દલિત ધારાસભ્યને ‘ચમાર’ કહી જાતિવાદી તત્વોએ શાળાનું ઉદ્ઘાટન ન કરવા દીધું

26મી જાન્યુઆરીએ ધારાસભ્ય એક નવનિર્મિત શાળાના મકાનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. પણ જાતિવાદી તત્વોએ તેમને અટકી જાતિસૂચક ગાળો ભાંડી હતી. દલિત ધારાસભ્યે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

દલિત ધારાસભ્યને ‘ચમાર’ કહી જાતિવાદી તત્વોએ શાળાનું ઉદ્ઘાટન ન કરવા દીધું
image credit - Google images

એક બાજુ દેશમાં બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ બંધારણમાં જે સમાનતાની વાત કરવામાં આવી છે તેનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે તેની સત્તાધારીઓને જરાય ચિંતા નથી. પ્રજાસત્તાક દિને પંજાબમાં બાબાસાહેબની પ્રતિમા તૂટી હતી. તો અન્ય એક રાજ્યમાં જાતિવાદી તત્વોએ એક દલિત ધારાસભ્ય (Dalit MLA) ને શાળાના મકાનનું ઉદ્ઘાટન કરતા રોકી જાહેરમાં અપમાન કર્યું હતું.

26 મી જાન્યુઆરીએ જ ધારાસભ્યનું અપમાન

મામલો બિહારનો છે. અહીં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના અવસર પર જ એક દલિત ધારાસભ્ય (Dalit MLA) ને જાતિના કારણે અપમાન (insult) નો સામનો કરવો પડ્યો. આ આરોપ કોઈ બીજાએ નહીં પરંતુ ધારાસભ્યે પોતે જ લગાવ્યો છે. આ અંગે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (FIR) પણ નોંધાવી છે.

મામલો પટના (Patna) જિલ્લાના ફુલવારી શરીફ વિધાનસભા મતવિસ્તાર (Phulwari Sharif assembly constituency) નો છે. CPI-ML ના ધારાસભ્ય ગોપાલ રવિદાસે (MLA Gopal Ravidas) આરોપ લગાવ્યો છે કે રવિવારે તેઓ એક શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન (inaugurate) કરવા ગયા હતા, પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ તેમને મકાનનું ઉદ્ઘાટન કરતા રોક્યા હતા. એટલું જ નહીં તેમના માટે જાતિસૂચક શબ્દો (Casteist slurs) નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મામલો શું હતો?

CPI-ML ના ધારાસભ્ય પારસા બજાર પોલીસ સ્ટેશન (Parsa Bazar police station)  હેઠળના કુર્થૌલ (Kurthaul) માં એક નવી શાળાના મકાનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ તેમનો વિરોધ શરૂ કર્યો હતો. ભારે હોબાળાને કારણે પરિસ્થિતિ એવી પેદા થઈ કે તેમણે પાછા ફરવું પડ્યું. ગોપાલ રવિદાસ (Gopal Ravidas) નો આરોપ છે કે એ દરમિયાન કેટલાક જાતિવાદી તત્વો દ્વારા તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી અને જાતિસૂચક ગાળો ભાંડીને તેમનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું. 

ધારાસભ્યે ફરિયાદ નોંધાવી

પોતાની સાથે થયેલા દુર્વ્યવહારથી વ્યથિત થઈને MLA ગોપાલ રવિદાસે (MLA Gopal Ravidas) પારસા બજાર પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે નામજોગ અને 10 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમણે પોલીસને આરોપીઓની ધરપકડ કરવા માંગ કરી છે.

અરજીમાં શું લખ્યું છે?

ગોપાલ રવિદાસે (MLA Gopal Ravidas) પોતાની અરજીમાં લખ્યું છે કે, 'હું મારા કાર્યકરો સાથે નિર્ધારિત કાર્યક્રમ મુજબ ઉચ્ચતર માધ્યમિક શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન કરવા માટે શાળા પરિસરમાં પહોંચ્યો હતો. ત્યાં પહેલેથી જ પુન્નુ સિંહ, મિથિલેશ સિંહ, હંસરાજ હંસ અને અન્ય 10 અજાણ્યા વ્યક્તિઓ બેઠા હતા. તેમણે મારી જાતિના "ચમાર" શબ્દનો ઉપયોગ કરીને મારા હસ્તે ઉદ્ઘાટન થવા દીધું નહોતું. આ લોકોએ મને જાતિસૂચક અપશબ્દો કહીને મને ધક્કા મારી બહાર કાઢી મૂકી માર મારવાની ધમકી આપી હતી. પોલીસ હવે આ તમામ આરોપોની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ‘તું તો ચહેરા પરથી જ ચોર લાગે છે, ચમાર છો ને?’


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • A
    A
    Fourteen loko ne FIR karo ane tatkalik te loko ni dharpakad karavo MLA,Sir...
    3 months ago