બહુજન સમાજ પાર્ટીમાં આકાશ આનંદની વાપસી થશે

લોકસભા ચૂંટણીમાં આકાશ આનંદને તેમની આક્રમતાને કારણે પક્ષના કોર્ડિનેટર પદેથી દૂર કરાયા હતા. પણ હવે ફરી તેમને મોટી જવાબદારી સોંપાશે

બહુજન સમાજ પાર્ટીમાં આકાશ આનંદની વાપસી થશે
image credit - Google images

લોકસભા ચૂંટણીમાં બસપાની કારમી હાર બાદ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. બસપા સુપ્રીમો માયાવતીજીએ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. સૂત્રોના મતે તમામ બેઠકો પર હારનો દોષ ઝોનલ સંયોજકો પર ઢોળી દેવામાં આવશે, કારણ કે તેમને ઉમેદવાર પસંદગીની જવાબદારી સોંપવામાં આવી હતી. એ જ રીતે, જે બેઠકો પર બસપાએ દલિત વોટબેંક પણ હાંસલ કરી નથી ત્યાંના જિલ્લા પ્રમુખોને દૂર કરવામાં આવશે.

સૂત્રોનું માનીએ તો બહેનજી ટૂંક સમયમાં જ હારની સમીક્ષા કરવા યુપી અને અન્ય રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં યુપીની ૧૪ સીટો પર બસપાને ૫૦ હજારથી ઓછા વોટ મળ્યા છે. જેમાં અલ્હાબાદ, અમેઠી, બારાબંકી, દેવરિયા, ડુમરિયાગંજ, ફૈઝાબાદ, ફરુખાબાદ, કૈસરગંજ, કાનપુર, લખનૌ, મહારાજગંજ, વારાણસી, રાયબરેલી અને નગીનાનો સમાવેશ થાય છે. આ બેઠકો પર દલિત મતદારોએ બસપાના ઉમેદવારોને નકારી કાઢ્યા હતા. હવે તેના કારણો જાણવાની તૈયારી ચાલી રહી છે.

જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદ ફરી પાછા આવી શકે છે. જેથી દલિત યુવાનોનો આઝાદ સમાજ પાર્ટી તરફનો ઝુકાવ અટકાવી શકાય. આકાશ આનંદે તેમની ચૂંટણી રેલીઓમાં પોતાના આક્રમક વલણથી ઘણાં યુવાનોને આકર્ષ્યાં હતાં. તેમના પ્રચાર પર પ્રતિબંધ પછી તેમના પરત ફરવાની સતત માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત યુવાઓ અને મહિલાઓને પાર્ટી સાથે જોડવા માટે એક નવું અભિયાન શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

નિષ્ણાતોના મતે, બસપાનું એક પણ પક્ષ સાથે ગઠબંધન ન કરવું નુકસાનકારક સાબિત થયું છે. જેના કારણે પાર્ટીએ તેની કોર વોટબેંક લગભગ ગુમાવી દીધી છે. ઘણી સીટો પર બીએસપીના પરંપરાગત જાટવ મતદારોએ પણ પાર્ટીના ઉમેદવારને મત આપ્યો નથી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં લગભગ ૧૯ ટકા વોટ મેળવનાર બસપા આ વખતે માત્ર ૯.૩૯ ટકા વોટ સુધી સીમિત રહી હતી, જેને ફરીથી મેળવવા માટે પક્ષે ઘણી મહેનત કરવી પડી શકે છે.

આ પણ વાંચો: માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને BSP કોર્ડિનેટર પદથી હટાવ્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.