એક મહિનામાં પ્રવેશ રદ કરાવી લેનાર વિદ્યાર્થીઓને 100 ટકા ફી રિફંડ મળશે
UGC દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ માટેની ફી રિફંડ પોલિસી જાહેર કરાઈ છે. જેમાં કોલેજમાં એક મહિનામાં પ્રવેશ રદ કરાવી દેનારા વિદ્યાર્થીને ૧૦૦ ટકા ફી પરત મળશે.
ગુજરાત સહિત દેશભરની યુનિવર્સિટી તેમજ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ માટેની ફી રિફંડ પોલિસી જાહેર કરાઈ છે.યુજીસી દ્વારા યુનિ. કોલેજોને તાકીદ કરી છે કે, ૩૦ સપ્ટેમ્બર સુધી પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા ફી પરત આપવાની રહેશે. એટલું જ નહી, ૩૧ ઓક્ટોબર સુધી બેઠક છોડનાર વિદ્યાર્થીની માત્ર રૂ.૧ હજાર પ્રોસેસિંગ ફીના કાપવાના રહેશે, એ સિવાયની તમામ ફી પરત આપવાની રહેશે. પ્રવેશ સમયપત્રક કેટલીક યુનિ.ઓમાં ફેરફાર પણ થતાં હોય છે. આથી પ્રવેશ લીધાના ૧ મહિનામાં જે વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તેને ૧૦૦ ટકા ફી પરત કરવાની યુજીસી દ્વારા તાકીદ કરાઈ છે. ઘણી કોલેજાો દ્વારા પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીઓને ફી પરત કરાતી ન હોવાની ફરિયાદો ઉઠતા યુજીસી દ્વારા જાહેર નોટીસ ઈશ્યૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં કોલેજમાં એક મહિનામાં પ્રવેશ-રદ કરાવી દેનારા વિદ્યાર્થીઓને રિફંડ પોલિસીનો લાભ મળશે. તેમાં વિદ્યાર્થીને 100 ટકા ફી પરત મળશે. UGC દ્વારા વર્ષ-2024-25 માટે ફી રિફંડ પોલિસી જાહેર કરવામાં આવી છે. તેમાં પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીઓને કોલેજો ફી પરત આપતી ન હોવાથી હાલાકી પડતી હતી. તેમાં UGCએ જણાવ્યું છે કે નિયમો ન પાળનારી સંસ્થા સામે માન્યતા રદ સુધીના પગલાં ભરાશે.
આ પણ વાંચો: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU) દેશની ટોચની શૈક્ષણિક સંસ્થા બની
યુજીસીએ એમ પણ કહ્યું છે કે, કોઈ કોલેજ ૩૧ ઓક્ટોબર સુધી પ્રવેશ આપવાના ચાલુ રાખે તો, પ્રવેશની અંતિમ તારીખથી ૧૫ દિવસ પહેલા અરજી કરનાર વિદ્યાર્થીઓની ૧૦૦ ટકા ફી પરત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ઘણી બધી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરવા છતાં પણ તેમને ફી પરત કરવામાં આવતી નથી, જેના કારણે અન્ય કોલેજમાં પ્રવેશ મેળવવામાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. જેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી યુજીસી દ્વારા ફી રિફંડ પોલિસી બનાવવામાં આવી છે. મહત્ત્વનું છે કે, કોલેજોની આ પ્રકારની હરકતોને લઈ યુજીસી સુધી ફરિયાદો પહોંચતા ગત તા. ૧૫મી મેના રોજ મળેલી બેઠકમાં આ ર્નિણય લેવાયો છે.
યુજીસી દ્વારા જણાવાયું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની સાથે સાથે માન્યતા રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. યુજીસીએ તેના પત્રમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે, કોઈ શૈક્ષણિક સંસ્થા નિયમોનું ઉલ્લંઘન કરે તો વિદ્યાર્થીઓ સીધી યુજીસીમાં ફરિયાદ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, ઘણી બધી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરવા છતાં પણ તેમને ફી પરત કરવામાં આવતી નથી, જેના કારણે અન્ય કોલેજમાં પ્રવેશ મેળવવામાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. જેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી યુજીસી દ્વારા ફી રિફંડ પોલિસી બનાવવામાં આવી છે. મહત્ત્વનું છે કે, કોલેજોની આ પ્રકારની હરકતોને લઈ યુજીસી સુધી ફરિયાદો પહોંચતા ગત તા. 15મી મેના રોજ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રામમંદિરના ઈતિહાસ પર સર્ટિફીકેટ કોર્ષ શરૂ કરશે
વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો.