નેહાકુમારીની મુશ્કેલી વધી: રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગે DGP પાસે રિપોર્ટ માંગ્યો

મહીસાગરના જાતિવાદી કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીમાં વધારો થયો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે મોટી કાર્યવાહી કરી છે.

નેહાકુમારીની મુશ્કેલી વધી: રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગે DGP પાસે રિપોર્ટ માંગ્યો
image credit - Google images

મહીસાગરના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગ બાબતે કોમેન્ટને લઈને આગામી 6 ડિસેમ્બરે આંદોલન થવા જઈ રહ્યું છે, ત્યારે આંદોલન અગાઉ નેહાકુમારી સામે વધુ એક નવી સમસ્યા આવી છે. જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા DGPને નોટિસ મોકલીને 15 દિવસની અંદરમાં સમગ્ર ઘટનાનો એક્શન ટેકન રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. 

સમગ્ર મામલે એક અરજદાર સંજય પરમારે  રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નેહા કુમારી સામે એટ્રોસિટી એક્ટ સહિત માનવ અધિકાર હનન જેવા ગંભીર આરોપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા કાર્યવાહી કરતા ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ને નોટિસ મોકલવામાં આવી છે. જેમાં ડીજીપીએ સમગ્ર ઘટના અંગે 15 દિવસની અંદરમાં આયોગને એક્શન ટેકન રિપોર્ટ મોકલવા જણાવ્યું છે.

મામલો શું છે?

મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની સમક્ષ જાહેર પ્રશ્નો બાબતે વાર્તાલાપમાં નાગરિકો સાંભળી શકે તે રીતે તિરસ્કાર અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેમાં નેહાકુમારીએ 'ચપ્પલ ખોલ કે મારને જેસી હૈ' જેવા શબ્દોથી અનુસૂચિત જાતિના અરજદારનું અપમાન કર્યું હતું. આ મામલે દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને દલિતો દ્વારા વિરોધ નોંધાવી રહ્યાં છે. સમગ્ર મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આગામી છઠ્ઠી ડિસેમ્બરના રોજ લુણાવાડા ખાતે મોટો કાર્યક્રમ આયોજિત કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઇલ કરવા માટે કરાય છે : મહીસાગર કલેક્ટર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • કંથારિયા રાજેશ ઠાકોર
    કંથારિયા રાજેશ ઠાકોર
    Very bad behaviour collecter
    5 months ago