LIVE UPDATE: સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકી, રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ...
એસસી, એસટી સમાજ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનની વ્યાપક અસર જોવા મળી રહી છે. જાણો ક્યાં શું થઈ રહ્યું છે.
Bharat Band Live Update:SC-ST અનામતમાં ભાગલા પાડી તેમાં ક્રીમીલેયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોના ચૂકાદા સામે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે.
ગુજરાતમાં સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોએ ફાટક પર વિરોધ પ્રદર્શન કરીને ટ્રેન અટકાવી દીધી હતી. તો ઉત્તરપ્રદેશમાં પણ પ્રદર્શનકારીઓ જહાનાબાદ પાસે ટ્રેનના પાટા પર બેસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે. અહીં અનેક જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પટનામાં બંધના સમર્થનમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો બેરિકેડ તોડીને આગળ વધી રહ્યા હતા, ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
રાજસ્થાનના જયપુરમાં સાવચેતીના પગલારૂપે શાળાઓ અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યાં છે.
અજમેરમાં ભારત બંધની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અહીંના રસ્તાઓ સુમસામ છે. બજારો બંધ છે.
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આ દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું છે. જેએમએમએ તેના તમામ નેતાઓ, જિલ્લા પ્રમુખો, સચિવો અને જિલ્લા સંયોજકો આ હડતાળમાં ભાગ લઈ રહ્યાં છે.
આગ્રામાં બસપાના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે અને દુકાનો બંધ કરાવી હતી. અન્ય એક ઘટનામાં પ્રદર્શનકારીઓએ આરા, દરભંગામાં ટ્રેન રોકી રેલવે ટ્રેક પર બેસી ગયા છે.
આ પણ વાંચો: જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?
જહાનાબાદમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પટના મહેન્દ્રુ વિસ્તારના પ્રદર્શનકારીઓ તેમની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. સમર્થકોએ NH-83ને બ્લોક કરી દીધો છે.
રાજસ્થાનના 4 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ
ભરતપુર વિભાગના 4 જિલ્લાઓ (ભરતપુર, કરૌલી, સવાઈ માધોપુર અને ડીગ-કુમ્હેર)માં નેટ બંધ કરવામાં આવ્યું છે. જયપુર સહિત 16 જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. આજે ત્રણ યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવશે.
રાજસ્થાનના પાટનગર જયપુરમાં ભારત બંધની અસર સંપૂર્ણ રીતે જોવા મળી રહી છે. તમામ દુકાનો બંધ છે. જયપુર સહિત રાજ્યના 13 જિલ્લામાં સ્કૂલો, કોલેજો અને કોચિંગ બંધ છે. ભરતપુર અને દૌસા જિલ્લામાં પણ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. દવાઓ, દૂધ અને મેડિકલ સેવાઓને ચાલુ રાખવામાં આવી છે. અજમેરમાં ભારત બંધની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અહીંના રસ્તાઓ સુમસામ છે. બજારો બંધ છે.
આગ્રામાં બસપાના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા
આગ્રામાં મોટી સંખ્યામાં બસપા કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ધનૌલીમાં પ્રદર્શનકારીઓ દ્વારા બજાર બંધ કરાવવામાં આવી રહ્યા છે. લોકો કલેક્ટર કચેરી તરફ જઈ રહ્યા છે. બસપાના જિલ્લા અધ્યક્ષ વિમલ કુમારે કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી વતી તમામ પાર્ટી કાર્યકર્તાઓને ભારત બંધને સમર્થન આપવા સૂચના આપવામાં આવી છે.
ભારત બંધને SPનું સમર્થન
સમાજવાદી પાર્ટીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધને સમર્થન આપ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે અનામત બચાવવા માટેનું જન આંદોલન સકારાત્મક પ્રયાસ છે. આનાથી શોષિત અને વંચિતોમાં ચેતનાની નવી લહેર ઉભી થશે અને અનામત સાથે કોઈપણ પ્રકારની ચેડાં સામે લોકશક્તિનું એક કવચ સાબિત થશે. શાંતિપૂર્ણ આંદોલન એ લોકશાહી અધિકાર છે.
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ પહેલેથી જ ચેતવણી આપી હતી કે બંધારણ ત્યારે જ અસરકારક સાબિત થશે જ્યારે તેનો અમલ કરનારાઓના ઇરાદા સાચા હશે, જ્યારે સત્તામાં રહેલી સરકારો અને છેતરપિંડી, કૌભાંડો દ્વારા બંધારણ અને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોનો ગેરઉપયોગ છે, ત્યારે લોકોએ રસ્તા પર ઉતરવું જ પડશે. જન-આંદોલન સરકાર પર અંકુશ લગાવે છે.
રાજસ્થાનના જયપુર, દૌસા, ભરતપુરમાં સ્કૂલોમાં રજા જાહેર
ભારત બંધને ધ્યાનમાં રાખીને જયપુર, દૌસા, ભરતપુર, ગંગાપુર સિટી, ડીગ સહિત પાંચ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ગુડગાંવ, ઝુંઝુનુ અને સવાઈમાધોપુર જિલ્લાની સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
સવાઈ માધોપુરમાં સ્કૂલો-કોલેજો બંધ
ભારત બંધના કારણે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની સરકારી અને પ્રાઈવેટ સ્કૂલો અને કોલેજો બંધ છે. ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે. આ ઉપરાંત કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ, આંગણવાડી અને લાઈબ્રેરી પણ આજે બંધ છે. ભારત બંધના એલાનને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા કલેક્ટર જગદીશ આર્યએ આદેશ જારી કર્યા છે.
બિહારમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા, RJDએ દલિત સંગઠનોને સમર્થન આપ્યું
અનામત મામલે દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આરજેડીએ બિહારમાં બંધને સમર્થન આપ્યું છે. આ દરમિયાન હિંસક પ્રદર્શન થવાની સંભાવના છે. તે જ સમયે, બંધની વચ્ચે, આજે કોન્સ્ટેબલની ભરતીના ચોથા તબક્કા માટે પણ પરીક્ષા છે. આ સ્થિતિમાં કોન્સ્ટેબલની ભરતી માટે 3 લાખ ઉમેદવારોની સાથે સામાન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું '21 ઓગસ્ટ ભારત બંધ'
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Ashok parmarજય ભીમ નમો બુધ્ધાય્ ! ભારત માં દલિત સમાજ ના બની બેઠેલા હમર્દદીઓને ખબર પડવી જોઈએ કે સાચાં હમર્દદી તમે નહીં આખો અમારો સમાજ છે.
-
Chandrakant .m.chauhanLeave