કોલેજ જતી દલિત સગીરાનું અપહરણ કરી ટ્રક ડ્રાઈવરે બળાત્કાર ગુજાર્યો

સગીરાએ ફરિયાદ નોંધાવતા આરોપી વિરુદ્ધ પોક્સો, એસસી-એસટી એક્ટ સહિતની કલમો હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. આરોપી પકડાઈ ગયો છે.

કોલેજ જતી દલિત સગીરાનું અપહરણ કરી ટ્રક ડ્રાઈવરે બળાત્કાર ગુજાર્યો
પ્રતિકાત્મક તસવીર Image credit - google Images

Dalit minor girl rapped : ઉત્તરાખંડના ચંપાવતમાં એક ટ્રક ડ્રાઈવરે કથિત રીતે એક સગીર દલિત વિદ્યાર્થીનીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં મળેલી ફરિયાદના આધારે પોલીસે BNS અને POCSO એક્ટની કલમો હેઠળ એફઆઈઆર નોંધી આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, આરોપ છે કે શનિવારે ચંપાવતમાં એક ટ્રક ડ્રાઈવરે એક દલિત સગીર વિદ્યાર્થિનીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે મોડી રાત્રે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ પોક્સો, બળાત્કાર અને એસસી/એસટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસના મીડિયા સેલ પાસેથી મળેલી માહિતી અનુસાર, ચંપાવત વિસ્તારના રહેવાસી એક વ્યક્તિએ શનિવારે સાંજે પોલીસને જાણ કરી કે તેની 17 વર્ષની પુત્રી, જે એક કોલેજ સ્ટુડન્ટ છે, સવારે 4 વાગે કોઈને જાણ કર્યા વગર ઘરની બહાર નીકળી ગઈ હતી. સાંજે ઘરે પરત ફરતાં પુત્રીએ તેની સાથે બળાત્કાર થયો હોવાની માહિતી આપી હતી.

વિદ્યાર્થિનીએ જણાવ્યું કે ખીરદ્વારીમાં રહેતો ટ્રક ચાલક નરેશ સિંહ તેને લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હતો અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. પીડિત વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ પર પોલીસે આરોપી ડ્રાઈવર નરેશ સિંહ વિરુદ્ધ BNSની કલમ 137(2)/64 અને 3/4, POCSO અને 3(2)(V) A SC ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી ડ્રાઈવર નરેશની શનિવારે મોડી રાત્રે ધૌન નજીકથી ધરપકડ કરી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

પોલીસે જણાવ્યું કે સગીરાનું અપહરણ કેવી રીતે થયું તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. એસપી અજય ગણપતિએ જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દલિત બાળકીને ચોકલેટની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો, હાલત ગંભીર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.