પરિણામો બાદ સેન્સેક્સ ૪,૩૯૦ પોઈન્ટ ઘટી ૨૨,૦૦૦ પર બંધ થયો

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગઈકાલે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. જેમાં રોકાણકારોને કરોડોનું નુકસાન થયું છે.

પરિણામો બાદ સેન્સેક્સ ૪,૩૯૦ પોઈન્ટ ઘટી ૨૨,૦૦૦ પર બંધ થયો
image credit - Google images

લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે દેશના શેરબજારમાં ભારે સુનામીએ હાહાકાર મચાવ્યો છે. એક દિવસ અગાઉ, એક્ઝિટ પોલમાં એનડીએની સ્પષ્ટ જીતના સંકેત બાદ બજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે (૦૪ જૂન ૨૦૨૪, મંગળવાર), મત ગણતરીના વલણોને કારણે બજાર ખરાબ રીતે તૂટ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરો વાળા સેન્સેક્સ ૪૩૮૯.૭૩ પોઈન્ટ અથવા ૫.૭૪ ટકાના ઘટાડા સાથે ૭૨,૦૭૯.૦૫ ના સ્તર પર બંધ થયા હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શેર પર આધારિત સંવેદનશીલ સૂચકાંક નિફ્ટી ૧,૩૭૯.૪૦ પોઈન્ટ અથવા ૫.૯૩ ટકાના ઘટાડા સાથે ૨૧,૮૮૪.૫૦ ના સ્તરે બંધ થયો હતો.

દિવસની શરૂઆતમાં, સેન્સેક્સ ૬૦૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૯૦૦ પોઈન્ટથી વધુ લપસી ગયો હતો. બજારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ હતી. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ૧,૫૪૪.૧૪ પોઈન્ટ અથવા ૨.૦૨ ટકાના ઘટાડા સાથે ૭૪,૯૨૪.૬૪ ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૯૧.૧૦ પોઈન્ટ એટલે કે ૨.૧૧ ટકાના ઘટાડા સાથે ૨૨,૭૭૨.૮૦ ના સ્તર પર ખુલ્યો હતો. આ ઘટાડો કોરોના બાદ પહેલો મોટો ઘટાડો હતો.

ભારતીય રૂપિયો મંગળવારે ૧૦ પૈસા ઘટીને ૮૩.૨૪ પ્રતિ ડૉલર પર ખુલ્યો હતો. જ્યારે ગઈકાલે સોમવારે સવારે રૂપિયો પ્રતિ ડૉલર ૮૨.૯૯ પર ખૂલ્યો હતો અને સાંજે ૩૨ પૈસા વધીને ૮૩.૧૪ પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.

પ્રી-ઓપનિંગ સેશનની વાત કરીએ તો બેન્ચમાર્ક સૂચકાંકોમાં મજબૂતીથી ટ્રેડિંગ જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ૬૬૧.૫૯ પોઈન્ટ્‌સ અથવા ૦.૮૭ ટકાના વધારા સાથે ૭૭,૧૩૦.૩૭ પર અને નિફ્ટી ૨૧૪.૬૦ પોઈન્ટ્‌સ અથવા ૦.૯૨ ટકાના વધારા સાથે ૨૩,૪૭૮.૫૦ પર ટ્રેડ કરી રહ્યો હતો.

છેલ્લા ટ્રેડિંગ દિવસે (૦૩ જૂન ૨૦૨૪, સોમવાર) બજાર મજબૂત ગતિ સાથે ખુલ્યું હતું. આ સમયગાળા દરમિયાન, મુખ્ય સૂચકાંક બીએસઈ સેન્સેક્સ ૨,૦૮૨.૧૭ પોઈન્ટ એટલે કે ૨.૮૨ ટકાના વધારા સાથે ૭૬,૦૪૩.૪૮ ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૨૮.૬૦ પોઈન્ટ એટલે કે ૨.૭૯ ટકાના વધારા સાથે ૨૩,૧૫૯.૩૦ પર ખુલ્યો હતો. જ્યારે સાંજે પણ બજારમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ૨૫૦૭.૪૭ પોઈન્ટ એટલે કે ૩.૩૯ ટકા વધીને ૭૬,૪૬૮.૭૮ ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૭૩૩.૨૦ પોઈન્ટ એટલે કે ૩.૨૫ ટકા વધીને ૨૩,૨૬૩.૯૦ની સપાટીએ બંધ રહ્યો હતો.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના પરિણામોથી અદાણી ગ્રુપને મોટો ફટકો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.