જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU) દેશની ટોચની શૈક્ષણિક સંસ્થા બની
સત્તાધારી પક્ષના નેતાઓ અને મનુવાદીઓ જેને વારંવાર ઉતારી પાડે છે તે દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી ફરી એકવાર દેશની ટોચની શૈક્ષણિક સંસ્થા બની છે.
વૈશ્વિક ક્યૂએસ યુનિવર્સિટી રેન્કીંગ મુજબ ફરી એકવાર દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU) ભારતમાં સર્વોચ્ચ રેન્ક ધરાવતી યુનિવર્સિટી જાહેર થઈ છે. જેએનયુ ડેવલપમેન્ટ સ્ટડીઝ કેટેગરીમાં વૈશ્વિક સ્તરે 20માં ક્રમે છે. 59 ભારતીય યુનિવર્સિટીઓએ બુધવારે ઉચ્ચ શિક્ષણ વિશ્લેષક કંપની ક્વાક્વેરેલી સાયમન્ડ્સ(QS) લંડન, દ્વારા જાહેર કરાયેલ પ્રતિષ્ઠિત વિષય આધારિત રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે.
આ રેન્કિંગમાં આઈઆઈએમ અમદાવાદ(IIMA) બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ કેરેગરીમાં વિશ્વની ટોચની 25 સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે. એ જ રીતે આઈઆઈટી(IIT) મદ્રાસ, આઈઆઈટી(IIT) દિલ્હી અને (IIT)બોમ્બેએ પણ વિશ્વની ટોચની 50 સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે. ચેન્નાઈ સ્થિત સવિતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ ડેન્ટલ સ્ટડીઝ કેટેગરીમાં વૈશ્વિક સ્તરે 24માં ક્રમે છે.
તો દિલ્હી યુનિવર્સિટી(DU) ને 25 વિષયોના અભ્યાસ માટે વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંની એક તરીકે નામ આપવામાં આવ્યું છે. આઈઆઈટી(IIT) મદ્રાસને પેટ્રોલિયમ એન્જિનિયરીંગમાં 29મું અને એજિનિયરીંગ-મિકેનિકલ, એરોનોટિકલ અને મેન્યૂફેક્ચરિંગમાં 44મું સ્થાન મળ્યું છે.
આઈઆઈટી(IITD) દિલ્હી કોમ્પ્યુટર સાયન્સ અને ઈન્ફોર્મેશન સિસ્ટમ્સમાં 63માં ક્રમે, એજિનિયરીંગ-ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સમાં 55માં અને એન્જિનિયરીંગ-સિવિલ અને સ્ટ્રક્ચરલમાં 39માં ક્રમે રહી હતી.
આ પણ વાંચો:શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?
આઈઆઈટી(IIT) બોમ્બેએ રસાયણશાસ્ત્રમાં 95મું, કેમિકલ એન્જિનિયરીંગમાં 64મું, ગણિતમાં 89મું, મિનરલ એન્ડ માઈનિંગ એન્જિનિયરીંગમાં 25મું અને ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં 30મું સ્થાન મેળવ્યું હતું.
QS ના સીઈઓ (CEO) જેસિકા ટર્નરે જણાવ્યું હતું કે, ભારત સામેનો સૌથી મોટો પડકાર ગુણવત્તાયુક્ત શિક્ષણનો છે. તેમણે કહ્યું કે, 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 2035 સુધીમાં 50 ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોનું મહત્વકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, QS એ નોંધ્યું છે કે, આ વર્ષે ભારતની ત્રણ શ્રેષ્ઠ ખાનગી સંસ્થાઓમાં ઘણાં કાર્યક્રમોએ પ્રગતિ કરી છે, જે ભારતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને આગળ વધારવામાં સારી રીતે નિયંત્રિત ખાનગી જોગવાઈની સકારાત્મક ભૂમિકા દર્શાવે છે. જો કે માપદંડોમાં સુધારો, ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચ, યુનિવર્સિટીઓની વર્ચ્યુઅલ તૈયારીઓ અને વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મકતા માટે હજુ પણ ઘણું કામ કરવાનું બાકી છે.
QS મુજબ, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિસ્તરતા સંશોધન કેન્દ્રોમાંનું એક છે. તેમાં જણાવાયું છે કે 2017 અને 2022ની વચ્ચે સંશોધનમાં 54 ટકાનો વધારો થયો છે, જે ન માત્ર વૈશ્વિક સરેરાશના બમણા કરતા વધુ છે, પરંતુ પશ્ચિમી સમકક્ષો કરતા પણ ઘણો વધુ છે.
QS ના વરિષ્ઠ ઉપપ્રમુખ બેન સાટરે જણાવ્યું હતું કે, વોલ્યુમની દ્રષ્ટિએ, ભારત હવે વિશ્વનો ચોથો સૌથી મોટો સંશોધન દેશ છે અને આ સમયગાળા દરમિયાન 13 લાખ શૈક્ષણિક સંશોધન પત્રો તૈયાર કરવામાં આવ્યા છે જે ચીનના 45 લાખ, અમેરિકાના 44 લાખ અને બ્રિટનના 14 લાખ કરતા પાછળ છે. તેમણે કહ્યું કે વર્તમાન ગતિને જોતા ભારત રિસર્ચ પ્રોડક્શનમાં બ્રિટનને પાછળ છોડવાની નજીક છે.
જો કે, સિટેશન કાઉન્ટ દ્વારા માપવામાં આવેલી સંશોધનની અસરની દ્રષ્ટિએ 2017-2022ના સમયગાળા માટે ભારત વિશ્વમાં નવમા ક્રમે છે એમ તેમણે જણાવ્યું હતું. સાટરે કહ્યું કે, આ એક પ્રભાવશાળી પરિણામ છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રભાવશાળી સંશોધનને પ્રાથમિકતા આપવી અને એકેડેમિક સમુદાયમાં તેનો પ્રસાર એ આગળનું પગલું છે. QS મુજબ એશિયાના પ્રાદેશિક સંદર્ભમાં, ભારતે યુનિવર્સિટીઓની સંખ્યા (69)ની દ્રષ્ટિએ બીજું સ્થાન મેળવ્યું છે અને માત્ર ચીન (101) જ તેનાથી આગળ છે.
આ પણ વાંચો:1996 બાદ JNU ને મળ્યાં પહેલા દલિત પ્રમુખ, જાણો કોણ છે ધનંજય
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Navinmaheshwariजय भीम नमो बुद्धाय बहुजन हिताय बहुजन सुखाय