ઓરિસ્સામાં નવીન પટનાયકને પછાડી પહેલીવાર ભાજપ સરકાર બનાવશે

ઓરિસ્સા વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌ કોઈને ચોંકાવ્યા છે. અહીં 24 વર્ષ બાદ નવીન પટનાયકની બીજેડીની વિદાય થઈ છે અને ભાજપનો ઉદય થયો છે.

ઓરિસ્સામાં નવીન પટનાયકને પછાડી પહેલીવાર ભાજપ સરકાર બનાવશે
image credit - Google images

ઓરિસ્સામાં અત્યાર સુધીના પરિણામો જોતા પ્રથમવાર એવુ બનશે કે અહીં નવિન પટનાયકના ગઢના કાંગરા ખેરવી ભાજપ સત્તા પર આવશે. છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં રહેલી નવિન પટનાયકની બીજેડી આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપથી પાછળ ચાલી રહી છે અને ભાજપ ૮૦ બેઠકો સાથે આગળ છે.

ઓરિસ્સાની ૧૪૭ વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. જેમા શરૂઆતથી જ ભાજપ બહુમતી સાથે આગળ વધતી દેખાઈ રહી છે. ચૂંટણી પંચના તાજા આંકડા જણાવી રહ્યા છે કે ભાજપ ૭૯ બેઠક પર આગળ ચાલી રહી છે. ઓડિસામાં ભાજપ સરકાર બનાવવાની એક્દમ નજીક પહોંચી ગઈ છે. ૨૪ વર્ષથી સતત એકચક્રી શાસન ભોગવી રહેલી બીજેડી બાદ પ્રથમવાર ભાજપ અહીં સત્તા મેળવવા જઈ રહી છે. હાલ જે રૂઝાન સામે આવ્યા છે. તેમાં બીજુ જનતા દળ ૪૮ બેઠકો સાથે બીજા સ્થાન પર બનેલી છે. જ્યારે કોંગ્રેસ ૧૫ સીટ પર અને માર્ક્‌સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) સીટ પર આગળ છે. જ્યારે બે સીટ પર અપક્ષ ઉમેદવાર આગળ છે.

ઓરિસ્સાના નવિન પટનાયકના અનેક મંત્રીઓ પણ પાછળ ચાલી રહ્યા છે. ગત ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને ૧૪૭માંથી ૧૧૭ બેઠકો પર જીત મળી હતી. જ્યારે ભાજપને ૨૩ સીટ અને કોંગ્રેસને ૯, સીપીઆઈએમને ૧ અને અપક્ષને ૧ બેઠક મળી હતી. જ્યારે મુખ્યમંત્રી નવિન પટનાયક છેલ્લા ૨૪ વર્ષથી સીએમ છે. આ વખતે ભાજપ ૭૯ બેઠક પર આગળ છે અને જીતના આંકડાની એકદમ નજીક છે. ઓરિસ્સામાં પ્રથમવાર ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. અહી ભાજપ ક્યારેય સત્તામાં રહી જ નથી.

ઓડિસામાં વિધાનસભા ચૂંટણીમાં બીજેડી ફરી એકવાર નવિન પટનાયકની આગેવાનીમાં ચૂંટણી લડી રહી હતી. ઓડિસામાં વિધાનસભાની ૧૪૭ અને લોકસભાની કુલ ૨૪ સીટો છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી ૧૩ મે થી ૧ જૂન સુધીમાં ચાર તબક્કામાં થઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં બીજેડીના નવિન પટનાયક ચૂંટણી મેદાનમાં હતા તો ભાજપે પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી.

આ પણ વાંચો: સત્તાપક્ષ કે વિપક્ષ, સૌ કોઈની નજર 131 SC-ST અનામત બેઠકો પર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.