કબરાઉ મોગલ ધામના બાપુની દીકરી ઘરે પરત ફરી, બાપુએ મૌન તોડ્યું

ભચાઉના કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બૂકી સાથે લગ્ન કર્યા બાદ હવે ઘરે પરત ફરતા 10 દિવસથી મૌન રહેલા મણિધર બાપુએ મૌન તોડ્યું છે.

કબરાઉ મોગલ ધામના બાપુની દીકરી ઘરે પરત ફરી, બાપુએ મૌન તોડ્યું
image credit - Google images

કચ્છના ભચાઉમાં આવેલા કબરાઉ મોગલ ધામ (kabrau mogal dham) ના મણિધર બાપુ (manidhar bapu mogal dham) ની દીકરીએ (kabrau mogal dham bapu daughter) થોડા દિવસ પહેલા ભૂજના બૂકી સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધી હતા. આ મામલો આખા ગુજરાત સહિત જ્યાં પણ ગુજરાતીઓ વસે છે ત્યાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 25મી નવેમ્બરે બાપુની દીકરીનું અપહરણ થયાનું સામે આવ્યું હતું, એ પછી ખ્યાલ આવ્યો કે દીકરી ભાગીને અમદાવાદ આવી ગઈ છે અને અહીં પ્રેમ લગ્ન કરી લીધા છે. ભૂજના બુકી યુવક અને મણિધર બાપુની દીકરીના લગ્નના ફોટા અને સર્ટિફિકેટ પણ વાયરલ થયા હતા. આ મામલે પહેલા ભચાઉ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પણ ફોટા વાયરલ થયા બાદ મામલો પ્રેમ લગ્નનો નીકળ્યો હતો. એ પછી પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા અને હવે બાપુની દીકરીને કબરાઉ ધામ પરત મોકલી દીધી છે. આ મામલે અત્યાર સુધી મૌન રહેલા કબરાઉ ધામના મણિધર બાપુએ હવે પોતાનું મૌન તોડ્યું છે.

જેણે કર્યું હશે તેને મારી માતા જોઈ લેશે

બાપુએ કહ્યું કે, 'બાપુને કોઈ ફરક પડવાનો નથી. મારે મોગલથી મતલબ છે અને જે કરશે એ મોગલ જ કરશે. જે પણ લોકો આમા સામેલ હશે, આંગળી ચિંધનારો, રસ્તો બતાવનારો તેમજ સાચું-ખોટું બોલનારાનું કશું નહીં વધે. બાપુ પાસે અહીં અઢારેય વર્ણની દીકરીઓ આવે છે અને સેવા કરે છે. અમે તો સંત છીએ અને અમારો સ્વભાવ તો ક્ષમા કરવાનો છે. હું દુઃખનો ભિખારી છું. તમારા તમામ દુઃખ મને આપો. આટલાં બધાં દુઃખ લીધા બાદ આ દુઃખ મને શું નડવાનું? પણ એટલું ધ્યાન રાખજો કે, જેણે પણ આ કર્યું હશે તેને મારી માતાજી જોઈ લેશે.'

હિંમત રાખજો, કોઈની વાતમાં ન આવતા..

મણિધર બાપુએ વધુમાં કહ્યું કે, "મારે કંઈ નથી કરવું. કેમકે, મારી પાસે મારી મોગલ છે. મોટા-મોટા અધિકારીઓથી લઈને બધાને ખબર છે કે, મારૂ હથિયાર મોગલ છે. હું સાચું કહેવાવાળો ચારણ છું. પોતાની દીકરી સાથે લગ્ન કરેલા વ્યક્તિ વિશે વાત કરતાં બાપુએ કહ્યું કે, આવા ઉંદરડા કદાચ ઠેકડા મારતા હોય તો એ કરે.. સમાજ તો બધો આ ઉંદરડાથી દૂર ભાગી ગયો છે અને ઉંદરડાને એકલો મૂકી દીધો છે. હું તો અઢારેય વર્ણની દીકરીને કહું છું કે, તમે બધી મારી રાજબાય છો. હું તમને આદેશ કરૂ છું કે, હિંમત રાખજો અને કોઈની પણ વાતમાં ન આવતાં." 

એકવાર સામે આવીને ઉભા રહો એટલે ખબર પડે..

બાપુએ સમગ્ર મામલે સંડોવાયેલા લોકોને ચેતવણી આપતા કહ્યું કે, "તમારે બેન છે, દીકરી છે, મા છે. આ તો બાપુનું કામ છે અઢારેય વર્ણના અવળા રસ્તે ગયેલાં ને સવળા રસ્તે લાવવાનું. કોઈ પક્ષપાત નથી, પરંતુ આ ષડયંત્રમાં જેટલાં છે એમને કહેવું છે કે, તમારી તાકાત નથી બાપુને ઝૂકાવી શકો. તમારી તાકાત હોય તો સામે આવીને આંખ મેળવીને વાત કરો. એકવાર સામે આવીને ઉભા રહો એટલે ખબર પડે કે બાપુ સામે કેમ બોલાય અને ઉભા રહેવાય."

આ પણ વાંચો: કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બુકી સાથે લગ્ન કરી લીધાં?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.