‘હું અનુસૂચિત જાતિની હોવાથી અમારી સાથે કિન્નાખોરી રખાઈ રહી છે’ - રાજકોટના કોર્પોરેટરના RMC પર ગંભીર આક્ષેપો

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ એક ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે માત્ર તેમની જાતિના કારણે નાગરિકો સાથે ભેદભાવ રાખતા હોવાની વાત સામે આવી છે.

‘હું અનુસૂચિત જાતિની હોવાથી અમારી સાથે કિન્નાખોરી રખાઈ રહી છે’ - રાજકોટના કોર્પોરેટરના RMC પર ગંભીર આક્ષેપો

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડ નં. 14ના મહિલા કોર્પોરેટરે જાતિવાદી તત્વોને ખુલ્લા પાડ્યા છે. અહીં વૉર્ડ નંબર ૧૪ના કૉર્પોરેટર ભારતી મકવાણાએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે “હું અનુસુચિત જાતિની હોવાથી અમારી સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. મારા વિસ્તારમાં સિમેન્ટ રૉડનું કામ ખરાબ થયું છે. મેં મ્યૂનિસિપલ કમિશનરને અવારનવાર આ અંગે રજૂઆત કરી છે તેમ છતાં રૉડ-રસ્તાના સેમ્પલ લેવામાં આવ્યા નથી.”

ભારતીબેન મકવાણાએ આ અંગે ચિમકી ઉચ્ચારતા કહ્યું કે, “આ અંગે યોગ્ય તપાસ નહીં થાય તો સોમવારે મુખ્ય સચિવના પૂતળાંનુ દહન કરવામાં આવશે. મારા વિસ્તારમાં અઢી વર્ષથી વિકાસના કામો થતાં નથી. દરેક કાર્યકર્તાઓને પુછો કોઇ કામ થતા નથી.”

રાજકોટ મ્યૂનિસિપલ કૉર્પોરેશનના કૉર્પોરેટર ભારતી મકવાણાના આક્ષેપો બાદ શહેરમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. ભારતીબેને કરેલા આક્ષેપોમાં દમ એટલા માટે પણ છે, કેમ કે આજે પણ દલિતોની વસ્તીમાં રોડ, રસ્તા, પાણી, વીજળી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ કથિત સવર્ણોની બહુમતિ ધરાવતા વિસ્તારોની સરખામણીએ ઘણી ખરાબ સ્થિતિમાં હોય છે. રાજકોટ શહેરમાં પણ જ્યાં દલિતો કે અન્ય બહુજનોની વસ્તી વધુ છે, ત્યાં આ તમામ પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ કથળેલી છે. એવામાં અનુસૂચિત જાતિના કોર્પોરેટરે ખુદ તેમની સાથે કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચો : ત્રણ મહિના પહેલા બની પાર્ટી, બે રાજ્યોમાં જીતી 4 સીટ, જાણો કોણ છે આદિવાસી સમાજની તાકાત દર્શાવતી BAP પાર્ટી પાછળનો ચહેરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.