RSS ના ખીર વિતરણ કાર્યક્રમમાં ચાકુબાજી, 8 થી વધુ લોકો ઘાયલ
શરદ પૂર્ણિમાની રાત્રે RSS દ્વારા ખીરનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું એ દરમિયાન કોઈએ ચાકુ-દંડાથી હુમલો કરી દીધો હતો.
જયપુર (Jaipur) માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક કાર્યક્રમ દરમિયાન ભારે હંગામો થયો હોવાના સમાચાર છે. જેમાં સંઘના અનેક કાર્યકરો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ઘટના 17 ઓક્ટોબર, ગુરુવારે મોડી રાત્રે બની હતી. શરદ પૂર્ણિમા (Sharad Poonam) ના અવસરે જયપુરના કરણી વિહાર (Karni Vihar) માં RSS દ્વારા ખીર વિતરણનો કાર્યક્રમ (Pudding Distribution Programme) યોજાયો હતો. આરોપ છે કે આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ સંઘ કાર્યકર્તાઓ (RSS worker) પર હુમલો (RSS worker) કર્યો હતો. તેમની પાસે છરીઓ અને લાકડીઓ હતી. આ હુમલામાં 7 થી 8 કાર્યકરો ઘાયલ થયા છે. ઘાયલોની જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ (Rajyavardhan Singh Rathore) ઘાયલોની ખબર-અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ હોસ્પિટલ ગયા હતા અને ઘાયલોને મળ્યા હતા. આ હુમલામાં સામેલ લોકો સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.
કર્નલ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, 'ખીર વિતરણના કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન ચાલી રહ્યાં હતા. એ દરમિયાન 2-3 લોકો ત્યાં આવ્યા હતા અને પહેલા તેમણે ખીરના માટલાને લાત મારી હતી અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. લોકોએ તેમને સમજાવ્યા હતા. થોડી જ વારમાં તેણે 7-8 લોકો પર છરી વડે હુમલો કર્યો. હાલની લોકોએ તેમને ત્યાં પકડી લીધા હતા, હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તમામની હાલત ખતરાથી બહાર છે.'
જયપુર પશ્ચિમના ડીસીપી પશ્ચિમ અમિત કુમારે ઘટના વિશે જણાવ્યું હતું કે આ ઘટનામાં સાતથી આઠ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અમિત કુમારના જણાવ્યા અનુસાર, પૂછપરછ માટે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.
રાજસ્થાન ભાજપના પૂર્વ પ્રમુખ અરુણ ચતુર્વેદીએ મીડિયાને જણાવ્યું હતું કે RSS શરદ પૂર્ણિમાના અવસર પર ખીર વહેંચવા માટે એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું હતું, જ્યાં અચાનક છરીઓ અને અન્ય હથિયારોથી સજ્જ હુમલાખોરોએ સભા પર હુમલો કર્યો. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની ઇજાઓની ગંભીરતા જાણવા માટે તબીબી તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ શીખ નેતાએ કેનેડામાં આરએસએસના નેટવર્ક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી