રોહિત વેમુલા કેસના એડવોકેટ ડૉ. સિદ્ધાર્થપ્રિય અશોકનો અમદાવાદનો કાર્યક્રમ મોકૂફ

આવતીકાલે રોહિત વેમુલા કેસ લડનાર સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ ડો. સિદ્ધાર્થપ્રિય અશોક અમદાવાદની મુલાકાતે આવવાના હતા. આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. શા માટે આ કાર્યક્રમ બંધ રખાયો છે વાંચો અહીં.

રોહિત વેમુલા કેસના એડવોકેટ ડૉ. સિદ્ધાર્થપ્રિય અશોકનો અમદાવાદનો કાર્યક્રમ મોકૂફ
image credit - Google images

ગુજરાતના કર્મશીલ વકીલોને દલિત અત્યાચારની ઘટનાઓમાં માર્ગદર્શન આપવા માટે સુપ્રીમ કોર્ટેના વરિષ્ઠ એડવોક્ટે ડૉ. સિદ્ધાર્થ પ્રિય ગૌતમ આવતીકાલે તા. 8 ફેબ્રુઆરી 2024ના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના હતા. તેઓ સાબરમતી ખાતે વકીલોના એક કાર્યક્રમમાં હાજરી આપીને તેમની સાથે સંવાદ કરવાના હતા. આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.


કાર્યક્રમના આયોજકો એડવોકેટ ગોવિંદ પરમાર અને જીપીએસસીના પૂર્વ સભ્ય મૂળચંદભાઈ રાણાના જણાવ્યા પ્રમાણે, ડૉ. સિદ્ધાર્થ પ્રિય અશોકજીનો તા. 8 ફેબ્રુઆરીનો અમદાવાદનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. તેમને છેલ્લી ઘડીએ કોઈ મહત્વના કામથી દિલ્હી રોકાઈ જવું અનિવાર્ય બન્યું હોવાથી આવતીકાલનો ગુજરાતના વકીલો સાથેનો તેમનો કાર્યક્રમ બંધ રાખવાની ફરજ પડી છે. તેના માટે અમે દિલગીર છીએ. ભવિષ્યમાં તેમની અનુકૂળતા મુજબ ફરી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને તેની સૌ વકીલમિત્રોને જાણ કરીશું.


ઉલ્લેખનીય છે કે, એડવોકેટ ડૉ. સિદ્ધાર્થપ્રિય અશોક વંચિત, શોષિત સમાજ હિતલક્ષી અનેક કેસો લડ્યાં છે. બહુચર્ચિત રોહિત વેમુલા આત્મહત્યા કેસમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી છે. ગયા વર્ષે આઈઆઈટી બોમ્બેમાં આત્મહત્યા કરનાર અમદાવાદના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીના કેસને તેઓ રોહિત વેમુલાના કેસ સાથે જોડીને નિઃશુલ્ક લડી રહ્યાં છે. તેમના એડવોકેટ તરીકેના બહોળા અનુભવનો લાભ અમદાવાદના કર્મશીલ વકીલોને મળે તે માટે 8મી ફેબ્રુઆરી 2024ને ગુરૂવારના રોજ સાંજે 4.00 વાગ્યે તેઓ ONGC હોલ સાબરમતી ખાતે ગુજરાતના કર્મશીલ એડવોકેટ્સ સાથે સંવાદ અને માર્ગદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પણ હવે તેમની વ્યસ્તતાને કારણે તે હાલ પુરતો મુલતવી રાખવાની ફરજ પડી છે. જેની સૌ કોઈ નોંધ લે તે જરૂરી છે. સાથે જ આ સમાચાર સંબંધિત વકીલોમિત્રો સુધી પહોંચાડે તે પણ જરૂરી છે.

આ પણ વાંચોઃ ડૉ આંબેડકરે પત્રકાર અને તંત્રી કેમ બનવું પડ્યું?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.