inter caste marriage કરનાર દલિત યુવકની હત્યા, સાસરિયાઓ વિરુદ્ધ કેસ નોંધાયો
દલિત યુવકે ઓબીસી યુવતી સાથે inter caste marriage કર્યા હતા. જેના કારણે તેનો પરિવાર નારાજ હતો અને તેને મારી નાખવાની તક શોધતો હતો.

inter caste marriage ભારતમાં જાતિવાદ કરતા પણ વધુ કટ્ટર મામલો ગણાય છે. એક તબક્કે જાતિવાદીના મામલામાં સમાધાનને અવકાશ રહે છે પરંતુ આંતરજાતીય લગ્નો (inter caste marriage) માં મોટાભાગે યુવક કે યુવતીના પરિવારો એકબીજાને મોતને ઘાટ ઉતારી દેવા (honour killing) સિવાય કશું વિચારતા નથી. ડો.આંબેડકર જાતિના વિનાશ માટે આંતરજાતીય લગ્નો(inter caste marriage) ને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. આ દેશનું બંધારણ પણ પુખ્ય વયની વ્યક્તિને પોતાની મરજી મુજબ લગ્ન કરવાની છુટ આપે છે. તેમ છતાં જાતિના વાડા બાંધીને બેઠેલા મનુવાદી તત્વો અને જે તે સમાજના કથિત ઠેકેદારો જાતિના બંધનો તૂટે નહીં તે માટે બધું કરી છુટે છે. આવા કેસોમાં ડોશી મરે તેના કરતા પણ વધુ તો જમ ઘર ભાળી જાય તે કહેવત વધુ લાગુ પડતી હોય છે. એટલે આંતરજાતીય લગ્નો(inter caste marriage) ના કેસોને મનુવાદી-જાતિવાદી તત્વો વધુ કટ્ટરતાથી હેન્ડલ કરતા હોય છે અને તેમાં યુવક કે યુવતીને મોતને ઘાટ ઉતારી દેવામાં પણ તેઓ ખચકાતા નથી.
આવી જ એક ઘટના તેલંગાણા (Telangana) ના સૂર્યાપેટ (Suryapetti) જિલ્લામાં બની છે. જ્યાં એક દલિત યુવકે ઓબીસી સમાજની યુવતી સાથે લગ્ન કરતા તેની હત્યા કરી દેવામાં આવી છે. અહીં મુસી નદીના કિનારે એક નહેર પાસે યુવકનો મૃતદેહ (Dalit youth killed) મળી આવ્યો હતો. જેના કલાકો પછી પોલીસે સોમવારે મોડી રાત્રે તેના સસરા, સાળા અને તેના એક મિત્ર સહિત ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
મામલો શું હતો?
મળતી માહિતી પ્રમાણે 32 વર્ષના દલિત યુવક ક્રિષ્ણાનો સોમવારે સવારે પિલ્લાલામર્રી નજીક મુસી નદીના કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો. સૂર્યપેટ પોલીસે કૃષ્ણાની પત્ની કોટલા ભાર્ગવીના પિતા કોટલા સૈદુલુ, તેના ભાઈઓ કોટલા નવીન અને કોટલા વંશી અને તેમના મિત્ર બૈરુ મહેશ વિરુદ્ધ કૃષ્ણાના પિતા ડેવિડની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.
ડેવિડે તેના પુત્રની 'honour killing'નો આરોપ લગાવ્યો છે. ચારેય આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 103(1), 61(2), r/w 3(5) અને SC/ST Act (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મૃતક યુવકના પિતાએ શું કહ્યું?
ચર્ચના પાદરી ડેવિડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી, જે પછાત વર્ગ (BC) ગૌડ સમાજના છે, તેમણે કાવતરું ઘડીને તેના પુત્રની હત્યા કરી હતી. તેમણે હત્યાનું કારણ છ મહિના પહેલા તેમના દીકરા કૃષ્ણાના આંતરજાતીય લગ્નને ગણાવ્યા હતા.
સૂર્યાપેટ ગ્રામીણ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એન બાલુ નાયકે જણાવ્યું હતું કે, “ભાર્ગવી અને ડેવિડે આરોપ લગાવ્યો હતો કે કૃષ્ણાની હત્યા પાછળ સૈદુલુ, નવીન અને વંશીનો હાથ હતો. કૃષ્ણા વિરુદ્ધ સૂર્યાપેટ ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના બે અને નવીન વિરુદ્ધ આવા જ ચાર કેસ નોંધાયેલા છે. અમે બધા એન્ગલથી તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ગુનેગારોને પકડી લઈશું. ચાર શંકાસ્પદ લોકો ફરાર છે.”
દલિત યુવકને ઓબીસી મિત્રની બહેન સાથે પ્રેમ થયો
નાયકે કહ્યું કે કૃષ્ણા અને નવીન મિત્રો હતા, અને કૃષ્ણા નવીનની બહેન ભાર્ગવીના પ્રેમમાં હતા. નવીનના પરિવારના વિરોધ છતાં બંનેએ લગ્ન કર્યા હતા, બીજી તરફ ભાર્ગવીનો પરિવાર તેના માટે વર શોધી રહ્યો છે. લગ્ન પછી, બંને છેલ્લા છ મહિનાથી મામિલ્લાગડ્ડામાં કૃષ્ણાના ઘરે રહેતા હતા. રવિવારે સાંજે, તેમના કોમન ફ્રેન્ડ બૈરુ મહેશે કૃષ્ણાને ફોન કર્યો અને તે કોઈને પણ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. એ પછી આખી રાત ઘરે પરત નહોતો આવ્યો અને સોમવારે સવારે નદી કિનારેથી કૃષ્ણાની લાશ મળી આવી હતી.
આ પણ વાંચો: મેલી વિદ્યાની શંકાએ ટોળાએ બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી મારી નાખી