ઉમરેઠમાં BAPS મંદિરના પૂજારીએ મંદબુદ્ધિની યુવતીને ગર્ભવતી બનાવી દીધી

પૂજારી દીકરીને ધાકધમકી આપી બળાત્કાર ગુજારતો હતો, અસ્થિર મગજની દીકરીને ગર્ભ રહી જતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

ઉમરેઠમાં BAPS મંદિરના પૂજારીએ મંદબુદ્ધિની યુવતીને ગર્ભવતી બનાવી દીધી
image credit - Google images

ઉમરેઠ સ્વામીનારાયણ મંદિરના એક પૂજારી પર મંદબુદ્ધિની યુવતી પર ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેવાનો ગંભીર આરોપ લાગ્યો છે. અસ્થિત મગજની યુવતીના ભોળપણનો લાભ લઈને લંપટ પૂજારી વારંવાર તેના પર બળજબરી કરીને દુષ્કર્મ કરતો હોવાથી યુવતીને ગર્ભ રહી જતા લંપટ પૂજારીની હવસનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે યુવતીના પરિવારે ઉમરેઠ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે યુવતીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. યુવતીના પરિવારજનોનો આરોપ છે કે, પૂજારીએ તેમની મંદબુદ્ધિની દીકરીના ભોળપણનો લાભ ઉઠાવી તેની હવસ સંતોષી, વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી.

આ અંગે પીડિતાના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, “આ સ્વામિનારાયણ મંદિરની જ્યારથી ઈંટ મૂકી ત્યારથી મારા માતા અહીં કામ કરતા હતા. તેમના ગુજરી ગયા બાદ મારી પત્ની અને મંદબુદ્ધિની દીકરી અહીં કામ કરતી હતી. મારી દીકરીને પૂજારીએ બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી છે. મારી દીકરી સવારે ચાર વાગે આંગણવાડી પાસે પેશાબ કરવા ગઈ હતી. ત્યારે તેનું બાળક ગરી ગયું હતું. જે બાદ તે બાળકને અમે બાજુમાં મૂક્યું અને દીકરીને અમે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જે બાદ ત્યાંથી અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.”

પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસની પૂછપરછમાં અમારી દીકરીએ જણાવ્યું છે કે, “આ મંદિરના પૂજારીએ મારી સાથે દુષ્કર્મ કર્યું છે. એટલું જ પૂજારીએ કોઈને આ અંગેની જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી અમારે હવે ન્યાય જોઈએ છે. આ મંદિરને સીલ લાગવું જોઈએ. આ સંસ્થા મોટી છે અને ગરીબનું કોઈ ન સાંભળે તેવું ન થવું જોઈએ. ન્યાય એવો આપો કે, અન્ય કોઈ યુવતી સાથે આવું ન થાય.”

આ પણ વાંચો: સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.