મિઝોરમમાં ZPMની ભવ્ય જીત, ઈંદિરા ગાંધીના સિક્યોરિટી ઈન્ચાર્જ રહી ચૂકેલા લાલદુહોમા બનશે મુખ્યમંત્રી

મિઝોરમની ૪૦ વિધાનસભા બેઠકો પરના પરિણામોમાં ઝોરમ પીપલ્સ મુવમેન્ટે (ZPM) ૨૭ બેઠકો પર જીત મેળવી બહુમતી મેળવી.ZPM પક્ષના નેતા લાલદુહોમા.

મિઝોરમમાં ZPMની ભવ્ય જીત, ઈંદિરા ગાંધીના સિક્યોરિટી ઈન્ચાર્જ રહી ચૂકેલા લાલદુહોમા બનશે મુખ્યમંત્રી

મિઝોરમની ૪૦ વિધાનસભા બેઠકો પરના પરિણામોમાં ઝોરમ પીપલ્સ મુવમેન્ટે (ZPM) ૨૭ બેઠકો પર જીત મેળવી બહુમતી મેળવી.

સત્તાધારી મીઝો નેશનલ ફ્રંટને ૧૦ બેઠકો મળી. વર્તમાન મુખ્યમંત્રી જોરમથંગા આઈઝોલ - ઈસ્ટ ૧ થી હારી ગયા. લલથનસંગાએ (ZPM) તેમને હરાવ્યા.

ઝોરમ પીપલ્સ મુવમેન્ટે (ZPM) બીજી વાર ચૂંટણી લડતાં ભારે બહુમતીથી વિજય મેળવ્યો છે. પ્રથમ ચૂંટણી ૨૦૧૮ માં ૮ બેઠકો મેળવી હતી.એમના નેતા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી લાલદુહોમા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. ઇન્દિરા ગાંધીની સિક્યુરિટી સંભાળી ચૂક્યા છે.

ઝોરમ પીપલ્સ મુવમેન્ટે (ZPM) શરુઆતમાં છ ક્ષેત્રીય દળોનું સંગઠન હતું. જેમાં મિઝોરમ પીપલ્સ કોન્ફરન્સ, ઝોરમ નેશનલીસ્ટ પાર્ટી, ઝોરમ એકસોડસ મુવમેન્ટ, ઝોરમ ડીસેન્ટ્રલાઈઝેશન ફ્રંટ, ઝોરમ રિફોર્મેશન ફ્રંટ અને મિઝોરમ પીપલ્સ પાર્ટી સામેલ હતા.સૌથી મોટો પક્ષ મિઝોરમ પીપલ્સ પાર્ટી ૨૦૧૯ માં ગઠબંધનથી બહાર થઈ ગઈ અને બાકી પાંચ સંગઠનોએ ZPM નું નામ આપ્યું. 

ઝોરમ પીપલ્સ મુવમેન્ટ (ZPM) ના નેતા લાલદુહોમાએ ૧૯૮૪ માં મિઝોરમથી સાંસદની ચુંટણી કોગ્રેસની ટિકિટ પર લડ્યા અને જીત્યા હતા. થોડા સમય પછી કોગ્રેસના નેતાઓ સાથે મતભેદ થઈ ગયો અને તેમને અયોગ્ય જાહેર કરી દીધા હતા. તેઓ ૧૯૮૮ માં દળ-બદલ  વિરોધી કાયદા હેઠળ અયોગ્ય જાહેર થનારા સૌપ્રથમ લોકસભા સાંસદ બન્યા. ૨૦૧૮ માં લાલદુહોમાએ આઈઝોલ પશ્ચિમ - ૧ અને સેરછિપથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. 

ભાજપના ખાતામાં બે બેઠકો,ગઈ વખતે એક બેઠક મળી હતી અને કોગ્રેસના ખાતામાં એક બેઠક આવી છે.

  • હિદાયત પરમાર

આ પણ વાંચો :વાલ્મિકી સમાજનું ગૌરવઃ Godharaની હિરલ સોલંકી બની Gujarat Under-23 ક્રિકેટ ટીમની કેપ્ટન

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.