જામજોધપુરમાં પૂજારીએ દલિત કોન્સ્ટેબલને ભોજનશાળામાં પ્રવેશતા અટકાવ્યા
પૂજારી સહિત ત્રણ શખ્સોએ દલિત પોલીસ કોન્સ્ટેબલને મહાદેવ મંદિરની ભોજનશાળામાં જતા અટકાવી જાતિસૂચક શબ્દો બોલી હડધૂત કર્યા.
જાતિવાદી તત્વો બધું જાણે તેમના બાપની જાગીર હોય તેમ વર્તતા હોય છે. એમાંય સામેની વ્યક્તિ જ્યારે દલિત સમાજની હોય ત્યારે તેઓ વધુ ગેલમાં આવી જતા હોય છે. આવું જ કંઈક જામનગરના મોટી ગોપ ગામે બન્યું છે.
ઘટના જામજોધપુરના મોટી ગોપ ગામની છે. અહીં ગોપનાથ મહાદેવના મંદિરની ભોજનશાળામાં પ્રવેશેલા એક દલિત પોલીસ કોન્સ્ટેબલને મંદિરના પૂજારી સહિત ત્રણ શખ્સોએ જાતિસૂચક શબ્દો બોલીને ભોજનશાળામાં જતા અટકાવી હડધૂત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે પોલીસ કોન્સ્ટેબલે પૂજારી સહિત ત્રણ શખ્સો સામે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવતા ભારે ચર્ચા જાગી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઈ છે.
ભાણવડ તાલુકાના ભરતપુર ગામમાં રહેતા અને લોકરક્ષક દળમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયેશ ગોવિંદભાઈ ખરા થોડા દિવસ પહેલા જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં આવેલા ગોપનાથ મહાદેવના મંદિરની ભોજનશાળામાં પ્રવેશવા જઈ રહ્યા હતા. દરમિયાન ત્યાં હાજર રસોઈ કામ કરતા બાબુભાઈ પટેલ, સંજયભાઈ તેમજ હંસગીરીબાપુએ તેમને ભોજનશાળામાં પ્રવેશ કરવાની ના પાડી હતી. એટલું જ નહીં આ ત્રણેય તત્વોએ ભરતભાઈ દલિત હોવાથી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાહેરમાં અપમાન કર્યું હતું. જેનાથી જયેશભાઈને ભારે લાગી આવતા પોલીસ મથકે પહોંચ્યો હતો.
જયેશભાઈ ખરાએ જાતે ફરિયાદી બની મોટી ગોપના હંસગીરીબાપુ, બાબુભાઈ પટેલ અને સંજયભાઈ એમ ત્રણેય જાતિવાદી તત્વો સામે પોતાને હડધુત કરી જાતિસૂચક શબ્દો કહીને અપમાન કર્યું હોવા અંગેની ફરિયાદ નોંધાવતા જામજોધપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાય ધરી છે. ફરિયાદના બનાવે ભાર ચકચાર જગાવી છે.
આ પણ વાંચો: લાભ પાંચમે તસ્કરો ગોગા મહારાજ સહિત 8 દેવોના ઘરેણાં ચોરી ગયા