વડોદરામાં ડ્રાઈવરને 2 પંખા અને 2 ટ્યુબલાઈટનું બિલ રૂ. 13 લાખ આવ્યું
કહેવાતું સ્માર્ટ મીટર કેટલું સ્માર્ટ છે તેનો વધુ એક નમૂનો વડોદરામાં સામે આવ્યો છે. એક વ્યક્તિના ઘરમાં ફક્ત 2 પંખા-ટ્યુબલાઈટનું બિલ રૂ. 13 લાખ આવ્યું છે.
વીજ કંપનીએ જ્યારથી સ્માર્ટ મીટર લગાવાવનું શરૂ કર્યું છે ત્યારથી આ મીટરનો સતત વિરોધ થઇ રહ્યો છે. કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા છે. જેમાં વપરાશ કરતા વધુ અનેકગણું વધું બિલ આવ્યું હોય. આવો જ એક વધુ કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. જેમાં વપરાશ અનેકગણું વધુ બિલ આવ્યું છે.
વડોદરાના જેતલપુર વિસ્તારમાં રહેતા એક સામાન્ય ટ્રક ડ્રાઈવરનું વીજળીનું બિલ રૂ. ૧૩.૪૫ લાખ આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે ઈબ્રાહીમ પઠાણ નામના આ ટ્રક ડ્રાઈવરના ઘરમાં ફક્ત બે પંખા અને બે ટ્યુબલાઈટો જ છે. આટલા ઓછા વીજ ઉપકરણો હોવા છતાં પણ ૧૩ લાખનું બિલ આવતા તેમને પોક મૂકીને રડવાનો આવ્યો હતો અને તેમણે વીજ કંપનીમાં રજૂઆત કરી હતી. આખરે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે તેમની આકરી રજૂઆતોને માન્ય રાખવી પડી હતી અને બિલ સુધારી દીધું હતું.
સુધારેલું બિલ ફક્ત 248.73 રૂપિયા
સરકારી તંત્રમાં કેવી લોલંલોલ ચાલે છે તેનો આ વધુ એક ઉત્તમ નમૂનો છે. કેમ કે, ઈબ્રાહીમભાઈએ બિલ સુધારવા માટેની અરજી કર્યાં બાદ તેમનું નવું સુધારેલું બિલ રૂ. 248.76 રૂપિયા કરી દેવાયું હતું. આ પહેલા પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં સુભાનપુરાના ગ્રાહકનું પણ વપરાશ કરતા વધુ બિલ આવ્યું હતું. અહીં પણ ૯ લાખું બિલ આવ્યું હતું. આ બિલમાં એમ.જી.વી.સી.એલ દ્વારા ટેક્સ્ટ એરર બતાવવામાં આવી હતી, વપરાશ કરતા બિલ વધુ આવવાના કિસ્સા લોકો સ્માર્ટબિલનો સતત વિરોધ કરી રહ્યા છે.
સ્માર્ટ મીટરનો ભારે વિરોધ
ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર લગાવાનું શરૂ થયું છે પરંતુ શરૂઆતથી જ તેને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે આ બિલમાં મીટર વપરાશથી પણ વધુ આવે છે. વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામૂહિક વિરોધ કર્યો છે. જો કે વિરોધ વચ્ચે સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ રાખ્યું છે. પરંતુ બહોળા વિરોધ બાદ હવે સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યું છે. ૧૫ થી ૨૦ દિવસ બંન્ને મીટરનું રિડીંગ તપાસવામાં આવશે. જૂના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે તેવું વીજ કંપનીઓનું કહેવું છે.
આ પણ વાંચો: વડોદરામાં યજ્ઞ કર્યા પછી જુગાર રમતા 7 કર્મકાંડી બ્રાહ્મણો ઝડપાયા, 6.81 લાખનો મુદ્દામાલ કબ્જે