પ્રજ્વલ રેવન્નાને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો
સેંકડો મહિલાઓના કથિત જાતીય શોષણ અને સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્નાને કોર્ટે સાત દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં ધકેલી દીધો છે.
જાતીય શોષણ અને સેક્સ સ્કેન્ડલના આરોપી અને કર્ણાટકના સાંસદ પ્રજ્વલ રેવન્નાને કોર્ટે 6 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જર્મનીથી ૩૫ દિવસ પછી પરત ફરેલા જેડીએસના સસ્પેન્ડ કરાયેલા સાંસદ રેવન્નાની બેંગલુરુ એરપોર્ટ પરથી ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કર્ણાટક પોલીસની એસઆઈટીએ કોર્ટ પાસે રેવન્નાની ૧૪ દિવસની કસ્ટડી માંગી હતી. બંને પક્ષો તરફથી પોત-પોતાની દલીલો રજૂ કરવામાં આવી હતી. લાંબી દલીલો સાંભળ્યા પછી કોર્ટે રેવન્નાને ૬ જૂન સુધી એસઆઈટીની કસ્ટડીમાં મોકલી દીધો છે.
અગાઉ પ્રજ્વલ રેવન્નાને તબીબી તપાસ માટે બેંગલુરુની બોવિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મેડિકલ ટેસ્ટ બાદ તેને સિટી સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, સીટ પ્રજ્વલ રેવન્નાની ૧૪ દિવસની કસ્ટડીની માંગ કરી શકે છે. જો કે, સામાન્ય રીતે કોર્ટ માત્ર સાતથી ૧૦ દિવસની જ કસ્ટડી આપે છે.
સીટે કોર્ટમાં બે રિપોર્ટ રજૂ કર્યા છે. જજે એસઆઈટીને કેસ ડેરીને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોનું માનીએ તો એસઆઈટી રેવન્ના પર પોટેન્સી ટેસ્ટ કરાવવાનું પણ વિચારી રહી છે. બળાત્કાર અથવા જાતીય શોષણ સાથે સંબંધિત એવા ગુનાહિત કેસોમાં પોટેન્સી ટેસ્ટ કરવામાં આવે છે. આ પરીક્ષણ અધિકૃત યુરોલોજિસ્ટ દ્વારા કરવામાં આવે છે તે જોવા માટે કે માણસની જાતીય તાકાત અકબંધ છે કે નહીં. ૩૫ દિવસ પછી જર્મનીથી પરત ફરેલા પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુના એરપોર્ટ પર ઉતર્યાની મિનિટોમાં જ સીટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે ૨૭ એપ્રિલે દેશ છોડીને ભાગી ગયો હતો. ખાસ વાત એ છે કે જે ટીમે રેવન્નાની એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી તેમાં તમામ સભ્યો મહિલાઓ હતી.
ફોરેન્સિક ટીમ પ્રજ્વલ રેવન્નાના ઓડિયો સેમ્પલ પણ લેશે, જેથી એ જાણી શકાય કે વાયરલ સેક્સ વીડિયોમાં જે અવાજ આવી રહ્યો છે તે પ્રજ્વલનો છે કે નહીં. તેની સામે અત્યાર સુધીમાં જાતીય સતામણીના ત્રણ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: તાકાત હોય તો પ્રજ્વલ રેવન્ના જેવા સામે લડો, ફેમિનિસ્ટો સામે નહીં