પદ્મિનીબાના ત્રાસથી ભાવનગર કરણી સેનાના ઉપપ્રમુખે ઝેરી દવા પી લીધી

પદ્મિનીબા વાળા કરણી સેના ઉપપ્રમુખને અવારનવાર માનિસક ત્રાસ ગુજારી, અડધી રાત્રે ફોનમાં ધમકી આપી ખોટા આક્ષેપો કરતા હતા

પદ્મિનીબાના ત્રાસથી ભાવનગર કરણી સેનાના ઉપપ્રમુખે ઝેરી દવા પી લીધી
image credit - Google images

હાલમાં તેમના પતિ સાથે થયેલા ઝઘડાને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થનાર પદ્મિનીબા વાળા પર મોટો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ પદ્મિનીબાના ત્રાસથી ભાવનગર જિલ્લાના કરણી સેનાના ઉપપ્રમુખે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી છે. 

રવિરાજસિંહ ગોહિલ (ખદરપર)એ રાજકોટના ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાના માનસિક ત્રાસથી કંટાળી ખેતીમાં છાંટવાની ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું. હાલ રવિરાજસિંહ ગોહિલને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં રહેતા અને મુળ તળાજા તાલુકાના ખદરપર ગામના અને ભાવનગર જિલ્લાના કરણી સેનાના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી રાજકોટના મહિલા ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા રવિરાજસિંહ ગોહિલ સાથે કોઇ બાબતે માથાકૂટ ચાલી આવતી હતી. તેમાં પદ્મિનીબા વાળાએ અવારનવાર માનિસક ત્રાસ ગુજારી, અડધી રાત્રે ફોનમાં ધમકી આપી, ખોટા આક્ષેપો કરતા હતા. જેમાં રવિરાજસિંહને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાય છે. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. રવિરાજસિંહ ગોહિલે ઝેરી દવા પીધા બાદ કાળુભા રોડ પર આવેલી રાણા સર્જીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું તબીબે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ક્ષત્રિય આંદોલન ભાજપને ગુજરાતમાં નહીં ઉત્તરપ્રદેશમાં નડ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.