્યા પછી અંતિમવિધિ માટે સ્મશાન ફાળવવા પણ ઈનકાર કરી દીધો હતો. પંચમહાલના ઘોઘંબાના કંકોડાકોઇ ગામની મહિલાને પ્રસૂતિ બાદ અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેનું મોત થયું હતું, જેથી તેના મૃતદેહને અંતિમક્રિયા માટે પોતાના ગામમાં આવેલા બંને સ્મશાનમાંથી એકપણ સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા માટે ગ્રામજનોએ મંજૂરી આપી ન હતી, જેના લીધે પરિવાર ખેતરમાં આવેલા એક ખૂણામાં અંતિમક્રિયા કરવા મજબૂર બન્યો હતો.

ઘોઘંબાના કંકોડાકોઇ ગામમાં રહેતાં સુમિત્રાબેન રામજીભાઈ નાયક પરિવાર સાથે મજૂરી માટે અમરેલી જિલ્લાના ધાસા ગામે આવ્યા હતા. એ દરમિયાન સુમિત્રાબેનને પ્રસૂતિની પીડા ઊપડતાં તાત્કાલિક અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણે એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ 12 દિવસ પછી તેમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમનું અમરેલી જિલ્લાના ધાસા ગામે જ મોત થયું હતું. જેથી પરિવારના સભ્યો સુમિત્રાબેનના મૃતદેહને એક ખાનગી વાહનમાં પોતાના વતન ઘોઘંબાના કંકોડાકોઇ ગામે ગત તા. 14 ડિસેમ્બરના રોજ રાતના 12 વાગ્યા આસપાસ પોતાના વતનમાં લાવ્યા હતા. જો કે ગામના જાતિવાદી લોકોએ તેમના મૃતહેદને અંતિમ સંસ્કાર કરવા માટે મંજૂરી ન આપતા આ ગરીબ મજૂર પરિવાર બે દિવસ સુધી મૃતક સુમિત્રાબેનનો મૃતદેહ ઘરમાં રાખવા મજબૂર બન્યો હતો. આખરે થાકીહારીને તેઓ પોતાના જૂના સ્મશાન ચેલાવાડા ખાતે અગ્નિસંસ્કાર કરવા માટે જઈ રહ્યો હતો. જો કે ત્યાં પણ ચંદ્રનગર અને મુવાડી ગામના લોકોએ તેમને અગ્નિસંસ્કાર કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. આખરે આ પરિવારે પોતાના ખેતરના એક ભાગમાં અંતિમક્રિયા કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો : બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.