BSPને મળ્યું યુવા નેતૃત્વ, માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જાહેર કર્યા

પક્ષના અગ્રણી પદાધિકારીઓની હાજરીમાં માયાવતીએ પોતાના ભાઈ આનંદકુમારને બસપાના ઉપ-પ્રમુખ અને ભત્રીજા આકાશ આનંદને બસપા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા.

BSPને મળ્યું યુવા નેતૃત્વ, માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જાહેર કર્યા

માન્યવર કાંશીરામ અને બહેન કુમારી માયાવતીની બહુજન સમાજ પાર્ટી(BSP)ના નવા પ્રમુખ તરીકે આકાશ આનંદની જાહેરાત કરવામાં આવી છે. બીએસપી સુપ્રીમો માયાવતીએ ગઈકાલે 10 ડિસેમ્બરના રોજ લખનૌ ખાતે પક્ષની બેઠક બોલાવી હતી. જેમાં પક્ષના અગ્રણી પદાધિકારીઓની હાજરીમાં માયાવતીએ પોતાના ભાઈ આનંદકુમારને બસપાના ઉપ-પ્રમુખ અને ભત્રીજા આકાશ આનંદને બસપા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા.

આકાશ આનંદ કોણ છે?

આકાશ આનંદે ગુડગાંવની સ્કૂલમાં આભ્યાસ કર્યો છે અને લંડનથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(MBA) કર્યું છે. 2017માં રાજનીતિમાં પ્રવેશ થયો હતો. સૌપ્રથમવાર તેઓ માયાવતી સાથે સહારનપુરની રેલીમાં જોવા મળ્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માયાવતીની સાથે રહી આકાશ આનંદે પાર્ટી વતી સખત મહેનત કરી હતી, પણ સફળતા નહોતી મળી. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ બસપા(BSP)નો દેખાવ સારો નહોતો રહયો. જયારે 2022માં બસપા(BSP) ફકત એક બેઠક જ મેળવી શકી હતી. જયાં (BSP)બહુ જૂની પાર્ટી ગણાતી હતી.

આકાશ આનંદ માટે રસ્તો કપરો છે

માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને બસપા પ્રમુખ તરીકે જાહેર કર્યા પછી રાજકારણમાં તેમની સંગઠન ક્ષમતાને લઈને ચર્ચા શરૂ થવાની શકયતા છે. શા માટે માયાવતીએ(BSP) બસપાના અનુભવી નેતાઓને છોડી યુવાન ચહેરા પર પસંદગી ઢોળી છે તે સવાલ થઈ રહ્યો છે. માયાવતી આકાશ આનંદને ભાવિ ચૂંટણીઓ માટેની રણનીતિ, ચૂંટણી પ્રચાર, ટિકીટ વહેંચણી જેવા મહત્વના પાંસાઓ શીખવી રહયાં છે જેથી ભવિષ્યમાં (BSP)બસપા સારો દેખાવ કરી મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવે. આમ પણ (BSP) બસપાના મૂળ ઘણાં ઊંડાં અને જૂના છે, તેની કોર વોટબેંક ગણાતા દલિતો, આદિવાસીઓ, મુસ્લિમોનો એક ચોક્કસ વર્ગ આજે પણ સલામત છે. પણ જે રીતે તે ધીરેધીરે બીએસપી પાસેથી ખસકી રહ્યો છે, તે જોતા આકાશ આનંદ સામે બહુ મોટો પડકાર છે. જોવાનું એ રહેશે કે તેઓ બહેનજી અને માન્યવરના રાજકીય વારસાને કેવી રીતે આગળ લઈ જાય છે.

આ પણ વાંચો : ‘હું અનુસૂચિત જાતિની હોવાથી અમારી સાથે કિન્નાખોરી રખાઈ રહી છે’ - રાજકોટના કોર્પોરેટરના RMC પર ગંભીર આક્ષેપો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.