'એક દેશ એક ચૂંટણી' પ્રાદેશિક અવાજને ખતમ કરી દેવાનું કાવતરું છે : સ્ટાલિન

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ભાજપના એક દેશ, એક ચૂંટણીના એજન્ડા સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે આ મામલે બીજા પણ અનેક ભયસ્થાનો રજૂ કર્યા છે.

'એક દેશ એક ચૂંટણી' પ્રાદેશિક અવાજને ખતમ કરી દેવાનું કાવતરું છે : સ્ટાલિન
image credit - Google images

તમિલનાડુ (Tamil nadu) ના મુખ્ય પ્રધાન (Chief Minister) અને ડીએમકે (DMK) ના વડા (Chief) એમકે સ્ટાલિને (MK Stalin) કેન્દ્રીય કેબિનેટ દ્વારા વન નેશન, વન ઇલેક્શન (One Nation One Election) પર પસાર કરાયેલા ઠરાવ સામે વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે આ પગલું પ્રાદેશિક અવાજોને ખતમ કરી નાખશે અને સંઘવાદનો અંત લાવશે. મુખ્યમંત્રી સ્ટાલિને લોકોને આની સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, "કેન્દ્રીય કેબિનેટે સંસદમાં કઠોર 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલ' રજૂ કરવાની મંજૂરી આપી છે. આ અવ્યવહારુ અને લોકશાહી વિરોધી પગલું છે, જે પ્રાદેશિક અવાજોને અને સંઘવાદને ખતમ કરી તંત્રને ખોરવી નાખશે. જાગો ભારત! ચાલો ભારતીય લોકશાહી પરના આ હુમલાનો આપણી પૂરી તાકાતથી વિરોધ કરીએ!”

આ પહેલા મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે (INC) પણ કેન્દ્ર સરકારના આ પગલા પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્રીય કેબિનેટે 'એક દેશ, એક ચૂંટણી' વ્યવસ્થાને લાગુ કરવા માટેના બિલને મંજૂરી આપ્યા પછી, કોંગ્રેસે ગુરુવારે આરોપ લગાવ્યો કે સરકાર ચૂંટણી પર ઉઠાવવામાં આવતા પ્રશ્નો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' લાગુ કરવા માટેના બિલને મંજૂરી આપી દીધી છે અને વર્તમાન શિયાળુ સત્રમાં ડ્રાફ્ટ કાયદો સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિને લખેલા પત્રને ટાંકીને કહ્યું કે પાર્ટીના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. ખડગેએ આ વર્ષે 17 જાન્યુઆરીએ સમિતિને પત્ર લખીને 'એક દેશ, એક ચૂંટણી'ના વિચારનો સખત વિરોધ કર્યો હતો. લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ (Gaurav Gogoi) એ ગુરુવારે કહ્યું હતું કે, આ પહેલા પણ તેમની પાર્ટીએ ચૂંટણી, ચૂંટણી પદ્ધતિ અને ચૂંટણીની અખંડિતતા સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે.

ગોગોઈએ કહ્યું, “હવે આ બિલ આવવા દો, ચાલો જોઈએ કે તેઓ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમે અગાઉ પણ કહ્યું છે કે આ બિલના માધ્યમથી આપણા દેશના સંઘીય ચરિત્ર પર પ્રભાવને લઈને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે અનેક ચિંતાઓ છે. તેમણે કહ્યું કે, "વડાપ્રધાન મોદી તેમની વાત નથી પાળી રહ્યા તેઓ 'એક દેશ, એક ચૂંટણી'ની વાત કરે છે, પરંતુ જ્યારે તે તેમને અનુકૂળ આવે છે ત્યારે તેઓ હરિયાણા અને મહારાષ્ટ્ર માટે અલગ ચૂંટણીઓ કરાવે છે. તેઓ ગુજરાતની ચૂંટણી અલગથી કરાવે છે.”

ગોગોઈએ કહ્યું કે, “ભારતના લોકો ખૂબ જ સમજદાર છે અને સમજે છે કે આખી ચૂંટણી પ્રક્રિયાના સંબંધમાં ચૂંટણી કમિશનરોની ભૂમિકા અને તેમની નિમણૂક જેવા ઘણા મોટા પ્રશ્નો ઉઠાવવાની જરૂર છે. 

કોંગ્રેસ સાંસદે કહ્યું, "મને લાગે છે કે તેઓ માત્ર એ સવાલોથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે જે આપણી લોકશાહી પદ્ધતિની ચૂંટણીની શુચિતાના સંબંધમાં લોકોના મનમાં ઉઠી રહ્યાં છે.”

આ પણ વાંચો: શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન AMC ની ચૂંટણી લડશે, તમામ વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.