આગામી શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 1 થી 12 ના પુસ્તકો બદલાશે
આગામી શૈક્ષણિક વર્ષથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર થશે.
કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-202 અંતર્ગત ગુજરાતમાં આગામી શૈક્ષણિક વર્ષ 2024-25થી શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં કેટલાક ધોરણના પુસ્તકો નવા આવશે. જેમાં ધોરણ 3થી 6માં એનસીઇઆરટી મુજબ પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 તૈયાર કરીને તેનો અમલ દેશભરમાં કરવામાં આવે તેવું આયોજન કરાયું છે. જેના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રની નવી રાષ્ટ્રીય શિક્ષણ 2020 અંતર્ગત ગુજરાતની શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજન થઈ રહ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજયમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી એટલે કે આગામી જૂન મહિનાથી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને 2માં ગુજરાતી અને ગુજરાતી દ્વિભાષાનું નવું પુસ્તક અમલમાં લાવવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 3 થી 6માં પર્યાવરણ અને વિજ્ઞાનના નવા પુસ્તકો અમલમાં મૂકવામાં આવશે.
આ પણ વાંચો: ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે
શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત રાજયમાં 20 જેટલા પુસ્તકોમાં બદલાવ કરવામાં આવશે. તો કેટલાક પુસ્તકમાં અમુક પ્રકરણો બદલવામાં આવ્યા છે. તો કેટલાક વિષયમાં સમગ્ર પુસ્તક બદલવામાં આવશે. જેના ભાગરૂપે ધોરણ 1 અને 2માં ગુજરાતી અને ગુજરાતી દ્વિભાષાનું નવું પુસ્તક આવશે. ધોરણ 3થી 6માં પર્યાવરણ અને વિજ્ઞાનના વિષયના સમગ્ર નવા પુસ્તક અમલમાં આવશે. આ ઉપરાંત ધોરણ 6માં અંગેજી વિષાણુ પુસ્તક ફેરફાર સાથે આવશે.
આ ઉપરાંત ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયનું એક નવું પુસ્તક ઉમેરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: આમાં કેવી રીતે 'ભણશે ગુજરાત'?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Dinesh Kumar nagardas JoshiKhoob saras aayojn