11 વર્ષની ઉંમરે લકવો થઈ ગયો હતો, એ દલિત દીકરીએ દેશનું રામ રોશન કર્યું

પેરિસ પેરાલિમ્પિકમાં સળંગ બે ગોલ્ડ મેડલ જીતનારી દલિત સમાજની દીકરી અવની લેખરાનો સંઘર્ષ અનેક લોકોને પ્રેરણા આપે તેવો છે.

11 વર્ષની ઉંમરે લકવો થઈ ગયો હતો, એ દલિત દીકરીએ દેશનું રામ રોશન કર્યું
image credit - Google images

Avni Lekhra's struggle: દલિત સમાજમાંથી આવતી અવની લેખરા(Avni Lekhra)એ પેરિસ પેરાલિમ્પિક્સ 2024(Paris Paralympics 2024)માં ગોલ્ડ મેડલ(Gold Medal) જીતીને ઈતિહાસ રચી દીધો છે. તે સતત બે પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ(First Indian female athlete) બની ગઈ છે.

ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં શાનદાર શરૂઆત કરી છે. ભારતની અવની લેખારા (The Golden Girl) એ પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલ(10 meter air rifle) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને સતત બીજી વખત ઓલિમ્પિક સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલા તેણે ટોક્યો પેરાલિમ્પિક(Tokyo Paralympics)માં પણ આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસમાં તેણે નવો રેકોર્ડ બનાવ્યો અને મહિલાઓની 10 મીટર એર રાઈફલ SH1 ઈવેન્ટમાં પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

અવની લેખા ભારતીય રમતગમત ક્ષેત્રની ઉભરતી સ્ટાર છે. પોતાના દૃઢ નિશ્ચય અને મહેનતથી તેણે રમતગમતની દુનિયામાં એક નવો દાખલો બેસાડ્યો છે, પરંતુ તેની સફર આસાન રહી નથી. તેની સંઘર્ષ યાત્રાએ સાબિત કર્યું છે કે મુશ્કેલ પરિસ્થિતિ છતાં સમર્પણ અને મહેનતથી અસાધારણ સિદ્ધિઓ મેળવી શકાય છે.

અવનીની સફળતા પાછળ ઘણાં વર્ષોની મહેનત અને જુસ્સો છે. તેની સફર ઘણી મુશ્કેલ રહી છે. પણ તેનો સંઘર્ષ અને સફળતાની કહાની પ્રેરણાદાયી છે, જે દર્શાવે છે કે મુશ્કેલ સંજોગોમાં પણ મજબૂત મનોબળ અને સખત મહેનતથી મોટી સિદ્ધિઓ મેળવી શકાય છે. તો ચાલો જાણીએ અવની લેખરાની સંઘર્ષ કહાની.

આ પણ વાંચો: Sheetal Devi: ખેતમજૂર માતાપિતાની આ દીકરીનો સંઘર્ષ વાંચ્યાં બાદ તમે જીવનમાં નાનીમોટી સમસ્યાઓની ફરિયાદ નહીં કરો!

અવની લેખરા રાજસ્થાનના જમવારામગઢ(Jamwaramgarh)ના દીપપુરા(Deeppura) ગામની વતની છે. તે દલિત સમાજમાંથી આવે છે. 2012 માં એક ગંભીર માર્ગ અકસ્માતે તેનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. આ અકસ્માતમાં તેને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી અને વ્હીલચેરનો આશરો લેવો પડ્યો હતો. 11 વર્ષની નાની ઉંમરે આવી મુશ્કેલી અને આઘાત સહન કરવું સહેલું ન હતું, પરંતુ હાર માનવાને બદલે અવનીએ હિંમત અને નિશ્ચય સાથે પોતાની લડાઈ ચાલુ રાખી.

પેરાપ્લેજિયા(Paraplegia)નો ભોગ બનેલી અવનીએ આ મુશ્કેલ સમયમાં હિંમત ગુમાવી દીધી હતી અને તે પોતાના રૂમમાંથી બહાર પણ ન હોતી આવતી. પરંતુ તેના પરિવારે તેને નવજીવન આપ્યું. ખાસ કરીને તેના પિતાએ તેને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રેરિત કરી અને મજબૂત સમર્થન આપ્યું, જેના કારણે અવનીએ ધીમે ધીમે તેની મુશ્કેલીઓ પર કાબૂ મેળ્યો અને રમતગમતમાં આગળ વધી.

અવની 2015માં અભિનવ બિન્દ્રાની સિદ્ધિઓથી પ્રેરિત થઈને શૂટિંગમાં લાગી ગઈ. તેની સખત મહેનત અને પ્રતિભા તેને ટૂંક સમયમાં સફળતા તરફ દોરી ગઈ, અને તે માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જીતી ગઈ. અવનીએ ઈતિહાસ રચ્યો અને જુનિયર અને સિનિયર લેવલે વર્લ્ડ રેકોર્ડ બનાવીને પોતાની ઓળખ બનાવી.

અવની લેખરાએ 2015માં ટ્રેનિંગ શરૂ કરી હતી અને પોતાની પ્રથમ રાજસ્થાન સ્ટેટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ પછી તેણે સતત સફળતા તરફ આગળ વધવાનું ચાલું રાખ્યું અને 2016 થી 2020 દરમિયાન નેશનલ ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા. કાયદાની વિદ્યાર્થિની અવનીએ જાપાનના ટોક્યોમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલા એથ્લેટ બની હતી.

રમતગમત પ્રત્યે ઊંડો શોખ ધરાવતી અવની લેખરાએ તેના વ્યસ્ત તાલીમ કાર્યક્રમ છતાં અભ્યાસ ચાલુ રાખ્યો. તેણે રાજસ્થાન યુનિવર્સિટીમાં 5 વર્ષના લો ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન લીધું હતું, જે તેની કુશળતા અને કંઈપણ કરી છુટવાના ઝનૂનને દર્શાવે છે. અવનીનું નામ દુનિયાભરમાં ત્યારે ચમક્યું, જ્યારે તે 2020ના પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી હતી.

અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં એક જ ઈવેન્ટમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણીએ શૂટિંગમાં ગોલ્ડ અને પછી બ્રોન્ઝ મેડલ જીત્યો, તે જ ઈવેન્ટમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પેરાલિમ્પિયન બની. તેની મહાન સિદ્ધિનો પડઘો દેશભરમાં સંભળાયો. આ સફળતા માટે અવનીને પદ્મશ્રી અને ખેલ રત્ન જેવા પ્રતિષ્ઠિત અને મોટા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવી છે.

આ પણ વાંચો: બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Pankaj bhai H. Solanki
    Pankaj bhai H. Solanki
    Very good, Congratulations Ben Avni Lekhra
    7 months ago