પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા-કાશી લઈ ગયો, નારાજ થયેલી પત્નીએ કરી છુટાછેડાની અરજી

રામમંદિર બન્યા બાદ ધાર્મિક જુવાળ તેની ચરમસીમાએ છે ત્યારે મધ્યપ્રદેશમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પતિ વાયદા મુજબ પત્નીને હનીમૂન પર ગોવા લઈ જવાને બદલે અયોધ્યા લઈ ગયો, એ પછી જે થયું તેણે દેશભરમાં ચર્ચા જગાવી છે.

પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા-કાશી લઈ ગયો, નારાજ થયેલી પત્નીએ કરી છુટાછેડાની અરજી

રામમંદિરને લઈને ચોતરફ ભક્તિમય માહોલ જામ્યો છે ત્યારે મધ્યપ્રદેશમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ અયોધ્યાની યાત્રાને કારણે પતિને છુટાછેડા આપવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે.

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં એક મહિલાએ એટલા માટે છૂટાછેડાની અરજી કરી કેમ કે તેનો પતિ તેને હનીમૂન પર ગોવા કે વિદેશમાં લઈ જવાને બદલે અયોધ્યા અને વારાણસી લઈ ગયો હતો.

મળતી વિગતો મુજબ, બંનેએ ગયા વર્ષે 3 મેના રોજ લગ્ન કર્યા હતા. બંને સારી કમાણી કરે છે, તેથી બંનેને વિદેશ જવા માટે પૈસાની કોઈ સમસ્યા નહોતી. પત્ની હનીમૂન માટે વિદેશ જવા માંગતી હતી પરંતુ પતિ તેના માટે તૈયાર નહોતો. પતિએ તેના માતા-પિતાને એકલા છોડીને વિદેશ જવાની ના પાડી અને માત્ર ભારતમાં જ પ્રવાસ કરવાનું આયોજન કર્યું હતું.

આ પછી, બંને એ વાત પર સહમત થયા કે તેઓ દક્ષિણ ભારતના ઘણા શહેરોની મુલાકાતે જઈ શકે છે. આ પ્લાન ફાઈનલ થઈ ગયો હતો પરંતુ પ્રવાસ પહેલા જ પતિએ પ્લાન બદલી નાખ્યો અને પત્ની સાથે ચર્ચા કર્યા વિના જ બીજે ક્યાંક જવાનું નક્કી કરી નાખ્યું હતું. પતિએ વારાણસી અને અયોધ્યાની ટિકિટ કઢાવી અને કહ્યું કે, માતા-પિતા વારાણસી અને અયોધ્યા જવા માગે છે.

પત્ની પતિ સાથે અયોધ્યા અને વારાણસી ગઈ હતી અને પરત ફર્યા બાદ તેણે નારાજગી વ્યક્ત કરી હતી. એ પછી બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી. પત્નીનું કહેવું છે કે પતિ તેના બદલે તેના માતા-પિતાને વધુ પ્રાધાન્ય આપી રહ્યો છે. હાલ આ દંપતિનું ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. પતિનો આરોપ છે કે પત્ની વધુ દલીલ કરે છે. આ જ કારણ છે કે લગ્ન પછી તરત બંને અલગ થવાના સ્ટેજ પર પહોંચી ગયા છે. હાલ આ કપલની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ કપલના વકીલનું કહેવું છે કે, બંને સુખીસંપન્ન પરિવારમાંથી આવે છે, તેથી તેમની બદનામી ન થાય તે માટે અમે તેમને સમજાવવા પ્રયત્નો કરી રહ્યાં છીએ.

આ પણ વાંચો : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રામમંદિરના ઈતિહાસ પર સર્ટિફીકેટ કોર્ષ શરૂ કરશે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.