શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન AMC ની ચૂંટણી લડશે, તમામ વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખશે
ડો.આંબેડકર સ્થાપિત Scheduled Caste Federation ને જાણીતા આંબેડકરી લેખક બાલકૃષ્ણ આનંદે પુનઃ સ્થાપિત કરી છે. હવે પાર્ટી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી લડવા જઈ રહી છે.
ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરે (Dr. Ambedkar) વર્ષ ૧૯૪૬માં Scheduled Caste Federation of India ની સ્થાપના કરી હતી, જેનું પાછળથી તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ આ વિસર્જન કરીને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (RPI)ની સ્થાપનાની જાહેરાત કરી હતી. આ વિસર્જિત શિડયુઅલ કાસ્ટસ ફેડરેશનને ૬૮ વર્ષ બાદ ગુજરાતના જાણીતા આંબેડકરી લેખક અને આંદોલનકાર બાલકૃષ્ણ આનંદ (Balakrishna Anand) એ ગત ૧૪ એપ્રિલ ૨૦૨૪ ના રોજ પુનઃ સ્થાપન (Restoration) કર્યું છે. હવે નવા સમાચાર મુજબ પાર્ટી પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે અને વર્ષ 2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (AMC Elections) લડવાની તૈયારી કરી રહી છે. પાર્ટી અમદાવાદના તમામ 48 મ્યુનિસિપલ વોર્ડમાં સંગઠન બનાવીને ચાર ચારની પેનલ બનાવી કુલ 192 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉભા રાખશે.
તમામ 48 વોર્ડમાં પેનલ બનાવી 192 ઉમેદવારો ઉભા રાખશે
શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનના સંયોજક બાલકૃષ્ણ આનંદે ખબરઅંતર.કોમને જણાવ્યા પ્રમાણે, હાલ તેઓ પાર્ટીને અમદાવાદ શહેરમાં સક્રિય કરવાના પ્રયાસ કરી રહ્યા છે અને વર્ષ ૨૦૨૬માં થનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લક્ષમાં રાખી શહેરના તમામ ૪૮ મ્યુનિસિપલ વોર્ડમાં સંગઠન બનાવી ચાર-ચાર ઉમેદવારોની પેનલ બનાવી ૧૯૨ ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારશે.
વિધાનસભા અને લોકસભા ચૂંટણી પણ લડશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિડયુઅલ કાસ્ટ ફેડરેશન ૩૫ વર્ષ બાદ અમદાવાદ શહેરને મુસ્લિમ મેયર અને સામાન્ય બેઠક ઉપર દલિત મેયર આપવાની દિશામાં કામ કરી રહ્યું છે. આગામી મ્યુનિસિપલ ચૂંટણી બાદ પાર્ટી સમગ્ર ગુજરાતમાં જનાધાર બનાવી આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પણ મોટા પ્રમાણમાં ઝંપલાવશે. રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાઓની શાખાઓની રચના કરવા માટે તથા અમદાવાદના તમામ ૪૮ વોર્ડમાં અત્યારથી જ પેનલો બનાવવાની હોઈ સમાજકારણ અને રાજકારણમાં રસ ધરાવતા સક્રિય કાર્યકરોએ શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનના સંયોજક બાલકૃષ્ણ આનંદનો મોબાઈલ નંબર ૯૮૨૪૫૦૭૫૬૯ ઉપર સંપર્ક કરવા કહેવાયું છે.પ
આ પણ વાંચો: ડો. રમેશચંદ્ર પરમારઃ ગુજરાતમાં દલિત આંદોલનનો એક આક્રમક અવાજ
વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો.