કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બુકી સાથે લગ્ન કરી લીધાં?
કબરાઉ ધામના બાપુની દીકરીનું પહેલા અપહરણ થયાની વાત ઉડી હતી,પણ હવે તેણે રાજીખુશીથી લગ્ન કરી લીધાં હોવાનું સામે આવ્યું છે ત્યારે શું થશે?

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે કચ્છના ભચાઉમાં આવેલા મોગલ ધામ કબરાઉના બાપુને ન ઓળખતી હોય. તેમના વીડિયોમાં તેઓ લોકોને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને ચાલવાની સલાહ આપે છે અને તેમની માનતાના પૈસા પરત આપીને બહેન દીકરીઓમાં વહેંચી દેવાની વાત કરતા દેખાતા હોય છે. આવા અનેક વીડિયોની રિલ્સ સોશિયલ મીડિયામાં ફરી રહે છે.
આ મોગલ ધામ કચ્છના ભચાઉ પાસે કબરાઉમાં આવેલું છે જે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. કબરાઉ ધામના બાપુની દીકરીનું થોડા દિવસ પહેલા અપહરણ થયું હોવાની વાત સામે આવી હતી. પણ હવે તેમાં અણધાર્યો ટ્વિસ્ટ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે બાપુની પુખ્ય વયની દીકરીએ ભૂજના એક બૂકી સાથે કાયદેસર રીતે લગ્ન કરી લીધાં છે અને તેના ફોટા તથા સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. હાલ પોલીસ બાપુની દીકરી અને યુવકને વલસાડથી પકડીને ભચાઉ લઈને આવી રહ્યાં છે ત્યારે પોલીસ તેમની સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરે છે તે જોવાનું રહેશે.
કચ્છ (Kutch)ના ભચાઉ (Bhachau) તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાઉ (Kabrau) ના બાપુની પુખ્ત વયની દીકરીને ભૂજનો એક બુકી પાંચ દિવસ પહેલા 25મી નવેમ્બરે ઉઠાવીને લઈ જતા ખળભળાટ મચી ગયો હતો. જો કે હવે મળતી માહિતી પ્રમાણે બૂકીએ યુવતી સાથે કાયદેસર લગ્ન કરી લીધા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ ભચાઉ પોલીસની ટીમ તેમને લઈને કચ્છ આવી રહી છે. દીકરીના કુટુંબીજનો પોલીસ સ્ટેશનમાં હાજર છે. બીજી તરફ ભુજથી બુકી યુવાનના ફેમેલી મેમ્બર પણ ભચાઉ જવા રવાના થઇ ગયા છે. અત્યાર સુધી આ મામલામાં એવું લાગતું હતું કે, ભૂજનો બૂકી યુવાન ઓમ ડાભી બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે. પરંતુ જે રીતે બંનેના લગ્ન ફોટા અને મેરેજ સર્ટિફિકેટના ફોટા વાયરલ થઇ રહ્યા છે તેના ઉપરથી એમ લાગે છે કે દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી.
અગાઉ ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમ નોંધને પગલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે બંનેને પાંચ દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી ગઈ હતી. યુવક ત્રણ વર્ષથી કબરાઉ દર્શન માટે આવતો હતો, એવામાં તેણે બાપુની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લેતા શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સમગ્ર મામલે શરૂઆતથી જ પૂર્વ કચ્છ પોલીસની ભૂમિકા અતિ શંકાસ્પદ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભૂજના બુકી યુવક અને મોગલધામના બાપુની દીકરીના લગ્ન અને તેમને ભચાઉ લઇ આવવા અંગે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે કશું કહેવાનું ટાળ્યું છે.
કચ્છના એક લોકલ ન્યૂઝ પોર્ટલ દ્વારા પૂર્વ કચ્છના SP સાગર બાગમાર, ભચાઉના ડેપ્યુટી એસપી સાગર સાંબડ તેમજ ભચાઉના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રભાઈ સીસોદીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કારણ કે, ભાગેલા બંને યુવક-યુવતી પુખ્ત વયના છે. વળી તેમણે લગ્ન પણ કરી લીધા છે. એટલે સમગ્ર મામલે હવે પોલીસનું વલણ કેવું રહેશે તે જાણવું જરૂરી હતું. પરંતુ પોલીસે ફોન ન ઉપાડીને ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું.
આ પણ વાંચો: 50 કરોડના ભારતી આશ્રમ પર બાપુએ બાઉન્સરો સાથે કબ્જો મેળવ્યો