ઉનાકાંડ જેવી ઘટનાઃ દલિત યુવકને નગ્ન કરી વાહન પાછળ બાંધી ફેરવ્યો

માથાભારે તત્વોએ યુવકને વીજળીના થાંભલા સાથે બાંધી ચંપલથી મારી શરીર પણ ગોબર રેડ્યું હતું. એટલું જ નહીં, પોલીસ કસ્ટડીમાં પણ તેને માર્યાનો આક્ષેપ લાગ્યો છે.

ઉનાકાંડ જેવી ઘટનાઃ દલિત યુવકને નગ્ન કરી વાહન પાછળ બાંધી ફેરવ્યો
image credit - Google images

એકબાજુ દેશમાં બંધારણના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે, બીજી તરફ દેશમાં જાતિવાદીઓ કાયદો વ્યવસ્થાના કશાય ડર વિના જાણે મનુસ્મતિનું સાશન પ્રવર્તમાન હોય તેવ વર્તી રહ્યાં છે. દરરોજ દેશના લગભગ દરેક રાજ્યમાં, જ્યાં પણ દલિતોની વસ્તી છે, ત્યાં તેમના પર કોઈને કોઈ પ્રકારે અત્યાચાર થયાના સમાચાર આવતા રહે છે. આમાંના જૂજ સમાચારો મીડિયાની નજરમાં આવતા લોકો સુધી પહોંચે છે. બાકીના મોટાભાગના સમાચારો મનુમીડિયાને કારણે દબાણી દેવામાં આવે છે. કમનસીબે દલિતો હજુ પણ પોતાના સ્વતંત્ર મીડિયાને લઈને ગંભીર નથી. જેના કારણે તેમની સમસ્યાઓ અને અવાજની લોકતંત્રમાં કોઈ કિંમત નથી. પરિણામે તેમના પર અત્યાચારની ગમે તેટલી મોટી ઘટના બને તો પણ ન્યાય માટે વલખાં મારવા પડે છે. જ્યારે એજ અત્યાચાર કોઈ સવર્ણ સમાજની વ્યક્તિ સાથે થાય ત્યારે મીડિયા આખો દેશ માથે લઈ લે છે અને ન્યાયની માગણી કરવા લાગે છે.

આ આખો ઘટનાક્રમ એ હદે રૂટિન બની ચૂક્યો છે કે, હવે દલિતો, આદિવાસીઓ, ઓબીસી કે લઘુમતી સમાજના લોકોને પણ જાણે તેની કોઈ અસર નથી થતી. તેનું તાજું ઉદાહરણ આ ઘટના છે, જેમાં ઉનાકાંડની જેમ જ એક દલિત યુવકને માથાભારે તત્વોએ નગ્ન કરીને વાહન પાછળ બાંધીને રસ્તા પર ફેરવ્યો હોવા છતાં મુખ્યધારાના મીડિયામાં તેની નાનકડી નોંધ સુદ્ધાં લેવાઈ નથી.

મામલો આંધ્રપ્રદેશના સત્યસાંઈ જિલ્લાના નરસિમ્પલી ગામનો છે. અહીં માથાભારે તત્વોએ એક 24 વર્ષીય દલિત યુવક અંજનેયુલુને વીજળીના થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેને જાહેરમાં નગ્ન કરી જાતિસૂચક ગાળો ભાંડી રસ્તા પર ફેરવ્યો હતો. આટલેથી પણ તેમનું મન ન ભરાતા તેના જૂતાથી માર મારી માથે છાણથી રેડીને ગંદો કરી મૂક્યો હતો.

આ પણ વાંચો: "હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર

મળતી માહિતી મુજબ યુવક પર આરોપ હતો કે તે અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ થઈ જતા બંને ભાગી ગયા હતા. યુવતીનો પરિવાર તેને શોધી રહ્યો હતો અને બંને પારિગી મંડળના ઉટુકુરુ ગામમાંથી શોધી કાઢ્યા હતા. ત્યાંથી બંનેને બળજબરીથી નરસિમ્પલ્લી પાછા લાવ્યા, જ્યાં ગુરુવારે આ ઘટના બની હતી.

છોકરીના સંબંધીઓએ ગામલોકોની સાથે મળીને અંજનેયુલુ પર હુમલો કર્યો, તેને નગ્ન કરી વાહન સાથે બાંધી શેરીઓમાં ફેરવ્યો. આટલેથી પણ આરોપીઓનું મન ન ભરાતા તેને વીજળીના થાંભલા સાથે બાંધી જૂતાથી માર મારવામાં આવ્યો અને માથે ગાયનું છાણ રેડી ગંદો કરી દીધો જાતિસૂચક ગાળો ભાંડી હતી.

મડિગા અનામત પોરાટા સમિતિ (MRPS) ના નેતાઓના હસ્તક્ષેપ બાદ SC/ST એક્ટ હેઠળ સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. દરમિયાન, છોકરીના પિતાએ અંજનેયુલુ વિરુદ્ધ પોક્સો હેઠળ કેસ દાખલ કર્યો હતો.

દલિત યુવક અંજનેયુલુની બહેન અનીતાએ જણાવ્યું હતું કે, "તેમણે મારા ભાઈ પર હુમલો કર્યો. તેને આ લોકો બળજબરીથી ગાડીમાં લઈ આવ્યા હતા અને પછી તેને નગ્ન કરીને ગામમાં બધાની વચ્ચે મારવાનું શરૂ કરી દીધું હતું. એ પછી પોલીસે તેને ફરીથી પોલીસ સ્ટેશનમાં માર માર્યો અને તેને સમાધાન કરવા માટે મજબૂર કર્યો. આરોપીઓ મારા ભાઈને જાહેરમાં નગ્ન કરીને માર મારી રહ્યા હતા. છતાં પોલીસે તેમના પર કોઈ પગલાં લીધાં નથી. આ આખી ઘટના પાછળ પોલીસ પણ એટલી જ જવાબદાર છે જેટલા આરોપી ગુનેગાર છે. તેમણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાને બદલે મારા ભાઈને આરોપીઓના હવાલે કરી દીધો હતો. માટે પોલીસ પણ એટલી જ ગુનેગાર છે અને તેમના પર પણ કાર્યવાહી થવી જોઈએ."

બીજી તરફ સત્યસાંઈના એસપી વી રત્નાએ જણાવ્યું હતું કે, "જો યુવક સાથે કસ્ટોડિયલ ટોર્ચર થયાનું સાબિત થશે તો અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે."

આ પણ વાંચો: હવે તો ન્યાય જ અમારી જિંદગીનું લક્ષ્ય છેઃ ઉના કાંડના પીડિત રમેશ સરવૈયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Aj
    Aj
    વિશ્વ ગુરુ ક્યાંથી બંને
    5 months ago
  • Kalyan Rathod
    Kalyan Rathod
    ખરી વાત તો એ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ જો અમાનવીય ઘટનાઓ બનતી હોય તો એના મુખ્ય કારણ સર્વપ્રથમ આપડા જ નેતાઓ છે જે પોત પોતાના પક્ષો નાં ગુલામ બનીને ફક્ત ને ફક્ત પોતાના રોટલા જ શેકી રહ્યા છે બીજી વાત એ છે કે જ્યારે પણ અનુસૂચિત જાતિ કે જનજાતિ નાં વ્યક્તિને લુખાઓ માર મારતાં હોય છે ત્યારે એ ફક્ત વધીને વીસ પચીસ લોકો નાં સમૂહમાં જ હોય છે જ્યારે ભોગ બનનાર પીડિત દલિતો નો આખો સમૂહ હોય છે પણ દર વ્યક્તિ ડરપોક ની જેમ જોયા કરે છે માટે ગુલામો ક્યારેય આઝાદ થવાના નથી આપડે કાયદા થી અને શારીરિક ક્ષમતા થી અને એક જૂટ થઈને જ આવા મનું વાદીઓ નો સામનો કરી શકીશું અસ્તુ
    5 months ago