નશામાં ધૂત પોલીસવાળો મધરાતે દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો....
પોતાના ત્રણ બાળકો સાથે એકલી રહેતી મહિલાનો લાભ ઉઠાવવા ગયેલા પોલીસવાળાને જો કે મહિલાએ બરાબરનો પાઠ ભણાવ્યો હતો.
યુપીના કન્નૌજમાં એક દારૂના નશામાં ધૂત કોન્સ્ટેબલ અડધી રાત્રે એક દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યાં તેણે મહિલા સાથે એવું કામ કર્યું કે બીજા દિવસે એસપીએ આરોપી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો.
આરોપ છે કે દારૂના નશામાં કોન્સ્ટેબલ અડધી રાત્રે એક દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. અહીં તેણે મહિલા સાથે ખરાબ વર્તન કર્યું અને તેને માર માર્યો. જ્યારે ગામલોકો મહિલાને બચાવવા આવ્યા તો કોન્સ્ટેબલે તેમની સાથે પણ દુર્વ્યવહાર કર્યો. મહિલાએ આ અંગે બીજા દિવસે એસપીને ફરિયાદ કરી હતી. આરોપીઓ સાચા જણાતા એસપીએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
કોન્સ્ટેબલની બરતરફીના સમાચારથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના તલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ડાયલ 112 પીઆરવીનો પોલીસ કોન્સ્ટેબલ ઉમેશ ચંદ્ર રવિવારે રાત્રે દારૂના નશામાં શહેરના એક વિસ્તારમાં રહેતી એક દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. મહિલા તેના બે બાળકો સાથે ઘરે એકલી છે. કોન્સ્ટેબલે તેના પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને મહિલા સાથે ખરાબ વર્તન શરૂ કર્યું હતું.
જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો કોન્સ્ટેબલે તેને માર મારવાનું શરૂ કર્યું. જ્યારે મહિલાએ રાડો પાડવી શરૂ કરી તો લોકો દોડીને તેના ઘરે પહોંચ્યા અને કોન્સ્ટેબલની હરકતોનો વિરોધ કર્યો. ભીડ જોઈને કોન્સ્ટેબલે લોકો સાથે પણ દુર્વ્યવહાર શરૂ કર્યો, જેનાથી ઉશ્કેરાયેલા લોકોએ કોન્સ્ટેબલને મારવાનું શરૂ કરી દીધું. ટોળાંથી બચવા દોડતી વખતે કોન્સ્ટેબલ ચબૂતરા પરથી પડી ગયો અને ઘાયલ થયો.
જ્યારે આ મામલો એસપી અમિત કુમાર આનંદના ધ્યાન પર આવ્યો તો તેમણે સમગ્ર ઘટનાની તપાસ કરાવી. પોલીસ તપાસ દરમિયાન મહિલાએ કરેલા આક્ષેપો સાચા સાબિત થયા હતા. એ પછી એસપીએ કોન્સ્ટેબલ ઉમેશ ચંદ્રને બરતરફ કરી દીધો હતો. કન્નૌજના એસપી અમિત કુમાર આનંદે કહ્યું- કોન્સ્ટેબલે દલિત મહિલા સાથે ખરાબ વર્તન કર્યું તેથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચો: "સાડી ઉતાર અને શોર્ટ્સ પહેરી લે..." દલિત મહિલાના પોલીસ પર આરોપ