પ્રેમની સજા : દલિત યુવકના સાત ટુકડા કરી, ડોલમાં ભરીને ગટરમાં ફેંકી દીધાં
યુવક-યુવતી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. લગ્ન કરવા માંગતા, પણ યુવતીના ભાઈએ દલિત યુવકની હત્યા કરી લાશના 7 કટકા કરી ફેંકી દીધી.
Dalit Lives Matter : મુંબઈમાંથી એક દલિત યુવકની હત્યાનો હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાથી યુવકનો પરિવાર અને આખું ગામ ચોંકી ગયું છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે. ઘટના 31મી ઓક્ટોબરની છે, જ્યારે મોહમ્મદ સત્તાર નામના યુવકે 21 વર્ષના રઘુનંદન પાસવાનને તેના ઘરે બોલાવ્યો અને તેની બહેન સાથે તેને પ્રેમ છે કે નહીં તે કન્ફર્મ કર્યા બાદ તેની ઘાતકી રીતે હત્યા કરી નાખી.
યુવકના શરીરના 7 ટુકડા કરી નાખ્યા
દલિત યુવકે જ્યારે સ્વીકાર્યું કે મોહમ્મદની બહેન સાથે તેને પ્રેમ છે અને તે પણ તેને પ્રેમ કરે છે અને બંને લગ્ન કરવા માંગે છે. એ પછી મોહમ્મદ સતારે તેના સાથીઓ સાથે મળીને દલિત યુવક રઘુનંદન પાસવાનની નિર્દયતાથી હત્યા કરી નાખી. એટલું જ નહીં હત્યા બાદ રઘુનંદનની લાશના છરી વડે 7 ટુકડા કરી તેની પેઈન્ટની ખાલી ડોલમાં ભરીને ગોરાઈના નિર્જન વિસ્તારમાં ફેંકી દીધા. મળતી માહિતી મુજબ યુવતીનો ભાઈ મુંબઈમાં બકરાં વેચવાનું કામ કરે છે.
સોશિયલ મીડિયામાં ઘટના વાયરલ
આ સમગ્ર કેસમાં પોલીસે ગુનેગાર મોહમ્મદ સતારની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ તેણે રઘુનંદનના મિત્ર સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની એક તસવીર વાયરલ થઈ છે. એ તસવીર દલિત યુવકના જમણા હાથની છે જેના પર ટેટૂમાં RA લખેલું છે. દલિત યુવકના પિતા જિતેન્દ્ર પાસવાને તેમના પુત્રના શરીરને આ ટેટૂ પરથી ઓળખી કાઢ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “મેં તેને તેના જમણા હાથ પરના “RA” ટેટૂથી ઓળખ્યો હતો. આમાં R રઘુનંદનનો હતો અને A તેની ગર્લફ્રેન્ડના નામનો શરૂઆતનો અક્ષર હતો. જિતેન્દ્ર પાસવાને જણાવ્યું કે તેના પુત્રને પહેલા પણ યુવતીના ભાઈઓ તરફથી ખતરો હતો, તેમણે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બિહારના ગામમાં પ્રેમ કહાની શરૂ થઈ હતી
દલિત યુવક રઘુનંદન અને યુવતી બંને બિહારના દરભંગા જિલ્લાના મણિગાછીના રહેવાસી છે. રઘુનંદન દરભંગાની હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. આ જ ગામમાં રહેતી એક મુસ્લિમ યુવતી તેની ભાભીની સારવાર માટે તે હોસ્પિટલમાં જતી હતી. અહીંથી જ રઘુનંદન અને યુવતી વચ્ચેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. યુવતીનો પરિવાર આ પ્રેમ સંબંધની વિરુદ્ધ હતો. આ મામલે હોબાળો થયો તેથી એક પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રઘુનંદનને પુણે મોકલી દેવામાં આવ્યો હતો.
યુવતનો પરિવાર આઘાતમાં
જો કે વાત આટલેથી અટકી નહોતી. યુવતીના ભાઈ મોહમ્મદ સતારે રઘુનંદનને મીરા-ભાયંદર બોલાવ્યો અને તેની હત્યા કરી લાશના 7 ટુકડા કરી ઓટોમાં ભરીને અંધારામાં ફેંકી દીધા હતા. દલિત છોકરો અને મુસ્લિમ છોકરી બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ દલિત-મુસ્લિમ વચ્ચેની લડાઈમાં યુવકે જીવ ગુમાવ્યો અને યુવતીએ તેનો પ્રેમ ગુમાવ્યો. રઘુનંદનની આ ઘાતકી હત્યાએ માત્ર તેના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર ગામને આઘાત ધકેલી દીધું છે.
આ પણ વાંચોઃ ડો.આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર હતા, તો દલિતો મુસ્લિમ હોતઃ કોંગ્રેસ નેતાનો બફાટ