રેલવેએ 100 વંદે ભારત ટ્રેનોનો રૂ. 30 હજાર કરોડનો ઓર્ડર રદ કર્યા
ગરીબ ભારત દેશમાં મોદી સરકારે મોટા ઉપાડે શરૂ કરેલી વંદે ભારત ટ્રેનો ખાલી જઈ રહી છે ત્યારે હવે આ મામલે બીજા મોટા સમાચાર આવ્યા છે.
મોદી સરકારે રેલવેની ઓવરઓલ સ્થિતિ સુધારવાને બદલે દેશના સામાન્ય માણસને પોસાય નહીં તેવી વંદે ભારત ટ્રેનો પર ફોકસ કર્યું છે. સૌ જાણે છે કે, દેશનો સામાન્ય માણસ કદી વંદે ભારત જેવી અતિ મોંઘી ટ્રેનોમાં મુસાફરી કરી શકવાનો નથી. તેમ છતાં મુઠ્ઠીભર પૈસાદારો માટે શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેનોની વાસ્તિકતા હવે સામે આવી રહી છે. મોદી સરકાર ગરીબો માટે ટ્રેનોમાં એક જનરલ ડબ્બો વધારતી નથી, પરંતુ વંદે ભારત પાછળ કરોડો ખર્ચી રહી છે. વંદે ભારત ટ્રેનની ઘણી સેમી-હાઈ સ્પીડ ટ્રેન દેશના ઘણા ભાગોમાં દોડી રહી છે. પરંતુ દેશના તમામ લાંબા રૂટ પર વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં સરકારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો બનાવવાનો ૩૦ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. આ યોજના હેઠળ ૧૦૦ વંદે ભારત ટ્રેનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. પરંતુ ટેન્ડર પૂર્ણ થાય તે પહેલા જ ભારતીય રેલ્વેએ આ કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. આવી સ્થિતિમાં યોજનાને પૂર્ણ કરવાની ગતિને બ્રેક લાગી છે.
રેલવેએ આ ટેન્ડર રદ કરતા વંદે ભારત યોજનાને મોટો ફટકો પડ્યો છે. રેલવેએ ૩૦ હજાર કરોડ રૂપિયામાં ૧૦૦ વંદે ભારત ટ્રેન બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. આ માટે ઘણી કંપનીઓએ લોબિંગ કર્યું હતું. દરમિયાન ફ્રેન્ચ કંપની અલ્સ્ટોમ ઈન્ડિયા સાથે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી હતી. બાદમાં બંને વચ્ચે પૈસાને લઈને કોઈ સમજૂતી થઈ ન હતી અને રેલવેએ હાલમાં આ ટેન્ડર પાછું ખેંચી લીધું છે.
આ પણ વાંચો: કલોલના ડીંગુચા ગામે દાખલો બેસાડ્યો, પ્રજાસત્તાક દિને દલિત દીકરીના હાથે ધ્વજવંદન કરાવ્યું
વંદે ભારત બનાવવા માટે ટેન્ડરની વાટાઘાટો કરનાર કંપની અલસ્ટોમ ઇન્ડિયાના એમડી ઓલિવર લેવિસને એક મીડિયા વાતચીતમાં જણાવ્યું હતું કે ટેન્ડરમાં ઓફર કરાયેલા નાણાંમાં સમસ્યા હતી. એલ્યુમિનિયમ બોડીવાળી વંદે ભારત ટ્રેન બનાવવાની વાત ચાલી રહી હતી, પરંતુ ભારતીય રેલવેએ તેનું ટેન્ડર રદ કરી દીધું હતું. અમે ભવિષ્યમાં આ કિંમત ઘટાડવાનું વિચારી શક્યા હોત, પરંતુ રેલવેએ જ ટેન્ડર રદ કરી દીધું હતું.
રેલવે અધિકારીઓનું કહેવું છે કે ફ્રેન્ચ પક્ષે ટેન્ડર કિંમત માટે ૧૫૦.૯ કરોડ રૂપિયા પ્રતિ ટનની માંગણી કરી હતી. આ ખૂબ જ ઊંચી કિંમત હતી અને અમે તેને ૧૪૦ કરોડ રૂપિયા સુધી લાવવાની વાત કરી હતી. જો કે, રેલવેના દબાણ હેઠળ અલસ્ટોમે રૂ. ૧૪૫ કરોડમાં ડીલ ફાઇનલ કરવાની વાત પણ કરી હતી.
કંપનીએ તેને ૩૦ હજાર કરોડ રૂપિયામાં ડીલ ફાઈનલ કરવાની વાત કરી હતી અને તે જ કિંમતે ૧૦૦ વંદે ભારત રેક્સ બનાવવાનું વચન આપ્યું હતું. આ પહેલા વંદે ભારત સ્લીપર ટ્રેનના દરેક વેગનને ૧૨૦ કરોડ રૂપિયામાં બનાવવાનું ટેન્ડર પણ ફાઈનલ થઈ ગયું છે.
રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે આ ટેન્ડર રદ થવાથી રેલવેને તેની કિંમત નક્કી કરવામાં મદદ મળશે. ઉપરાંત, બિડ કરતી કંપનીઓને તેમના પ્રોજેક્ટ્સ અને ઓફર્સને સમજવાની તક મળશે. આગામી વખતે અમે વધુ કંપનીઓને પણ ટેન્ડરમાં સામેલ કરીશું, જેથી સ્પર્ધા વધશે તો ખર્ચમાં ઘટાડો થશે. આ વખતે માત્ર બે બિડરોએ ભાગ લીધો હતો. ટેન્ડર હેઠળ રેકની ડિલિવરી પર ૧૩ હજાર કરોડ રૂપિયા આપવાના હતા અને આગામી ૩૫ વર્ષમાં તેની જાળવણી માટે ૧૭ હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચો: વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં