તાકાત હોય તો પ્રજ્વલ રેવન્ના જેવા સામે લડો, ફેમિનિસ્ટો સામે નહીં

JDS ના નેતા અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલની ચોતરફ ચર્ચા થઈ રહી છે ત્યારે મહિલા અધિકાર મંચના કન્વીનર ડૉ. મિતાલી સમોવા તેમનો આક્રોશ ઠાલવે છે.

તાકાત હોય તો પ્રજ્વલ રેવન્ના જેવા સામે લડો, ફેમિનિસ્ટો સામે નહીં
image credit - Google images

૨૯૦૦+ સેક્સુઅલ અબ્યુઝ(બળાત્કાર)ના વીડિઓ શું ખરેખર ભારત દેશનો આજ સુધીનો સૌથી મોટો સેક્સ સ્કેન્ડલ બની રહેશે કે હજુ આનાથી પણ વધુ ખરાબ દુર્ઘટનાઓ ભારત દેશની મહીલાઓએ વર્તમાન સરકારના રાજમાં જોવાની બાકી છે?

કર્ણાટકમા ૩૫ વર્ષીય પ્રજવલ રેવન્ના(પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાના પૌત્ર અને હસન લોકસભા સીટ પરના સાંસદ) ના ૨૯૦૦+ પોર્ન વિડીયો વાઈરલ થયા છે, જેમાં દરેકેદરેક ઊંમરની મહીલાઓ સાથે પ્રજવલ જબરદસ્તી બળાત્કાર કરતો નજર આવી રહ્યો છે. આ સ્ત્રીઓમાં તેમના ઘરની જ ૬૩ વર્ષીય કામવાળીથી લઈને શાળા-કોલેજ જતી દિકરીઓ, મહિલા પોલિસ અધિકારીઓ, સરકારી અધિકારી સ્ત્રીઓ, પાર્ટીની કાર્યકર્તાઓ, ઓળખીતા નેતાઓ-બિઝેનસમેન, પુરુષોની પત્નીઓ-દિકરીઓ, પારિવારીક સગી દીકરીઓ-મહિલાઓ, પત્રકારો, ટીવી એન્કરો, મદદ માંગવા આવનાર લાભાર્થી સ્ત્રીઓ જેવી ગણી ગણાય નહી એટલી સ્ત્રીઓને પોતાની હવસ સંતોષવા અને વારંવાર સેક્સુઅલ ગેરલાભ લેવાના દુરાશયના કારણે વીડિઓ ઉતારેલા અને બડાઈ હાંકવા મિત્રોને બતાવતો. એક મહિલાએ હીંમત કરીને ફરીયાદ કર્યા પછી જે બાકીના વાયરલ થયેલા વીડિયોના કારણે ત્યાં સ્થાનિક પ્રજામાં વિરોધનો જુવાળ ઊભરી આવ્યો છે. હજુ તો પંદર દિવસ પહેલાં જ આપણાં માનનીય વડાપ્રધાન ચાર મોઢે આ બળાત્કારીના વખાણ કરીને વોટ માંગી આવ્યા છે. ને હવે આ બળાત્કારી જર્મની ભાગી ગયો છે. પ્રજ્વલના આ કુકર્મો અને કાંડો વિશે ભાજપ હાઈ કમિશનને અગાઉથી જ માહીતી હતી. છતાં ૨૯૦૦+ માતાઓ-બહેનોની સુરક્ષા અને ન્યાયને નજરઅંદાજ કરીને તેને ટીકીટ આપવામાં આવી છે. દેશ‌ માટે લડતા નિર્દોષ આંદોલનકારીઓ તો તરત પકડાઈ જાય છે, ખબર નહી માલ્યા ને પ્રજવલ જેવા વિકૃત ગુનેગારો કેવી રીતે આ સરકારના રાજમાં ભાગી શકે છે? અજીત દોભાલ પાકિસ્તાનમાં બોમ્બ ફોડવાનો જશ ખાટે છે, પણ દેશમાં ખુદની દીકરીઓનાં બળાત્કારીઓને પકડી શકવામાં એમના હાથ ટૂંકા પડે છે. કેમ? 

આ પણ વાંચો: માતા રમાબાઈઃ એ મહિલા જેમના ત્યાગે 'ભીમા' ને ડો. ભીમરાવ આંબેડકર બનાવ્યા

INCELS (અનિચ્છાએ બ્રહમચારી રહેવું પડતું હોય તેવા પુરુષો માટેનું નામ કે જેમને પ્રેમ કરવા કે પરણવા કોઈ સ્ત્રી મળતી નથી) હાલના સમયમાં દિકરીઓની સંખ્યા ઘટતાં ઈન્ટરનેટ ઉપર અને સમાજમાં પણ ખૂબ વધી રહ્યા છે. તેઓ પોતાનું ફ્રસ્ટ્રેશન ઈન્ટરનેટ ઉપર ફેમિનિસ્ટોને ગાળો આપીને કે સ્ત્રીઓને ઉતારી પાડીને જાહેર કરતા જોવા મળે છે. એ બિચારા ઘણીવાર પોસ્ટ લખતા હોય છે કે પુરુષોએ ફેમિનિસ્ટ સ્ત્રીઓને કેમ ન પરણવું જોઈએ. આ ઈન્સેલ્સ બિચારાના પોતાના સમાજોમાં દિકરીઓ એટલી ઓછી હોય છે કે તેમના ત્યાં ૩૫-૫૦ હજારમાં મધ્યપ્રદેશના ઝાબુઆ અને મહારાષ્ટ્રના અમરાવતી મરાઠવાડા જેવા વિસ્તારમાંથી પછાત સમુદાયની એવી સ્ત્રીઓ પરણવા ખરીદી લવાય છે, કે જેમને બિચારીને એટલી પણ‌ ખબર નથી હોતી કે ઘરમાં ટાઈલ્સ પર પોતું પણ મારવાનું હોય. 

આ ઈન્સેલ્સનુ ચાલે તો ૮૦ વર્ષની મહીલાઓથી લઈને બકરી-ગાય‌ ભેંસને પણ પરણતા વિચાર ન કરે. પણ ઈન્ટરનેટ પર ફાંકા ફોજદારી કરવામાં ક્યાં કોઈ રિયલ બહાદુરી બતાવવાની છે તે ચિંતા! આવા બેરોજગાર અને અપરિણીત રહી‌ ગયેલા ભાઈઓને જણાવવાનું કે તમારા દુશ્મન ફેમિનિસ્ટો સ્ત્રીઓ-પુરુષો નથી, આવા પ્રજવલ જેવા પિતૃસત્તાક વ્યવસ્થાના વાહક અને લાભાર્થી એવા હવસખોર દરીંદાઓ છે, જેમને વોટ આપીને તમે જ‌ બાહુબલી બનાવો છો, જે તમારા સમાજની સ્ત્રીઓ પણ છીનવી જાય છે, તેમનુ શોષણ કરે છે, તમને સરખો પગાર નથી આપતા અને સમાજમાં દેશમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની ખાઈને વધુ પહોળી કરવામાં ધક્કો મારે છે.‌ તમારે તેવા દરીંદાઓ સાથે લડવાનું હોય જે તમારા ભાગના પૈસા, સમૃદ્ધી અને સ્ત્રીઓ તમને મળવા નથી દેતા. તમારામાં લડવાની તાકાત અને સમજશક્તિ હોય તો ત્યાં લડો, ફેમિનિસ્ટો સાથે નહી!

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની આ પુસ્તિકા મહિલાઓ માટે ખાસ કેમ છે?

મોદીજી અગાઉ મણિપુર, બિલ્કીસ બાનુ, ગોધરાના આરોપીઓને જામીન અને નલિયાકાંડ જેવી ઘટનાઓ વખતે ચૂપ રહેલા અને વિકૃત બળાત્કારીઓને છાવરેલા, તેવું જ આટલી હૃદયદ્રાવક ઘટનામાં પણ થઈ રહ્યું છે અને તેઓ મૌન છે. હમણાં આ બળાત્કારી લઘુમતી સમાજનો હોત તો ગામ ગધેડે ચડાવ્યું હોત, પણ પોતાના ધર્મ-જાતિના ગમે તેટલા મોટા પાપીને તો બધી માફી! ભલે હિન્દુ દીકરીઓ ગમે‌ તેટલી શોષાતી, પીડાતી, આત્મહત્યા કરતી, બદનામ થતી, મૃત્યુ પામતી, તેની વારંવાર અસ્મિતા લૂંટાતી! આત્યંતિક વ્યથિત કરી મૂકે તેવી ઘટના! પણ આમને જરાય લાજશરમ નથી આવતી. હળાહળ ધાર્મિક અને પિતૃસત્તાક માનસિકતાથી ગ્રસ્ત પુરુષોની સત્તા પાસે મહિલાઓની સુરક્ષા કે સન્માનની માંગણી કરવી જ મૂર્ખામી છે. એટલે જ રાજકારણમાં કઠપૂતળી કે શોપિસ મહીલાઓ નથી જોઈતી પરંતુ ખરેખર શક્તિશાળી મહિલા નેતૃત્વ ઉભું કરવા આંદોલન કરવું રહ્યું.

ડૉ.મિતાલી સમોવા(લેખિકા વ્યવસાયે ડૉક્ટર અને મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર છે.)

આ પણ વાંચો:દલિત મહિલાની છાતી પર કુહાડી મારી, પ્રાઈવેટ પાર્ટ કાપ્યું, હાલત ગંભીર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Jeshingbhai
    Jeshingbhai
    એકદમ સાચી વાત છે મિતાલીબેન. સમાજના સાચા દુશ્મન ફેમીનિસ્ટો નહી, પરંતુ આ રેવન્ના જેવા વરુઓ છે. જેમ હાઇવોલ્ટેજ પાવર પળવારમાં દૂરની વ્યક્તિને પણ પોતાના તરફ ખેંચી એને ભસ્મીભૂત કરી નાખે છે તેમ પ્રજવલ રેવન્ના જેવા વરુઓ પણ પોતાની આસપાસની આબાલવૃદ્ધ - માસૂમ બાળકીથી લઈને વયોવૃદ્ધ માતાઓઓને પણ પોતાની માયાજાળમાં ફસાવી કે બળપ્રયોગ કરી તેમની જિંદગી તહસનહસ કરી નાખે છે. આવા વરુઓને કોઈપણ કાળે સમાજમાં છૂટા મૂકવા જોઈએ નહીં. આવાઓની બાકીની જિંદગી જેલમાં જ વીતવી જોઇએ.
    2 months ago