આદિવાસી યુવકને માર મારી તેના મોં પર પેશાબ કર્યો

સ્કૂટી પાર્ક કરવા જેવી બાબતમાં માનવતાને શર્મશાર કરતી આ ઘટના બની હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

આદિવાસી યુવકને માર મારી તેના મોં પર પેશાબ કર્યો
image credit - Google images

a tribal youth was beaten and urinated on his mouth : માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. કેટલાક યુવકોએ એક આદિવાસી યુવકને માર માર્યો અને પછી તેના પર પેશાબ કર્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

માનવતાને શરમાવે તેવી આ ઘટના યુપી(UP)ના સોનભદ્ર(Sonbhadra)માંથી સામે આવી છે. જ્યાં એક આદિવાસી યુવક(Tribal youth) સાથે મારપીટ કરી અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. કેટલાક યુવકોએ તેને નિર્દયતાથી માર્યા બાદ તેના મોં પર પેશાબ કર્યો(urinated) હતો. બુધવારે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો. માહિતી મળતાં પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી અને એક આરોપીની ધરપકડ કરી હતી.

સોનભદ્રના શક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
આ ઘટના શક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ચિલ્કાદાદમાં બની હતી. પોલીસ અધિક્ષક કાલુ સિંહે જણાવ્યું કે 26 સપ્ટેમ્બરે સાંજે લગભગ 7 વાગે, બેરિયર નંબર એક પાસે પવન ખરવારને તેના જ મહોલ્લામાં રહેતા અન્ય સાત-આઠ યુવકોએ ઘેરી લીધો અને તેની મારપીટ કરી. એ પછી એક યુવકે તેના મોં પર પેશાબ કર્યો હતો, જ્યારે અન્ય યુવકો ઉભા રહીને તેનો વીડિયો બનાવતા રહ્યા. આ વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, યુવકો પવનને નિર્દયતાથી માર મારે છે અને એક યુવક તેના મોં પર પેશાબ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પવનના ગળા પાસે શર્ટનો કોલર લોહીથી લથપથ છે અને તે જમીન પર બેઠો છે. જ્યારે હાફ પેન્ટ પહેરેલો એક યુવક તેના પર પેશાબ કરી રહ્યો છે અને કેટલાક લોકો તેના ગાળો દેતા રહીને વીડિયો પણ બનાવી રહ્યા છે.

પીડિત યુવકના ભાઈએ ટ્વિટ કરતા મામલો સામે આવ્યો
પોલીસ અધિકારીએ કહ્યું કે હાલમાં વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. અધિક પોલીસ અધિક્ષક કાલુ સિંહે જણાવ્યું કે ઘટના બાદ ઘાયલ પવન ખરવાર તેના ભાઈ શિવ કુમાર ખરવાર સાથે મધ્યપ્રદેશના બૈઢન ગયો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. જ્યારે તે આજે શક્તિનગર પાછો આવ્યો ત્યારે પીડિતાના ભાઈ શિવ કુમાર ખરવારે ટ્વીટ કરીને પોલીસ અધિકારીઓ, પીએમઓ અને મુખ્યમંત્રીને ઘટનાની માહિતી આપી. પોલીસ શિવ કુમાર ખરવાર અને તેના પીડિત ભાઈ પવન ખરવાર પાસેથી ઘટનાની માહિતી લઈને કેસની તપાસ કરી રહી છે.

દલિત સમાજના યુવકને મુખ્ય આરોપી બનાવ્યો
સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે, આ કેસમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત છે કે, એકથી વધુ આરોપીઓ હોવા છતાં પોલીસે એક દલિત યુવકને તેમાં મુખ્ય આરોપી બનાવી દીધો છે. આશ્ચર્ય એ વાતનું પણ થાય છે કે, અન્ય જાતિના આરોપીઓનો હજુ સુધી કોઈ પત્તો નથી, પરંતુ પોલીસે મુખ્ય આરોપી તરીકે એક દલિત યુવક અંકિત ભારતીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી રહી છે. એડિશનલ એસપીએ કહ્યું કે, અન્ય આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. મામલો અમાનવીય કૃત્યોનો છે, તેથી કડક કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આરોપીઓ બાઈકચોરી સહિતના ગુનામાં સામેલ
આ ઘટનામાં પકડાયેલા આરોપી યુવકોનો આ વિસ્તારમાં ભારે ખૌફ હોવાનું કહેવાય છે. તેઓ માદક પદાર્થોની દાણચોરી કરતા હોવાનું કહેવાય છે. મુખ્ય આરોપી બાઈક ચોરીના આરોપીમાં સંડોવણી હોવાનું પણ કહેવાય છે અને તેમાં તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. આ ગેંગના યુવકો ગુનેગારોની સ્ટાઈલમાં સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવીને છાકો પાડી દેવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ મેળામાં આવેલી આદિવાસી યુવતી પર 8 લોકોએ ગેંગરેપ કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.