અયોધ્યાના રામમંદિરમાં નવા 21 પૂજારીઓની ભરતી કરવામાં આવશે

અયોધ્યા સ્થિત રામમંદિરના વહીવટી તંત્રે મંદિરમાં પૂજા અર્ચના માટે વધુ 21 નવા તાલીમાર્થી પૂજારીઓની ભરતી કરવાનું નક્કી કર્યું છે. આ સિવાય પણ બીજી ઘણી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

અયોધ્યાના રામમંદિરમાં નવા 21 પૂજારીઓની ભરતી કરવામાં આવશે
image credit - Google images

અયોધ્યા સ્થિત રામ મંદિરમાં દર્શનાર્થીઓ અને પૂજારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. એ મુજબ મંદિરમાં દર્શન કરવા જતી વ્યક્તિ ઉપરાંત હવે પૂજારી પણ અંદર સ્માર્ટફોન લઈ જઈ શકશે નહીં. સાથે જ મંદિરમાં હવે અલગ અલગ પાળીમાં 26 પૂજારીઓ સેવા આપશે. આ સિવાય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રચાયેલી ધાર્મિક સમિતિએ ૨૧ નવા પ્રશિક્ષિત પૂજારીઓને પૂજા પ્રણાલીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. રામ મંદિરમાં દર્શનાર્થીઓ બાદ પૂજારીઓ પર પણ મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે હવે પૂજારીઓએ ખાસ ડ્રેસમાં મંદિરમાં આવવું પડશે. મંદિરમાં પ્રવેશતા પહેલા પૂજારી પીળી ચૌબંદી, ધોતી અને પાઘડી પહેરશે.

રામ મંદિરમાં પૂજારીઓની સંખ્યા પણ આજથી વધારી દેવાઈ છે. હવે મંદિરમાં પૂજા માટે ૨૬ પૂજારી અલગ-અલગ પાળીમાં કાર્યરત રહેશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રચાયેલી ધાર્મિક સમિતિએ ૨૧ નવા તાલીમબદ્ધ પૂજારીઓને પૂજા પદ્ધતિમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

આ માટે ટ્રસ્ટે તમામ પૂજારીઓના આઈડી કાર્ડ પણ જારી કર્યા છે. ટૂંક સમયમાં, ૬ મહિનાની તાલીમના પ્રમાણપત્રની સાથે, નિમણૂંક પત્ર પણ સોંપવામાં આવશે. જો કે ધાર્મિક સમિતિની બેઠક રવિવારે યોજાવાની હતી, પરંતુ કોઈ કારણોસર હવે આ નિમણૂક પત્રોનું વિતરણ ૩ જુલાઈ અથવા ૫ જુલાઈએ થઈ શકશે.

મંદિરના સહાયક પૂજારી અશોક ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે, ટ્રસ્ટે રામ મંદિરમાં આવનારા પૂજારીઓ પર એન્ડ્રોઇડ ફોન લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે વાત કરવા માટે માત્ર કીપેડવાળા ફોન જ રાખવા પડશે. પૂજારી માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં ચૌબંદી, ધોતી અને પાઘડીનો સમાવેશ થાય છે. રામ મંદિરમાં તાલીમ દરમિયાન ૧૧ તાલીમાર્થીઓને મંદિરમાં થતી પૂજા પદ્ધતિમાં સામેલ કરવામાં આવ્યા છે. રામનવમી દરમિયાન રામલલાની પૂજામાં સામેલ ૧૧ પૂજારીઓને પૂજા પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં દરરોજ સવારે રામલલાની મંગળા આરતી, શૃંગાર આરતી અને શયન આરતી સુધી રામ રક્ષા સ્તોત્ર અને પુરસોત્રના ૧૬ મંત્રોનો જાપ કરવામાં આવે છે.

આ પણ વાંચો: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રામમંદિરના ઈતિહાસ પર સર્ટિફીકેટ કોર્ષ શરૂ કરશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.