"જાતિવાદી જાટોએ..." હરિયાણાના પરિણામો પર માયાવતીએ શું કહ્યું?

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર BSP સુપ્રીમો માયાવતીની પ્રતિક્રિયા આવી છે. વાંચો બહેનજીએ શું કહ્યું.

"જાતિવાદી જાટોએ..." હરિયાણાના પરિણામો પર માયાવતીએ શું કહ્યું?
image credit - Google images

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો (Haryana Assembly Election Results) પર બસપા (Bahujan Samaj Party) સુપ્રીમો માયાવતી (Mayawati) ની પ્રતિક્રિયા આવી છે. માયાવતીએ આ હાર માટે વહેંચાઈ ગયેલી વોટબેંક અને હરિયાણાના જાટ સમાજને જવાબદાર ઠેરવ્યો છે. જાટ સમાજને લઈને માયાવતી કહ્યું કે, જાટ સમાજ (Jat Community) ના 'જાતિવાદી' લોકોએ બીએસપીને મત ન આપ્યો. તેમણે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના જાટો વચ્ચે શું તફાવત છે તે પણ જણાવ્યું હતું.

માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોસ્ટમાં લખ્યું હતું: "આજના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે જાટ સમાજના જાતિવાદી લોકોએ બીએસપીને મત નથી આપ્યા, જેના કારણે કેટલીક બેઠકો પર બસપાના ઉમેદવારો બહુ ઓછા મતોથી હારી ગયા હતા. યુપીના જાટ સમુદાયના લોકોએ તેમની જાતિવાદી માનસિકતા છોડી દીધી છે અને તેઓ ઘણી હદ સુધી બદલાઈ ગયા છે. તેઓ બસપામાંથી ધારાસભ્ય અને સરકારમાં મંત્રી પણ બન્યા છે. હરિયાણા રાજ્યના જાટ સમાજના લોકોએ પણ તેમના પગલે ચાલવું જોઈએ અને તેમની જાતિવાદી માનસિકતા બદલવી જોઈએ."

માયાવતીએ પક્ષના કાર્યકરોને પ્રોત્સાહિત કરતા પુરી તાકાતથી ચૂંટણી લડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે કાર્યકરોને આશ્વાસન આપ્યું હતું કે, તેમની મહેનત વ્યર્થ નહીં જાય. તેમણે કાર્યકરોને નિરાશ ન થવાની અને હિંમત ન હારવાની સલાહ પણ આપી.

ઉલ્લેખનીય છે કે, હરિયાણાની ચૂંટણીમાં બસપાનું ખાતું ખૂલી શક્યું નથી. પાર્ટીને કુલ 1.82% વોટ મળ્યા છે. INLD-BSP ગઠબંધન તેમજ JJP-આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ગઠબંધનનો ઉદ્દેશ્ય જાટ અને દલિતોને એક કરવાનો હતો. માત્ર INLD બે બેઠકો જીતી શકી હતી. તે સિવાય JJP, BSP કે ASP(K) નું ખાતું પણ ખૂલી શક્યું નથી. ગત વખતે માત્ર એક સીટ જીતનાર INLDને આ ચૂંટણીમાં 4.14% મત મળ્યા છે, જ્યારે BSPને 1.82% મત મળ્યા છે.

આ પણ વાંચોઃ હાઈકોર્ટ, સુુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરો : માયાવતી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.