રામોદ ખાતે સ્મશાનમાં બંધારણના સોગંધ સાથે બૌદ્ધિવિધિથી લગ્ન યોજાયા
રાજકોટના રામોદમાં આજે સ્મશાનમાં લગ્ન યોજાયા હતા. વરકન્યાએ ઊંધા ફેરા ફરી, દેશના બંધારણના સોગંધ લઈને બૌદ્ધવિધિથી લગ્ન કર્યા હતા.
રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામમાં યોજાયેલા લગ્ન આજે ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અહીં લગ્નમાં સપ્તપદીના સ્થાને બંધારણના સોગંધ લેવાયા હતા, ભૂત-પ્રેતના વેશમાં કન્યાપક્ષે જાનનું સ્વાગત કર્યું હતું. રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને તોડીને સ્મશાનમાં વરરાજા અને જાનૈયા સહિત પરિવારને ઉતારો આપી, કુરિવાજોને તિલાંજલિ આપી હતી.
રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થયા હતા. જેમાં કમર કોરડા ગામથી રામોદ ખાતે જાનનું આગમન થયું હતું. આ જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો અને લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા જોયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા. લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓએ ભૂત-પ્રેત બની કાળા વસ્ત્રો ધારણ કરીને કર્યું હતું. સાથે વરકન્યાએ લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણનાં સોગંદ લીધા હતા. આમ જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ લગ્ન સમજણપૂર્વક લગ્ન સમારોહ યોજીને અંધશ્રદ્ધાનાને નેસ્ત નાબૂદ કરવા અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો.
આ પણ વાંચો:કચ્છમાં પહેલીવાર બહુજન સમાજની મહિલાઓ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાશે
વરરાજાની જાન કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવી હતી. જેમા વરરાજા જયેશભાઇનું સ્વા ગત રામોદની કન્યાાઓએ ડીજેના તાલે ભૂત-પ્રેતના પરિધાનમાં સરઘસ કાઢીને કર્યું હતું. વર-કન્યાનની લગ્ન વિધિ બૌધ્ધ ધર્મ પ્રમાણે કરાઈ હતી અને મુર્હુત-ચોઘડીયાને ફગાવી બંનેએ ઊંઘા ફેરા ફરી ભારતના બંધારણના શપથ લીધા હતા.
આ પણ વાંચો:રેશનાલિસ્ટોની મહેનત ફળીઃ કાળી ચૌદશનો ડર છોડી અમદાવાદના સ્મશાનમાં 4000થી વધુ બહુજનો ઉમટી પડ્યાં
આજે વિજ્ઞાન જાથાની ટીમે રામોદ ગામે પહોંચીના આ ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કર્યું હતું. પ્રારંભમાં સવારે 9 થી 10 વાગ્યા સુધી સદીઓ જૂની માન્યતાનું ખંડન કરી જાનને સમશાનમાં ઉતારો અપાયો હતો. આ સિવાય પણ બીજા અનેક એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં અંધશ્રદ્ધાનો છેડ ઉડી જતો હતો. કન્યા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકીકતથી વાકેફ કરાયા હતા. ઉપસ્થિત સૌ કોઈને કાળી વસ્તુ, કાળું વસ્ત્ર જ જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે, હકિકત નથી તેમ સમજાવવા માટે જાનનું સ્વાગત કાળા વસ્ત્રો પહેરીને કરવામાં આવ્યું હતું. મૂહુર્ત-ચોઘડિયા વગેરે માણસે બનાવેલા છે અને તેને કુદરત-પ્રાકૃતિક નિયમો સાથે કશી લેવા-દેવા નથી તે લોકોને સમજાવાયું હતું.
આ પણ વાંચો:આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં
યુવતીના પિતાના કહેવા મુજબ કે માન્યતાઓનું ખંડન કરવાનાં પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે. સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે. હાલ આ લગ્ન સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યાં છે.
આ પણ વાંચો:રાજકોટના રામોદમાં વરકન્યા ઊંધા ફેરા ફરી સ્મશાનમાં લગ્ન કરશે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Ketan TssNicr
-
Sureshbhai Patilગુજરાતની મોટી ખ્યાતનામ મિડીયા નહીં બતાવે કારણ કે સફેદ બગલાઓનો ધંધો ચોપટ થઈ જાય અને બતાવે તો સફેદ બગલાઓ મિડીયા મનો વિરોધ કરે જેવી રીતે આમીરખાનનો કર્યો હતો
-
Pankajbhai H. SolankiSamaj ma Andhsrdhh Dur krvano prayog gnoj aakar dayak, khub saras, Aabhar