રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો
રામમંદિરની આડમાં જ્યાં એક તરફ તમામ હિંદુઓને એક કરીને રાજકીય મનસુબા પાર પાડવાનો ખેલ ચાલી રહ્યો છે ત્યારે રામને લઈને એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. આ સર્વે જે એજન્સીએ કર્યો છે તેની વિશ્વસનીયતાને લઈને કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી. શું છે આ સર્વે અને તેમાં રામ ક્યાં છે, વાંચો આ રિપોર્ટમાં.
શું તમે જાણો છો કે ભારતના હિંદુઓ કયા ભગવાન કે દેવીની સૌથી વધુ પૂજા કરે છે? રામ, કૃષ્ણ, શિવ, વિષ્ણુ કે લક્ષ્મીની? જો તમે અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન જોયું છે અને તમે રામના નવા ભક્ત બન્યા છો, તો તમે કહી શકો છો કે આપણા દેશમાં રામની સૌથી વધુ પૂજા થાય છે. પરંતુ આ સાચું નથી. હા, જો તમને એમ કહેવામાં આવે કે આપણા દેશમાં દેવી-દેવતાઓની પૂજા અંગે એક સર્વે કરવામાં આવ્યો છે અને તેમાં સાબિત થયું છે કે ભારતમાં રામ નહીં પરંતુ અન્ય કોઈ ભગવાનની સૌથી વધુ પૂજા થાય છે તો શું તમે માનશો?
ચાલો તમને સાબિતી બતાવીએ. 29 જૂન, 2021 ના રોજ, વિશ્વ વિખ્યાત સંશોધન એજન્સી પ્યુ રિસર્ચ સેન્ટર(Pew Research Center) એ એક સર્વે હાથ ધર્યો હતો જે ભારતમાં ધર્મ: સહિષ્ણુતા અને અલગતા(Religion in India: Tolerance and Segregation) નામથી પ્રકાશિત થયો હતો. આ સંશોધનમાં દેશભરના લગભગ 30,000 ભારતીયોને તેમના ધર્મ, આસ્થા, બિનસાંપ્રદાયિકતા અને દેશભક્તિ જેવા મુદ્દાઓ પર ફેસ ટુ ફેસ સવાલો કરવામાં આવ્યા હતા. આ 30 હજાર લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે તમે કયા ભગવાનમાં સૌથી વધુ માનો છો? તો ચોંકાવનારો જવાબ મળ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે સર્વે અનુસાર દેશમાં સૌથી વધુ પૂજા રામની નહીં પરંતુ કોઈ અન્ય દેવતાની થાય છે. આ ઓપિનિયન પોલમાં રામ ખૂબ પાછળ રહી ગયા હતા.
કયા ભગવાનની સૌથી વધુ પૂજા થાય છે?
આ સર્વે અનુસાર, શિવ પ્રથમ નંબર પર છે , જેમને 44 % હિંદુઓ તેમના દેવતા માને છે. મતલબ કે ભારતમાં રામની નહીં પણ શિવની સૌથી વધુ પૂજા થાય છે. હનુમાન બીજા સ્થાને છે અને 35% લોકો તેમને તેમના પૂજનીય દેવતા માને છે. ત્રીજા નંબરે ગણેશ છે, જેમને કુલ 32% લોકોએ તેમના દેવતા ગણાવ્યા છે. ચોથા સ્થાનની વાત કરીએ તો, 28% લોકો ધનની દેવી લક્ષ્મીને તેમની પૂજાપાત્ર દેવી માને છે અને પાંચમા સ્થાન પર, 21% લોકો કૃષ્ણને તેમના પ્રિય ભગવાન માને છે. સર્વેમાં સામેલ 20% લોકોની પ્રથમ પસંદગી કાળી હતા. વાત રામની કરીએ તો માત્ર 17% લોકો રામને તેમના પૂજનીય દેવતા માનતા હતા. તેનો અર્થ એ કે રામ ટોપ-7 દેવી-દેવતાઓમાં સૌથી છેલ્લા હતા.
જાતિના પ્રશ્ન પર ભારતીયોએ શું કહ્યું?
પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટમાં જાતિનો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો. ભારત એક જાતિ પ્રભુત્વ ધરાવતો દેશ છે અને આ સંશોધન અહેવાલ તેનો પુરાવો છે. સર્વેમાં સામેલ 70% લોકોનું કહેવું છે કે તેમના તમામ મિત્રો એક જ જાતિના છે. એટલે કે ભારતમાં લોકો માત્ર જ્ઞાતિ જોઈને લગ્ન જ નથી કરતા, પરંતુ તેમના શાળાથી કોલેજ સુધીના મિત્રો કોણ હશે તે પણ તેમની જાતિના આધારે નક્કી કરે છે. આ રિપોર્ટમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે, લોકોએ પોતાની જ્ઞાતિની બહાર એટલે કે બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાને લઈને પણ પોતાની જાતિવાદી વિચારસરણી ખૂલ્લી પાડી દીધી હતી.
સર્વેમાં સામેલ 64% ભારતીયોએ કહ્યું કે પોતાની જ્ઞાતિની મહિલાઓને અન્ય જાતિના પુરૂષો સાથે લગ્ન કરવાથી રોકવું ખૂબ જ જરૂરી છે. જ્યારે 62% લોકોએ એમ કહ્યું કે તેમની જ્ઞાતિના પુરુષોએ અન્ય જાતિની મહિલાઓ સાથે લગ્ન ન કરવા જોઈએ અને તેમને રોકવા જોઈએ. ભારતના દરેક કણમાં રામ છે કે નહીં તે ખબર નથી, પરંતુ ભારતના દરેક કણમાં જાતિ ચોક્કસ છે. અહીંના લોકોની નસોમાં લોહીની સાથે જાતિ પણ વહે છે. તેમ છતાં કેટલાક લોકો કહે છે કે હવે જાતિવાદ નથી રહ્યો. આપણે આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ અને આપણો અમૂલ્ય મત કોઈના નામ પર નહીં પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલા કામ પર જ આપવો જોઈએ. લોકશાહીમાં સૌથી મોટી સત્તા લોકોના હાથમાં હોય છે, તેથી આ રમતને સમજો અને તમારા મતનો યોગ્ય ઉપયોગ કરો.
આ પણ વાંચો : પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા-કાશી લઈ ગયો, નારાજ થયેલી પત્નીએ કરી છુટાછેડાની અરજી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.