2023 માં મહિલાઓ વિરુદ્ધ 28,811 ગુના નોંધાયા, 55 ટકાથી વધુ આ એક રાજ્યમાંથી આવ્યા

2023 માં મહિલાઓ વિરુદ્ધ 28,811 ગુના નોંધાયા, 55 ટકાથી વધુ આ એક રાજ્યમાંથી આવ્યા

રાષ્ટ્રીય મહિલા આયોગએ ગયા વર્ષે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની 28811 ફરિયાદો નોંધી છે. જેમાંથી અંદાજે 55 ટકા જેટલી ફરિયાદો ઉત્તર પ્રદેશમાંથી છે. NCW (નેશનલ કમિશન ફોર વુમન)ના આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે સૌથી વધુ ફરિયાદો ગરિમાના હકની શ્રેણીમાં મળી છે. જેમાં ઘરેલું હિંસા ઉપરાંત અન્ય પ્રકારની સતામણી સામેલ છે અને તેની સંખ્યા 8,540 હતી. એ પછી ઘરેલું હિંસાની 6274 ફરિયાદોનો ક્રમ આવે છે. 

આંકડાઓ પ્રમાણે દહેજ સંબંધિત અત્યાચારની 4797 ફરિયાદો, છેડતીની 2349, મહિલાઓ પ્રત્યે પોલીસની ઉદાસીનતાની 1618 ફરિયાદો અને બળાત્કાર તથા તેના પ્રયાસની 1537 ફરિયાદો મળી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાતિય સતામણીની 805, સાઈબર ગુનાઓની 605, પીછો કરવાની 472 અને ગરિમા ભંગની 409 ફરિયાદો હતી.

આંકડાઓ મુજબ ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 16109 ફરિયાદો નોંધાઈ હતી. ત્યારબાદ દિલ્હીમાં 2411, મહારાષ્ટ્રમાં 1343 ફરિયાદો નોંધાઈ હતી. એ જ રીતે બિહારમાં 1312, મધ્યપ્રદેશમાં 1165, હરિયાણામાં 1115, રાજસ્થાનમાં 1011, તમિલનાડુમાં 608, પશ્ચિમ બંગાળમાં 569 અને કર્ણાટકમાં 501 ફરિયાદો નોંધવામાં આવી હતી. વર્ષ 2022 પછી ફરિયાદોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે 30864 ફરિયાદો મળી હતી, જે 2014 પછી સૌથી વધુ છે.

આ પણ વાંચો : દેશભરના માહિતી આયોગોમાં 3 લાખથી વધુ અપીલો અને ફરિયાદો પેન્ડિંગ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.