ઉનસે અલગ રાય રખતા હું, ઈસલિયે મેરા કરિયર બરબાદ કર દિયા ગયા – પ્રો. લક્ષ્મણ યાદવ
ડો. લક્ષ્મણ યાદવને કોલેજમાંથી કાઢી મૂકવાને લઈને સોશિયલ મીડિયામાં આકરી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કોલેજમાં પણ વિદ્યાર્થીઓએ તેમને કાઢી મૂકવાના વિરોધમાં ધરણાં કર્યા હતા.
દિલ્હી યુનિવર્સિટીની ઝાકિર હુસેન કોલેજમાં 14 વર્ષથી વધુ સમય સુધી હિંદી વિભાગમાં એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવી રહેલા ડો. લક્ષ્મણ યાદવને બહાર કરી દેવામાં આવ્યા છે. લક્ષ્મણ યાદવ દિલ્હી યુનિવર્સિટીના એ આંગળીના વેઢે ગણાય તેવા પ્રોફેસરોમાં સામેલ છે જેઓ સામાજિક મુદ્દાઓ પર બેધડક બોલતા આવ્યા છે. તેઓ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે જેટલા ફેમસ છે એટલા જ સોશિયલ મીડિયામાં પર પણ જાણીતા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને યુટ્યુબ પર તેમને ફોલો કરનારા લોકોની યાદી ઘણી લાંબી છે. તેમને સમયાંતરે મીડિયાથી લઈને જાહેર મિટીંગો સુદ્ધામાં બોલતા, સળગતા મુદ્દાઓને ઉઠાવતા સૌએ જોયા છે. પણ હવે તેમને કોલેજમાંથી રુખસદ આપી દેવામાં આવી છે. ડો. લક્ષ્મણ યાદવે તેમના ટર્મિનેશન લેટરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરતી વખતે ગોરખ પાંડેની એક ચર્ચિત કવિતા ટાંકી હતી. તેમણે લખ્યું હતું,
मेरे लहज़े में जी हुज़ूर ना था
इससे ज़्यादा मेरा क़सूर ना था
ડો. લક્ષ્મણ યાદવને કોલેજમાંથી કાઢી મૂકવાને લઈને સોશિયલ મીડિયામાં આકરી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કોલેજમાં પણ વિદ્યાર્થીઓએ તેમને કાઢી મૂકવાના વિરોધમાં ધરણાં કર્યા હતા.
કોણ છે ડો. લક્ષ્મણ યાદવ?
ઉત્તરપ્રદેશના આઝમગઢના વતની ડો. લક્ષ્મણ યાદવ ભણવામાં કાયમ પહેલા નંબરે રહ્યાં છે. અલાહાબાદ યુનિ.માં એમ.એ.માં ગોલ્ડ મેડાલિસ્ટ અને જુનિયર રિસર્ચ ફેલોશિપ ક્વોલિફાય કરીને લક્ષ્મણ યાદવ IAS બનવાનું સપનું લઈને વર્ષ 2009માં દિલ્હી આવ્યા હતા. આઈએએસની તૈયારીઓની સાથે જ તેમણે દિલ્હી યુનિ.માં પીએચડીમાં એડમિશન લીધું હતું. વર્ષ 2010માં તેમને ઝાકિર હુસેન કોલેજમાં ઈન્ટરવ્યૂ આપવાની તક મળી અને કામચલાઉ ધોરણ પર નોકરી મળી ગઈ. 1 સપ્ટેમ્બર 2010ના રોજ તેઓ દિલ્હી યુનિ.ની ડો. ઝાકિર હુસેન કોલેજના હિન્દી વિભાગમાં જોડાયા. તેઓ કહે છે, “1 સપ્ટેમ્બર 2023ના રોજ 13 વર્ષ પુરા થઈ ગયા અને આ 14મું વર્ષ ચાલી રહ્યું હતું. હાલ તો એટલું જ છે કે, આ વખતે જ્યારે કાયમી કરવા માટેનો ઈન્ટરવ્યૂ થયો ત્યારે તેમાં મને નહોતો લેવામાં આવ્યો. 14 વર્ષ જૂના એક શિક્ષકને કાઢી મૂકવામાં આવ્યો હતો.”
આ પણ વાંચો : મોરબી કોર્ટે ફરી વિભૂતિ પટેલ સહિત 6 આરોપીઓના જામીન ફગાવ્યા