સુપ્રીમ કોર્ટ પરિસરમાં બંધારણ દિવસે લાગશે ડો. બાબાસાહેબ આંબેડકરની 7 ફૂટ ઊંચી પ્રતિમા

આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ પરિસરમાં બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટ પરિસરમાં બંધારણ દિવસે લાગશે ડો. બાબાસાહેબ આંબેડકરની 7 ફૂટ ઊંચી પ્રતિમા

આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ પરિસરમાં બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની પહેલ પર બંધારણના ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા બંધારણ દિવસના અવસર પર સુપ્રીમ કોર્ટ પરિસરમાં સ્થાપિત કરવામાં આવશે. પરમ દિવસે 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસરે આ પ્રતિમાનું ઔપચારિક અનાવરણ કરવામાં આવશે.

ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમા સુપ્રીમ કોર્ટમાં 3 ફૂટ ઊંચા પાયા પર સ્થાપિત કરવામાં આવશે. પ્રતિમામાં તેઓ વકીલની જેમ ગાઉન અને બેન્ડ પહેરેલા હશે અને તેમના હાથમાં બંધારણની નકલ પણ હશે. બાબાસાહેબની આ પ્રતિમા 7 ફૂટ ઊંચી હશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિલ્પકાર નરેશ કુમાવતે આ પ્રતિમા બનાવી છે.

અહીં એ યાદ રાખવું રહ્યું કે, સુપ્રીમ કોર્ટ પરિસરમાં હાલમાં બે પ્રતિમાઓ સ્થાપિત છે. જેમાં મુખ્ય ન્યાયાધીશના કોર્ટ રૂમની સામે મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે બીજી પ્રતિમા ભારત માતાની છે, જે એક ભીંતચિત્ર છે અને તે ભારતીય મૂળના બ્રિટિશ શિલ્પકાર ચિંતામણિ કાર દ્વારા બનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના કોર્ટ રૂમમાં દિવાલ પર પણ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની મોટી તસવીર છે.

આ પણ વાંચો:Statue Of Equality: અમેરિકામાં થયું ડો. બાબાસાહેબ આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ, સમારોહ જય ભીમના નાદથી ગૂંજી ઉઠ્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.

અહીં કલિક કરો:


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.