બોરસદના નાપા તળપદમાં ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા હોબાળો

બાબાસાહેબની પ્રતિમા અનાવરણ પહેલા જ ખંડિત થતા રોહિત સમાજ ઉશ્કેરાઈને રસ્તા પર ઉતરી આવ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો.

બોરસદના નાપા તળપદમાં ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા હોબાળો
image credit - khabarantar.com

Dr. Ambedkar statue broken: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તેનું અનાવરણ થાય તે પહેલા જ ખંડિત કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. ઘટનાને લઈને બે જૂથો સામસામે આવી જતા મામલો તંગ બન્યો હતો. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે રાત્રે પોલીસ ખડકી દેવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે મંગળવારે રાત્રે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિની સ્થાપના માટે યુવકો ઓટલો બનાવી રહ્યા હતા. ત્યારે લઘુમતિ સમાજના કેટલાક યુવકોએ આવીને જ્ઞાતિવાચક શબ્દો બોલીને મૂર્તિ ખંડિત કરી પ્રતિમાના સ્થાનના ઓટલાને તોડી નાખતા ગામમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે તંગદીલીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે આણંદ જિલ્લા પોલીસનો કાફલો ગામમાં ખડકાયો હતો. સવારે રોહિત સમાજે સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો હતો. જો કે, બંને સમાજના સમજુ આગેવાનો આ કૃત્યને વખોડી કાઢી સમાધાન કરાવ્યું હતું અને રોહિત સમાજને જગ્યાની ફાળવણી અંગે ઠરાવ કરી આપતા મામલો થાળે પડયો હતો.

લઘુમતી સમાજના નાદાન યુવકોની હરકથી મામલો બિચક્યો
નાપા તળપદ ગામમાં મંગળવારે મોડી રાત્રે પંચાયત દ્વારા ફાળવવામાં આવેલી જમીનમાં રોહિત સમાજના યુવકો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપના માટે ઓટલો બનાવવાની કામગીરી શરૂ કરી હતી. તે સમયે ગામના મુસ્લિમ સમાજના યુવાનો ત્યાં આવ્યા હતા અને રોહિત સમાજના યુવકોને અપશબ્દો તથા જ્ઞાાતિવાચક શબ્દો બોલ્યા હતા. એટલું જ નહીં, પ્રતિમાની સ્થાપના માટે ચણાઈ રહેલો ઓટલો તોડી નાખી મૂર્તિને ખંડિત કરી, ધમકીઓ આપીને ત્યાંથી જતા રહ્યા હતા. 

મોડી રાત્રે લોકોના ટોળાં એકઠા થયા
આ બનાવની જાણ થતાં રાત્રે ૧૧ વાગ્યા બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયાં હતાં અને રોષ ઠાલવ્યો હતો. જેથી જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક નાપા તળપદમાં પોલીસ કાફલો તૈનાત કરી દીધો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવાર સુધી ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. સવારે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ ખડકી દેવાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મુસ્લિમ યુવકો સામે પોલીસ ફરિયાદ કરવા બાબતે રોહિત સમાજના બે જૂથ વચ્ચે અંદરોઅંદર ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પંચાયતે લખાણ કરી આપતા મામલો શાંત પડ્યો
જોકે, ગામના સરપંચ સહિતના અગ્રણીઓએ પંચાયતમાં જઈ સાદા કાગળ ઉપર રોહિત સમાજને જગ્યા ફાળવવા માટેના ઠરાવનું લખાણ કરવામાં આવ્યું હતું. ત્યારે આવું કૃત્ય કરનારા પાસેથી માફીપત્ર લખાવવાની માંગ કેટલાક યુવકોએ કરતા ફરી તંગદીલીનો માહોલ સર્જાયો હતો. 

સમાધાન થતાં પોલીસ ફરિયાદ ન થઈ
આ અંગે પેટલાદ ડીવાયએસપી પી.કે. દિયોરાએ જણાવ્યું હતું કે, ઘટના બન્યા પછી ગ્રામજનોએ સમાધાન માટે અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી. જેથી પંચાયત દ્વારા ઠરાવ કરીને આ જગ્યા રોહિત સમાજને આપી દીધી છે. બંને પક્ષમાં સમાધાન થઈ ગયું હતું અને ગ્રામજનોના પ્રશ્નનો ઉકેલ આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. 

લઘુમતી સમાજના અગ્રણીઓએ યુવાનો વતી હાથ જોડ્યાં
આ મામલે સમાધાનકારી રસ્તો અપનાવી ગ્રામ પંચાયત દ્વારા રોહિત સમાજને જગ્યા ફાળવવામાં આવી હતી. જ્યાં જેસીબીથી સાફસફાઈ કરીને બુધવારે મોડી સાંજે ઓટલો બનાવી બાબાસાહેબની પ્રતિમાની સ્થાપિત કરવામાં આી હતી. દરમિયાન આ કૃત્ય કરનારા યુવકો વતી લઘુતી સમાજના અગ્રણીઓએ રોહિત સમાજની મૌખિક માફી માંગતા મામલો થાળે પડયો હતો.

આ પણ વાંચોઃ દલિત પરિવારની બે સગી બહેનોને 40 દિવસ સુધી ગોંધી રાખી ગેંગરેપ કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Vankar Hasmukhbhai
    Vankar Hasmukhbhai
    Jay bhim
    2 months ago
  • Jeshingbhai
    Jeshingbhai
    આ ગામમાં વરસોથી 'હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ'ની જેમ શાંતિથી રહે છે. એકબીજાના તહેવારોમાં સામેલ થાય છે અને શુભેચ્છા પાઠવે છે. એ જોતાં આ ઘટનામાં વડીલોની વાત માની સમાધાન કર્યું એ સરાહનીય પગલું છે. કારણ કે આ પગલાથી જે લોકો ગામની હિંદુ મુસ્લિમ એકતા અને સંવેદનાને ભંગ કરવાનાં સપનાં જોતાં હતા એમનાં સપનાં અધ્ધરતાલ લટકી પડ્યાં. જોકે જે કોઈ લબરમુછીયાએ આવી હરકત કરી છે એમને અને એમના પરિવારને તેમજ સમગ્ર મુસ્લિમ સમાજને પણ એ વાતની ખાતરી થવી જોઇએ કે હવે પછી ક્યારેય પણ આવો કોઇ કાંકરીચાળો થશે તો એનું પરિણામ સારું નહિ આવે. *જય ભીમ, જય સંવિધાન, જય ભારત*
    2 months ago
  • Jeshingbhai
    Jeshingbhai
    આ ગામમાં વરસોથી 'હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ'ની જેમ શાંતિથી રહે છે. એકબીજાના તહેવારોમાં સામેલ થાય છે અને શુભેચ્છા પાઠવે છે. એ જોતાં આ ઘટનામાં વડીલોની વાત માની સમાધાન કર્યું એ સરાહનીય પગલું છે. કારણ કે આ પગલાથી જે લોકો ગામની હિંદુ મુસ્લિમ એકતા અને સંવેદનાને ભંગ કરવાનાં સપનાં જોતાં હતા એમનાં સપનાં અધ્ધરતાલ લટકી પડ્યાં. જોકે જે કોઈ લબરમુછીયાએ આવી હરકત કરી છે એમને અને એમના પરિવારને તેમજ સમગ્ર મુસ્લિમ સમાજને પણ એ વાતની ખાતરી થવી જોઇએ કે હવે પછી ક્યારેય પણ આવો કોઇ કાંકરીચાળો થશે તો એનું પરિણામ સારું નહિ આવે. *જય ભીમ, જય સંવિધાન, જય ભારત*
    2 months ago