પૂજારીએ દલિત મહિલાઓને મંદિરમાં દૂધ ચઢાવતા રોકી, દલિતો રસ્તા પર ઉતર્યા

દલિત મહિલાઓ મંદિરમાં દેવતાને દૂધ ચઢાવવા માટે ગઈ હતી પણ મંદિરના પૂજારીએ તેમની જાતિના કારણે તેમને દૂધ ચઢાવવા દીધું નહોતું.

પૂજારીએ દલિત મહિલાઓને મંદિરમાં દૂધ ચઢાવતા રોકી, દલિતો રસ્તા પર ઉતર્યા
image credit - Google images

ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાંથી દલિત મહિલાઓને મંદિરમાં દેવતાને દૂધ ચડાવવાથી રોકવામાં આવતા હોબાળો મચી ગયો છે. મહિલાઓનો આરોપ છે કે મંદિરના પૂજારીઓ અને કથિત ઉચ્ચ જાતિના કેટલાક લોકો તેમને આ ધાર્મિક વિધિ કરવા દેતા નથી.

કેન્દ્રપારા જિલ્લાના ગરજંગા ગામની ઘટના

ઘટના ગઈકાલની છે. અહીં કેન્દ્રપારા જિલ્લાના એક મંદિરમાં કેટલીક દલિત મહિલાઓ દેવતાને દૂધ ચઢાવવા માટે મંદિરમાં ગઈ હતી. પણ મંદિરના પૂજારીએ તેઓ દલિત જાતિની હોવાથી મંદિરમાં દૂધ ચઢાવતા રોકી હતી. જેને લઈને હોબાળો મચી ગયો હતો અને દલિત સમાજના લોકો તેના વિરોધમાં ધરણાં પર ઉતરી આવ્યા હતા. મહિલાઓ પૂજારીની જાતિવાદી માનસિકતાના વિરોધમાં રસ્તા પર બેસી ગઈ હતી. મહિલાઓનું કહેવું છે કે તેમની દલિત જાતિના કારણે તેમને ગરજંગા ગામના સિદ્ધેશ્વરી રામચંડી શક્તિ મંદિરમાં ધાર્મિક વિધિ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

પૂજારીની જાતિવાદી માનસિકતા પર હોબાળો

મહિલાઓનો આરોપ છે કે મંદિરના પૂજારીઓ અને ઉચ્ચ જાતિના કેટલાક લોકોએ તેમને આ ધાર્મિક વિધિ કરવા દીધી નહોતી. આ અંગે તેણે મરસાઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમને મંદિરમાં પ્રવેશતી અટકાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પોલીસે શું કહ્યું?

આ મામલે પોલીસે જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે પોલીસે કહ્યું કે કથિત ઉચ્ચ જાતિ અને દલિત સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસે ગામમાં શાંતિ જાળવવા વધારાના પોલીસ જવાનોને તૈનાત કર્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.

આ પણ વાંચો: રસ્તાના અભાવે આદિવાસી પ્રસુતાને ઝોળીમાં નાખી દવાખાને લઈ જવી પડી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.