ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીમાં હવે 8 નહીં, 25 ગણાં ઉમેદવારોને બોલાવાશે

ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી પરીક્ષા મામલે ભારે વિવાદ બાદ સરકારનું વલણ બદલાયું છે. હવે શારીરિક કસોટીમાં કુલ જગ્યાના 8 ગણાને બદલે 25 ગણા ઉમેદવારોને બોલાવાશે.

ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીમાં હવે 8 નહીં, 25 ગણાં ઉમેદવારોને બોલાવાશે
image credit - Google images

રાજયમાં વન વિભાગ દ્વારા તાજેતરમાં વન રક્ષક (બીટ ગાર્ડ)ની 823 જગ્યાની ભરતી માટે સીબીઆરટી પધ્ધતિ મુજબ પરીક્ષા લીધી હતી. જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. તેમાં પણ સરકાર દ્વારા કુલ જગ્યાના આઠ ગણા ઉમેદવારોને શારીરિક કસોટીમાં બોલાવવા મામલે પણ વિવાદ સર્જાયો છે. ત્યારે મુખ્યમંત્રી સ્તરે ચર્ચા કરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વન રક્ષકની કુલ જગ્યાના 25 ગણા ઉમેદવારોને શારીરિક કસોટીમાં બોલાવાશે. તેમજ ઉમેદવારોના ગુણ પણ જાહેર કરવામાં આવશે.  

રાજ્યના વન વિભાગમાં ખાલી પડેલી વન રક્ષક (બીટ ગાર્ડ)ની 823 જેટલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે તાજેતરમાં પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન રક્ષકની ભરતી પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં કટ ઓફ માર્કને લઈને વિવાદ સર્જાયો હતો. જેમાં પાસ થયેલા ઉમેદવારોને જ તેમના ગુણની જાણ કરાઇ હતી. એટલે કે, પરિણામ સાર્વજનિક કરાયું ન હતું. જેના કારણે ઉમેદવારોમાં ભારે નારાજગી પ્રસરી હતી. એટલું જ નહીં, વન રક્ષક પરીક્ષાના ઉમેદવારો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આંદોલન ચલાવી રહ્યા છે.

વન રક્ષક ભરતીના ઉમેદવારોના આંદોલનને લઈને રાજ્ય સરકારના વલણમાં નરમાશ આવી છે. વન રક્ષક ભરતી માટે ઉમેદવારોની માંગ અંગે મુખ્યમંત્રી કક્ષાએ ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા આજે વન રક્ષક ભરતીના ઉમેદવારોના હિતમાં એક નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી માટે કુલ જગ્યાના 25 ગણા  ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય કરાયો છે. અગાઉ સરકાર દ્વારા કુલ જગ્યાના  8 ગણા ઉમેદવાર બોલાવવાનું નક્કી કરાયું હતું. જેના સ્થાને હવે 25 ગણા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવાની સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથો સાથ રાજ્ય સરકારે ઉમેદવારોને ગુણ જાહેર કરવા માટે પણ હકારાત્મકતા દર્શાવી છે.

આ પણ વાંચો: અમે આતંકવાદી નથી, સરકાર અમારી વાત સાંભળે...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.