ઓમર અબ્દુલ્લા ટેરર ફંડિગમાં સજા ભોગવી રહેલા એન્જિનિયર સામે હાર્યા

આ ચૂંટણીમાં જે કેટલાક ચોંકાવનારા પરિણામો આવ્યા છે તેમાં કાશ્મીરનો પણ ઉલ્લેખ કરવો પડે. અહીં પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા જેલમાં રહેલા એક એન્જિનિયર સામે હારી ગયા છે.

ઓમર અબ્દુલ્લા ટેરર ફંડિગમાં સજા ભોગવી રહેલા એન્જિનિયર સામે હાર્યા
image credit - Google images

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો ખૂબ જ ચોંકાવનારા રહ્યાં છે. ભાજપ ગઠબંધન-એનડીએને યુપી સહિત અનેક રાજ્યોમાં મોટા આંચકાઓ સહન કરવા પડી રહ્યાં છે. તો બીજી તરફ જમ્મુ કશ્મીરમાં દેશની એક સીટ પર ટેરર ફંડિંગ માટે સજા ભોગવી રહેલા એન્જિનિયરે ઉમેદવારી નોંધાવી હતી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઉમેદવારે જેલમાંથી પણ આ બેઠક જીતી લીધી છે. અહીં વાત થઈ રહી છે જમ્મુ-કાશ્મીરની બારામુલ્લા બેઠકની.

જમ્મુ અને કાશ્મીરમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પોત-પોતાની બેઠકો પર ચૂંટણી હારી ગયા છે. ઓમર બારામુલામાં હારી ગયા છે જ્યારે મુફ્તીએ અનંતનાગમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓમર અબ્દુલ્લાને હરાવનાર એન્જિનિયરનું નામ રાશિદ શેખ છે. શેખે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને હાલમાં તે ટેરર ફંડિંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીર રાજ્યના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને તેમની સંબંધિત લોકસભા બેઠકો પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અબ્દુલ્લા બારામુલ્લા જ્યારે મહેબૂબા મુફ્તી અનંતનાગ-રાજૌરી સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. બારામુલા લોકસભા સીટ પર ત્રીજા સ્થાને હાઇ પ્રોફાઇલ નેતા સાજિદ લોન છે, તે જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીના ઉમેદવાર છે. ઓમરે મીડિયા ચેનલો સાથે વાત કરતા પોતાની હાર સ્વીકારી લીધી છે અને આ અંગે ટિ્‌વટ પણ કર્યું છે.

અબ્દુલ રાશિદ ઉર્ફે એન્જિનિયર રાશિદ શેખ હાલમાં ટેરર ફંડિંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે. બે વખતના ધારાસભ્ય અને અવામી ઇત્તેહાદ પાર્ટીના વડા રાશિદ બારામુલાથી ચૂંટણી લડી રહેલા ૨૨ ઉમેદવારોમાંથી એક છે. ૨૦૧૯માં ટેરર ફંડિંગ કેસમાં રાશિદની ધરપકડ કરવામાં આવી હતી. તેમના બે પુત્રો અબરાર રાશિદ અને અસરર રાશિદે તેમના વતી પ્રચાર કર્યો હતો. રાશિદ ૨૦૦૮ અને ૨૦૧૪માં લંગેટ વિધાનસભા ચૂંટણીથી જીત્યા હતા. જો કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બારામુલા સિવાય અનંતનાગ-રાજૌરી બેઠક પર લોકસભા ચૂંટણીમાં મહેબૂબા મુફ્તીને હરાવનાર નેશનલ કોન્ફરન્સના નેતા મિયાં અલ્તાફ અહેમદ છે. અહેમદ અને મુફ્તી વચ્ચે મતોનો તફાવત લગભગ ૨.૫ લાખથી વધુનો છે.

આ પણ વાંચો: કર્ણાટક સરકારે મુસ્લિમોને OBC માં સામેલ કર્યા, નોકરીમાં અનામત મળશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.